________________
દ્વિતીયદ્વાર
૨૨૩
. શંકા–દક્ષિણ દિશામાં કૃષ્ણપાક્ષિક જીવો વધારે ઉત્પન્ન થાય છે માટે સૌધર્મકલ્પના દેવો સંખ્યાતગુણા છે એમ કહ્યું. આ યુક્તિ પ્રમાણે માહેન્દ્ર દેવલોકની અપેક્ષાએ સનકુમાર કલ્પના દેવો પણ સંખ્યાતગુણા કહેવા જોઈએ, કેમ કે બંનેમાં યુક્તિનું સામ્ય છે. તો માહેન્દ્રકલ્પના દેવોથી સનકુમારના દેવો અસંખ્યાતૃગણા કેમ કહ્યા ? અને અહીં સૌધર્મના સંખ્યાતગુણા કેમ કહ્યા ?
ઉત્તર–પન્નવણા સૂત્રના મહાદંડકમાં તેમજ કહ્યું છે માટે અહીં પણ તેમજ કહેવામાં આવ્યું છે. તે મહાદેડક–મોટું અલ્પબહુત પહેલાં કહ્યું છે.
તથા સૌધર્મકલ્પના દેવોથી તેની દેવીઓ બત્રીસગુણી અને બત્રીસ વધારે છે. સૌધર્મકલ્પની દેવીઓથી ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે –
અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશના પહેલા વર્ગમૂળને બીજા વર્ગમૂળ સાથે ગુણતાં આકાશપ્રદેશની જે સંખ્યા થાય તેટલી ઘનીકૃત લોકની એક પ્રાદેશિકી સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા ભવનપતિ દેવ-દેવીઓની સંખ્યા છે. અને તેના બત્રીસમા ભાગમાંથી એક રૂપ ન્યૂન ભવનપતિ દેવો છે તેથી સૌધર્મ દેવોથી ભવનપતિ દેવો અસંખ્યાતગુણા છે.
ભવનવાસી દેવોથી તેની દેવીઓ બત્રીસગુણી અને બત્રીસ વધારે છે. ૬૮ હવે રત્નપ્રભાદિના સંબંધમાં કહે છે
रयणप्पभिया खहयरपणिदि संखेज्ज तत्तिरिक्खीओ । सव्वत्थ तओ थलयर जलयर वण जोइसा चेवं ॥६९॥ रत्नप्रभिकाः खचरपञ्चेन्द्रियाः संख्येयगुणास्तत्तिरश्चयः ।
सर्वत्र ततः स्थलचरा जलचरा व्यन्तरा ज्योतिष्काश्चैवम् ॥६९॥
અર્થ–તેઓથી રત્નપ્રભાના નારકી અને ખેચર પંચેન્દ્રિય પુરુષો ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. તેની સ્ત્રી સંખ્યાતગુણી છે. તેનાથી સ્થળચર, જળચર, વ્યંતર અને જયોતિષ્ક ઉત્તરોત્તર સંખ્યાત સંખ્યાતગુણા છે.
- ટીકાનુ—ભવનવાસી દેવીથી રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણા છે. કારણ કે અંગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશ રાશિ સાથે તેના પહેલા વર્ગમૂળને ગુણતાં જે પ્રદેશસંખ્યા આવે તેટલી સૂચિશ્રેણિના આકાશપ્રદેશ પ્રમાણ તેઓ છે.
તેઓથી પણ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય સૂચિશ્રેણિના આકાશપ્રદેશ પ્રમાણ છે.
પહેલી નારકીના પ્રમાણમાં હેતુભૂત સૂચિશ્રેણિથી ખેચર પંચેન્દ્રિય પુરુષોના પ્રમાણભૂત સૂચિશ્રેણિ અસંખ્યાતગુણી હોવાથી અસંખ્યાતગુણા છે.
તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ યુવતીઓ સંખ્યાતગુણી છે. કારણ કે તેઓ ત્રણગુણી અને ત્રણ વધારે છે.