________________
દ્વિતીયદ્વાર-સારસંગ્રહ
૨૪૯
તેમજ દ્રવ્યાદિ ચારે પ્રકારનાં બાદર પુદ્ગલ પરાવર્તનો કોઈ પણ ઉપયોગમાં આવતાં નથી છતાં તેનું સ્વરૂપ સમજવાથી સૂક્ષ્મનું સ્વરૂપ સારી રીતે સમજી શકાય માટે જ બાદરની પ્રરૂપણા કરી છે.
સાસ્વાદન ગુણસ્થાનકનો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ છે.
મિશ્ર તથા ઉપશમ સમ્યક્તનો કાળ જઘન્ય તથા ઉત્કૃષ્ટથી એમ બન્ને પ્રકારે અંતર્મુહૂર્ત કાળ છે, પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટનું અંતર્મુહૂર્ત મોટું જાણવું.
સાયિક સમ્યગ્દષ્ટિનો કાળ સાદિ અનંત છે, ક્ષયોપશમ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીસ સાગરોપમ છે.
દેશવિરતિ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક આઠ વર્ષ ન્યૂન પૂર્વક્રોડ વર્ષ છે.
આ ગુણસ્થાનક પ્રાપ્ત કર્યા પછી અહીં જઘન્યથી પણ અંતર્મુહૂર્ત રહીને જ અન્ય ગુણસ્થાનકે જઈ શકે છે માટે તેથી ઓછો કાળ સંભવી શકતો નથી.
પૂર્વક્રોડથી અધિક આયુવાળા જીવો તથાસ્વભાવે જ દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત કરી શકતા નથી. માટે પૂર્વક્રોડ વર્ષના આયુવાળો કોઈ મનુષ્ય સાધિક સાત માસ ગર્ભમાં રહી અભ્યા પછી આઠ વર્ષે દેશવિરતિ અથવા સર્વવિરતિ ગ્રહણ કરી શકે પણ તે પહેલાં નહિ, માટે ઉત્કૃષ્ટથી તેટલો કાળ કહ્યો છે.
જો કે સૂત્રમાં વજસ્વામીએ ભાવચારિત્ર સ્વીકાર્યાની હકીકત મળે છે પણ તે ક્વચિત હોવાથી અથવા આશ્ચર્યરૂપ હોવાથી અહીં કોઈ વિરોધ નથી.
પ્રમત્ત, અપ્રમત્ત તેમજ ઉપશમશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ અને ઉપશાન્તમોહ ગુણસ્થાનકનો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે. આ છએ ગુણસ્થાનકનો એક સમય પ્રમાણ જઘન્ય કાળ મરણની અપેક્ષાએ જ ઘટે છે. મરણ વિના આ કોઈપણ ગુણસ્થાને અંતર્મુહૂર્ત રહીને જ પછી અન્ય ગુણસ્થાનકે જાય.
પ્રમત્ત અને અપ્રમત્ત આ બન્ને ગુણસ્થાનકનો સાથે મળી જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશવિરતિની જેમ દેશોન પૂર્વક્રોવર્ષ પ્રમાણ કાળ છે.
ક્ષપકશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ ગુણસ્થાનક તેમજ ક્ષીણમોહ ગુણસ્થાનકનો અજઘન્યોત્કૃષ્ટ એટલે કે એક સરખો જ અંતર્મુહૂર્ત કાળ છે અને અયોગી ગુણસ્થાનકનો પાંચ હૃવાક્ષરના ઉચ્ચાર પ્રમાણ અજઘન્યોત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાળ છે.
સયોગીકેવળી ગુણસ્થાનકનો દેશવિરતિની જેમ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોડવર્ષ પ્રમાણ કાળ છે. I અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે જે કેવળજ્ઞાન પામે તે અત્તકૃત કેવલી કહેવાય છે.
સ્વકાયસ્થિતિકાળ પર્યાપ્ત-અપર્યાપ્ત તેમજ પૃથ્વીકાયાદિની વિવફા વિના એકેન્દ્રિયોની સ્વાયસ્થિતિ પંચ ૧-૩૨