Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર-સારસંગ્રહ
૨૪૭
જીવોનો જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એ બન્ને પ્રકારે ભવસ્થિતિકાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પરંતુ જઘન્ય કાળ કરતાં ઉત્કૃષ્ટકાળ વધુ સમજવો.
પર્યાપ્ત બાદર એકેન્દ્રિય વગેરે શેષ છ પ્રકારના જીવોનો જઘન્ય ભવસ્થિતિકાળ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાયનો બાવીસ હજાર વર્ષ, અપ્લાયનો સાત હજાર વર્ષ, તેઉકાયનો ત્રણ અહોરાત્ર, વાયુકાયનો ત્રણ હજાર વર્ષ, પ્રત્યેક વનસ્પતિકાયનો દસ હજાર વર્ષ અને સાધારણ વનસ્પતિકાયનો અંતર્મુહૂર્ત તથા સામાન્યથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો પૃથ્વીકાયની અપેક્ષાએ બાવીસ હજાર વર્ષ ભવસ્થિતિકાળ છે.
પર્યાપ્ત બેઇન્દ્રિયનો બાર વર્ષ, તે ઇન્દ્રિયનો ઓગણપચાસ દિવસ, ચઉરિન્દ્રિયનો છે માસ, પર્યાપ્ત અસંણી-પંચેન્દ્રિય સ્થલચરનો ચોરાશી હજાર વર્ષ, ખેચરનો બોત્તેર હજાર વર્ષ, ઉરપરિસર્પનો ત્રેપન હજાર વર્ષ, ભૂજપરિસર્ષનો બેતાળીસ હજાર વર્ષ અને જલચરનો પૂર્વ ક્રિોડ વર્ષ ઉત્કૃષ્ટથી ભવસ્થિતિકાળ છે.
પર્યાપ્ત ગર્ભજ જલચર, ઉરપરિસર્પ અને ભૂજપરિસર્પનો પૂર્વક્રોડ વર્ષ, ખેચરનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ તેમજ ચતુષ્પદ તિર્યંચનો તથા ગર્ભજ મનુષ્યનો ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ કાળ છે.
સાતે નરકના નારકોનો જઘન્યથી અનુક્રમે દસ હજાર વર્ષ, એક સાગરોપમ, ત્રણ, - સાત, દસ, સત્તર અને બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી અનુક્રમે એક, ત્રણ, સાત, દસ સત્તર, બાવીસ અને તેત્રીસ સાગરોપમ ભવસ્થિતિકાળ છે.
અસુરકુમારનો જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક સાગરોપમ, નાગકુમારાદિ શેષ નવ ભવનપતિદેવોનો જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ, વ્યંતર અને વાણવ્યંતરનો જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમ ભવસ્થિતિકાળ છે.
ચન્દ્રાદિ પ્રથમના ચાર જ્યોતિષનો જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી અનુક્રમે એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ, એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમ, એક પલ્યોપમ, અર્ધપલ્યોપમ અને તારાઓનો જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો ચોથો ભાગ ભવસ્થિતિકાળ છે.
સૌધર્મમાં જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે સાગરોપમ, ઈશાનમાં જઘન્ય સાધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરોપમ, સનસ્કુમારમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સાધિક સાત સાગરોપમ, મહેન્દ્રમાં જઘન્ય સાધિક બે અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ, બ્રહ્મલોકમાં જઘન્ય સાત અને ઉત્કૃષ્ટ દૂસ સાગરોપમ, લાન્તકમાં જઘન્ય દસ અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમ, મહાશુક્રમાં જઘન્ય ચૌદ અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમ, સહસ્ત્રારમાં જઘન્ય સત્તર અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમ ભવસ્થિતિકાળ છે.
આનતાદિ ચાર દેવલોકમાં અને નવ રૈવેયકમાં અનુક્રમે એક એક સાગરોપમની વૃદ્ધિ છે, એટલે નવમી રૈવેયકમાં જઘન્ય ત્રીસ અને ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરોપમ ભવસ્થિતિકાળ છે.