Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૪૬
પંચસંગ્રહ-૧ તે જ સમયે પૂર્વના સ્નેહથી ભવનપતિથી સહસ્ત્રાર સુધીના ઉપરોક્ત ગુણસ્થાનકે વર્તતા કોઈ દેવને અશ્રુતદેવ પોતાના દેવલોકમાં લઈ જાય ત્યારે ઉપર એક રાજ વધે માટે કુલ આઠ રાજની સ્પર્શના થાય. અથવા અશ્રુત દેવલોકનો દેવ ભવનપતિને બારમા દેવલોકમાં લઈ જાય ત્યારે છ રાજની અને તે જ સમયે અન્ય કોઈ સહસ્રારનો દેવ ત્રીજી નરકમાં જાય ત્યારે નીચે બે રાજ અધિક થાય એમ આઠ રાજની સ્પર્શના થાય.
અવિરતિ સમ્યગ્દષ્ટિ પોતાનું ગુણસ્થાનક લઈ નીચે નરકમાં જતા ન હોવાથી મરણની અપેક્ષાએ તિષ્ણુલોકમાંથી અનુત્તરવિમાનમાં જતાં અથવા ત્યાંથી મનુષ્યમાં આવતાં સાતરાજની જ સ્પર્શના થાય છે.
કર્મગ્રંથના મતે ક્ષાયિક સમ્યક્ત સહિત જીવ ત્રીજી નરકમૃથ્વીમાં ઉત્પન્ન થાય છે માટે તિસ્કૃલોકમાંથી ત્રીજી નરકમાં જતાં અગર ત્યાંથી તિથ્વલોકમાં આવતાં બે રાજ અને મનુષ્યમાંથી અનુત્તરમાં જતાં-આવતાં સાતરાજ એમ મતાન્તરે કુલ નવરાજની સ્પર્શના. હોય છે.
ભગવતીજી આદિ સૂત્રના અભિપ્રાયે ક્ષયોપશમ સમ્યક્ત સહિત જીવ છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થાય છે તેથી તિøલોકમાંથી છઠ્ઠી નરકમાં જતાં અગર ત્યાંથી આવતાં પાંચ રાજ અને તિસ્તૃલોકમાંથી અનુત્તરવિમાનમાં જતાં અગર આવતાં સાતરાજ એમ અવિરતિ સમ્યગ્દષ્ટિને બાર રાજની પણ સ્પર્શના ઘટે છે.
છઠ્ઠી નરકમાંથી સાસ્વાદન ગુણસ્થાનક લઈને તિસ્તૃલોકમાં મનુષ્ય કે તિર્યચપણે ઉત્પન્ન થતાં પાંચ રાજ અને તે જ સમયે સાસ્વાદન ગુણસ્થાનકે રહેલ કોઈ પણ જીવ ઊર્ધ્વલોકના અંતે નિષ્ફટોમાં ઉત્પન્ન થાય તેથી સાતરાજ એમ સાસ્વાદન ગુણસ્થાનકવાળાઓને બાર રાજની સ્પર્શના હોય છે. ઘણું કરીને સાસ્વાદન ગુણસ્થાનક લઈ જીવો ઉપર જ જાય છે પરંતુ નીચે જતા નથી માટે બાર રાજથી અધિક સ્પર્શના થતી નથી.
' ઉપશમશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ ગુણસ્થાનકવાળા તેમજ ઉપશાંતીહ અપ્રમત્ત તથા અપ્રમત્તાભિમુખ પ્રમત્તને મારશાન્તિક સમુદ્દાત વડે અથવા મૃત્યુસમયે ઇલિકાગતિએ ઋજુ શ્રેણિ વડે સર્વાર્થસિદ્ધ વિમાનમાં જતાં સાતરાજની સ્પર્શના હોય છે.
મરણ સમયે કંદુકગતિ અને ઇલિકાગતિ એમ બે પ્રકારે ગતિ હોય છે. તેમાં ઋજુશ્રેણિમાં ઇલિકાગતિ જ હોય છે.
દેશવિરતિ મનુષ્યને મારણાત્તિક સમુદ્ધાત વડે અથવા મરણાત્ત સમયે ઋજુશ્રેણિ વડે બારમા દેવલોક જતાં છ રાજની સ્પર્શના હોય છે.
(૫) કાળ ત્રણ પ્રકારે (૧) એક ભવનું આયુષ્ય તે ભવસ્થિતિકાળ (૨) મરીને વારંવાર પૃથ્વીકાયાદિ વિવક્ષિત તેની તે જ કાયમાં ઉત્પન્ન થતાં જે કાળ થાય તે કાયસ્થિતિકાળ, અને (૩) કોઈપણ વિવણિત ગુણસ્થાનકે એક જીવ જેટલો સમય રહે તે ગુણસ્થાનક કાળ.
(૧) સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ સાતે અપર્યાપ્ત તેમજ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય એ આઠ પ્રકારના