Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીય દ્વાર સારસંગ્રહ
પ્રથમ દ્વારમાં બતાવેલ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય વગેરે ચૌદ પ્રકારના જીવો કર્મના બાંધનારા છે, તેમાં પર્યાપ્ત સંજ્ઞી-પંચેન્દ્રિય રૂપ જે ચૌદમો ભેદ છે તે મિથ્યાત્વાદિ ગુણસ્થાનકોના ભેદથી ચૌદ પ્રકારે છે. તે સર્વ કિયાદિ અને સત્યદાદિ એમ મુખ્યપણે બે પ્રકારના કારોથી જાણવા યોગ્ય છે.
કિલ્લાવાળા નગરમાં પ્રવેશ કરવા માટે જો તાર જ ન હોય તો તેમાં કોઈ રહી જ ન શકે અને એક બે યાવત્ જેમ અધિક ધારો હોય તેમ તે નગરમાં આસાનીથી પ્રવેશાદિ કરી શકાય, એ જ રીતે શાસ્ત્રરૂપી મહાનગરમાં પ્રવેશ કરવા માટે ભિન્ન ભિન્ન રીતે પ્રશ્નો કરી. ઉત્તરો મેળવવા રૂપ દ્વારો હોય તો અતિ કઠિન શાસ્ત્રોમાં પણ સુખપૂર્વક પ્રવેશ કરી શકાય અર્થાત્ તેનો બોધ સહેલાઈથી થઈ શકે.
વિમ્ ? આદિ પ્રશ્નો દ્વારા જે ઉત્તરો મેળવવા તે કિમાદિ દ્વાર કહેવાય છે તે જ છે.
સત્પદ પ્રરૂપણા આદિનો જે વિચાર કરવો તે સત્પદપ્રરૂપણાદિ દ્વારા તે નવ છે. આને અનુયોગકારો પણ કહેવામાં આવે છે.
કિમાદિ છ ધારો (૧) જીવ શું છે ? ઔપશમિકાદિ ભાવોથી યુક્ત દ્રવ્ય તે જીવ છે. *
ઔપશમિકાદિ ભાવો પાંચ છે. તેમાં ઔદયિક અને પારિણામિક ભાવ અન્ય દ્રવ્યમાં પણ હોય છે, ક્ષાયિકભાવ ઉપશમપૂર્વક જ હોય છે. ક્ષાયોપશમિક ભાવ ઔપથમિકથી અત્યંત ભિન્ન નથી માટે ગાથામાં મુખ્યત્વે અન્ય ભાવો ગ્રહણ ન કરતાં ઔપશમિક ભાવને ગ્રહણ કરેલ છે.
(૨) જીવ કોના સ્વામી છે? જીવ નિશ્ચયનયથી પોતાના સ્વરૂપનો જ સ્વામી છે. કારણ કે સ્વામી-સેવક આદિ સંસારી ભાવ કર્મોપાધિજન્ય હોવાથી વાસ્તવિક નથી.
(૩) જીવ કોણે બનાવેલ છે ? અનાદિકાળથી હોવાથી જીવ કોઈએ બનાવેલ નથી.
(૪) જીવ ક્યાં રહે છે? લોકમાં અથવા શરીરમાં, શરીરની અપેક્ષાએ દેવો અને નારકો વૈક્રિય, તૈજસ અને કાર્મણ એ ત્રણ શરીરમાં, લબ્ધિસંપન પર્યાપ્ત બાદર વાયુકાય અને પર્યાપ્ત સંજ્ઞી-તિર્યંચો ઔદારિક સહિત ચારમાં, મનુષ્યો આહારક સહિત પાંચે શરીરમાં અને શેષ સર્વ સંસારી જીવો ઔદારિક, તૈજસ, તથા કાર્મણ એ ત્રણ શરીરમાં રહે છે જ્યારે સિદ્ધો અશરીરી છે.
(૫) જીવ કેટલા કાળ સુધી રહેવાના છે? જીવો અનંતકાળ સુધી રહેવાના છે, કદાપિ નાશ પામવાના નથી.
(૬) જીવ કેટલા ભાવોથી યુક્ત હોય? જીવ બે, ત્રણ, ચાર અને પાંચ ભાવોથી યુક્ત