Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર-સારસંગ્રહ
૨૫૧
ઘણા આચાર્ય ભગવંતોએ આમાંના ચોથા મતનો સ્વીકાર કરેલ હોવાથી આ ગ્રંથમાં પણ મૂળકારે તે ગ્રહણ કરેલ છે.
પૂર્વક્રોડ વર્ષથી એક સમય પણ અધિક આયુષ્ય હોય તો તે આયુષ્ય અસંખ્યાત વર્ષનું ગણાય અને તે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકો કાળ કરીને પોતાના આયુષ્ય સમાન આયુષ્યવાળા અગર તેથી ન્યૂન આયુષ્યવાળા દેવમાં જ જાય છે, પરંતુ પોતાના આયુષ્યથી અધિક આયુષ્યવાળા દેવોમાં જતા નથી.
દેવો કાળ કરી સંખ્યાતવર્ષના આયુષ્યવાળામાં જ જાય છે, પણ યુગલિકમાં જતા નથી.
નપુંસકવેદની ઉત્કૃષ્ટ સ્વકાસ્થિતિ કાળથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્તનની છે.
આ નપુંસકવેદની સ્વકાસ્થિતિ સાંવ્યવહારિક જીવોની અપેક્ષાએ છે. અસાંવ્યવહારિક જીવો આશ્રયી કેટલાકની અનાદિ અનંત અને કેટલાકની અનાદિસાત્ત હોય છે.
અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી જે જીવો હજુ બહાર આવ્યા જ નથી તે અસાંવ્યવહારિક અને જે જીવો અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી પૃથ્વીકાયાદિ અન્ય સ્થાનોમાં ઉત્પન્ન થયા હોય તે ફરીથી સૂક્ષ્મનિગોદમાં જાય તો પણ સાંવ્યવહારિક જીવો કહેવાય છે.
સાંવ્યવહારિક જીવરાશિમાંથી જ્યારે જેટલા જીવો મોક્ષમાં જાય ત્યારે ત્યારે તેટલા જીવો : અસાંવ્યવહારિક રાશિમાંથી સાંવ્યવહારિક રાશિમાં આવે છે.
સામાન્યથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, પર્યાપ્ત બાદર અપ્લાય, પર્યાપ્ત બાદર વાયુકાય અને પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય એ દરેકની જુદી જુદી સ્વકાસ્થિતિ ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ અને પર્યાપ્ત બાદર તેઉકાયની સંખ્યાતા રાત્રિ-દિવસ પ્રમાણ છે–અને જઘન્યથી દરેકની અંતર્મુહૂર્ત પ્રમાણ છે. છે. સામાન્યથી બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ ત્રણેની જુદી જુદી ઉત્કૃષ્ટ
સ્વકાસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષ, પર્યાપ્ત બેઇન્દ્રિયની સંખ્યાતા વર્ષ, પર્યાપ્ત તેઈન્દ્રિયની સંખ્યાતા દિવસ અને પર્યાપ્ત ચઉરિન્દ્રિયની સંખ્યાતા માસ પ્રમાણ છે. આ દરેકની જઘન્ય સ્વકાયસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
સર્વ અપર્યાપ્ત, પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ ચાર તથા પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષ્મબાદર સાધારણ વનસ્પતિકાય એ દરેકની અલગ અલગ સ્વકાસ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ બન્ને રીતે અંતર્મુહૂર્ત પ્રમાણ છે, પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત મોટું સમજવું.
સામાન્યથી સર્વ બાદરની તેમજ સર્વ બાદર વનસ્પતિકાયની સ્વકાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય આકાશપ્રદેશ તુલ્ય સમય પ્રમાણ અને જઘન્યથી અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
આહારીપણાની નિરંતર પ્રાપ્તિ જઘન્યથી વિગ્રહગતિ સંબંધી અણાહારીપણાના બે સમય ' ન્યૂન સુલ્લકભવ પ્રમાણ છે, ક્વચિત્ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ પ્રમાણ પણ હોય–પણ તેની