Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૫૦
પંચસંગ્રહ-૧
કાળથી અનંતા હજારો સાગરોપમ પ્રમાણ અને ક્ષેત્રથી આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય તુલ્ય અસંખ્ય પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે.
સામાન્યથી પૃથ્વીકાયની સ્વકાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ અને ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે.
અપ્કાય, તેઉકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયની સ્વકાયસ્થિતિ પણ પૃથ્વીકાયની સ્વકાયસ્થિતિ પ્રમાણ છે.
વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ અને ક્ષેત્રથી આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયો પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્તનની છે. ત્રસકાયની સ્વકાયસ્થિતિ કેટલાંક વર્ષો અધિક બે હજાર સાગરોપમ પ્રમાણ અને પંચેન્દ્રિયની કેટલાંક વર્ષો અધિક એક હજાર સાગરોપમ પ્રમાણ છે.
પર્યાપ્ત મનુષ્યો અને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની સ્વકાયસ્થિતિ સંખ્યાત વર્ષના આયુની અપેક્ષાએ સાત ભવ પ્રમાણ અને યુગલિકમાં જવાની અપેક્ષાએ આઠભવ પ્રમાણ છે. તે આઠે ભવનો કાળ સાત પૂર્વક્રોડ અને ત્રણ પલ્યોપમ છે.
લબ્ધિ અપર્યાપ્ત મનુષ્યો કાયમ માટે જગતમાં હોતા નથી અર્થાત્ કોઈ વખત નથી પણ હોતા. જ્યારે સતત વિરહ વિના હોય છે ત્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે, પછી અવશ્ય વિરહ પડે છે.
એક અપર્યાપ્ત મનુષ્યની સ્વકાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
ઉપર જણાવેલ દરેક જીવોની જઘન્ય સ્વકાયસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
પુરુષની અને સંશીની જઘન્ય સ્વકાયસ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિ કેટલાંક વર્ષો સહિત સાગરોપમ શતપૃથક્ક્સ પ્રમાણ છે.
સ્ત્રીવેદની અને નપુંસકવેદની જઘન્ય સ્વકાયસ્થિતિ એક સમયની છે અને તે ભાવવેદની અપેક્ષાએ સંભવે છે.
સ્ત્રીવેદે અગર નપુંસકવેદે ઉપશમશ્રેણિ માંડનાર કોઈ પણ જીવ અવેદક થઈ અગિયારમાંથી પડતાં નવમા ગુણસ્થાનકે પુનઃ સ્રીવેદ કે નપુંસકવેદનો એક સમય પ્રમાણ અનુભવ કરી આયુષ્ય ક્ષયે અનુત્તર વિમાનમાં જ જાય, ત્યાં પુરુષવેદનો જ ઉદય હોય છે તેથી જઘન્યકાળ એક સમય ઘટે છે, પણ પુરુષવેદને આ રીતે એક સમય ઘટતો નથી.
ત્રણ વેદોની ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિમાં દ્રવ્યવેદની અપેક્ષા છે.
સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિ પ્રથમ મતે પૂર્વક્રોડ પૃથક્ત્વ અધિક એકસો દસ પલ્યોપમ, બીજા મતે પૂર્વક્રોડ પૃથક્ત્વ અધિક અઢાર પલ્યોપમ, ત્રીજા મતે પૂર્વક્રોડ પૃથક્ક્સ અધિક ચૌદ પલ્યોપમ, ચોથા મતે પૂર્વક્રોડ પૃથક્ક્સ અધિક સો પલ્યોપમ, પાંચમા મદ્રે પૂર્વક્રોડ પૃથક્ત્વ અધિક પલ્યોપમ પૃથક્ક્સ પ્રમાણ છે.