Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર
૨૨૫
•જેઓ “તો સંg' એવો પાઠ લઈ જ્યોતિષ્ક દેવીઓથી ખેચર નપુંસકો અસંખ્યાતગુણા છે એવું વ્યાખ્યાન કરે છે; તેઓ એ પ્રમાણે કેમ વ્યાખ્યાન કરે છે તે અમે સમજી શકતા નથી. કારણ કે અહીંથી આગળ પર્યાપ્ત ચઉરિન્દ્રિયો આશ્રયી જે કહેવાશે, તે પણ જ્યોતિષ્ક દેવોની અપેક્ષાએ સંખ્યાતગુણા જ ઘટે છે.
સંખ્યાતગુણા શી રીતે ઘટે ? તો કહે છે–બસો છપ્પન્ન અંગુલ પ્રમાણ સૂચિશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખંડો થાય તેટલા જ્યોતિષ્ક દેવો છે, આ હકીકત પહેલાં દ્રવ્ય પ્રમાણ દ્વારની પંદરમી ગાથામાં કહી છે, તે આ પ્રમાણે–બસો છપ્પન્ન અંગુલ પ્રમાણ સૂચિશ્રેણિના પ્રદેશ વડે ભંગાયેલો પ્રતર જ્યોતિષ્ક દેવો વડે અપહરાય છે.” તથા અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખંડો થાય તેટલા પર્યાપ્ત ચઉરિન્દ્રિય છે.
પહેલા દ્રવ્યપ્રમાણ દ્વારની બારમી ગાથામાં કહ્યું છે કે–પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયનો અનુક્રમે અંગુલના સંખ્યાતમા અને અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ વડે ભંગાયેલ પ્રતરનો અપહાર કરે છે.
અહીં અંગુલના સંખ્યાતમા ભાગની અપેક્ષાએ બસો છપ્પન અંગુલ સંખ્યાતગુણ જ થાય છે. આ પ્રમાણે વિચારતાં જ્યોતિષ્ક દેવોની અપેક્ષાએ જ્યારે પર્યાપ્ત ચઉરિન્દ્રિયો પણ સંખ્યાતગુણા જ ઘટે છે, તો પછી પર્યાપ્ત ચઉરિન્દ્રિયની અપેક્ષાએ સંખ્યામાં ભાગ પ્રમાણ ખેચર પંચેન્દ્રિય નપુંસકો માટે તો શું કહેવું ? અર્થાત્ તે પણ સંખ્યાતગુણા જ ઘટે, અસંખ્યાતગુણા નહિ. , કદાચ અહીં એમ કહેવામાં આવે કે–દેવ દેવીની વિવફા વિના જ સામાન્યતઃ જ્યોતિષ્કની અપેક્ષાએ વિચારીએ તો ખેચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગુણા ઘટે છે, પરંતુ જ્યોતિષ્ક દેવીની અપેક્ષાએ તો અસંખ્યાતગુણા જ ઘટે છે.
એ પ્રમાણે કહેવું તે પણ યોગ્ય નથી, કારણ કે તે તો શૂન્ય પ્રલાપ માત્ર જ છે, તે આ પ્રમાણે–જો દેવ પુરુષોની અપેક્ષાએ દેવીઓ અસંખ્યાતગુણી હોય તો કુલ દેવની સંખ્યામાંથી દેવ પુરુષની સંખ્યા બાદ કરતાં કેવળ દેવીની અપેક્ષાએ ખેચરપંચેન્દ્રિય નપુંસકો અસંખ્યાતગુણા ઘટી શકે. પરંતુ તેમ નથી. કારણ કે દેવીની અપેક્ષાએ દેવો બત્રીસમા ભાગે જ છે. એટલે દેવની કુલ સંખ્યામાંથી દેવપુરુષની સંખ્યા બાદ કરવા છતાં પણ જ્યોતિષ્ક દેવીથી ખેચર નપુંસકો સંખ્યાતગુણા જ થાય, અસંખ્યાતગુણા નહિ.
તથા બેચરપંચેન્દ્રિય નપુંસકોથી સ્થળચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગુણા છે. તેથી જળચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગુણા છે. તેઓથી પર્યાપ્ત ચઉરિન્દ્રિય સંખ્યાતગુણા છે. તેઓથી પર્યાપ્ત સંજ્ઞી અસંશીરૂપ બંને ભેટવાળા પંચેન્દ્રિયો વિશેષાધિક છે. તેઓથી પર્યાપ્ત બેઇન્દ્રિય વિશેષાધિક છે. તેઓથી પર્યાપ્ત વેઇન્દ્રિય વિશેષાધિક છે.
જો કે પર્યાપ્ત ચઉરિન્દ્રિયથી આરંભી પર્યાપ્ત બેઈન્દ્રિય સુધીના દરેક ભેદો અંગુલના સંખ્યાતમાં ભાગપ્રમાણ સૂચિશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખંડો થાય તેટલા સામાન્યથી કહ્યા છે. તો પણ અંગુલનો સંખ્યાતમો ભાગ સંખ્યાતા ભેદવાળો હોવાથી અને તે અનુક્રમે મોટો મોટો લેવાનો હોવાથી ઉપર જે અલ્પબદુત્વ કહ્યું છે, તે વિરુદ્ધ નથી. ૭૦ પંચ૦૧-૨૯