Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયાર
૨૨૯
વિશેષાધિક છે. તેઓથી પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય વિશેષાધિક છે. તેઓથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગુણા છે. ૭૪ હવે પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદાદિના સંબંધમાં કહે છે –
संखेज्जगुणा तत्तो पज्जत्ताणतया तओ भव्वा । पडिवडियसम्मसिद्धा वण बायर जीव पज्जत्ता ॥७५॥ संख्येयगुणाः ततः पर्याप्ताः अनन्ताः ततोऽभव्याः ।।
प्रतिपतितसम्यक्त्वाः सिद्धाः वनस्पतयः बादराः जीवाः पर्याप्ताः ॥७५॥
અર્થ–તેઓથી પર્યાપ્ત અનંતકાય સંખ્યાતગુણા, તેઓથી અભવ્ય અનંતગુણા, તેઓથી પ્રતિપતિત સમી અનંતગુણા, તેઓથી સિદ્ધો અનંતગુણા અને તેઓથી પર્યાપ્ત બાદર વનસ્પતિ જીવો અનંતગુણા છે.
ટીકાનુ–અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદોથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે.
જો કે અહીં અપર્યાપ્ત તેઉકાયથી આરંભી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદપર્યત સામાન્ય રીતે અન્યત્ર અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ કહેવાય છે. તોપણ અસંખ્યાતાના અસંખ્ય ભેદ હોવાથી અને ઉત્તરોત્તર મોટું મોટું અસંખ્યાતું લેવાનું હોવાથી ઉપરોક્ત અલ્પબદુત્વ કોઈપણ રીતે વિરુદ્ધ નથી. તેમજ મહાદંડકમાં પણ તેવો જ પાઠ છે. આ પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદોથી અભવ્યો અનંતગુણા છે. કેમ કે તેઓ જઘન્યયુક્ત અનંત પ્રમાણ છે. અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે| ‘ઉત્કૃષ્ટ પરિત્ત અનંતામાં એક રૂપ નાંખીએ એટલે જઘન્ય યુક્ત અનંત થાય. અભવ્ય જીવો તેટલા જ છે.”
તેઓથી પણ સમ્યક્તથી પડી મિથ્યાત્વ ગુણસ્થાનકે ગયેલા અનંતગુણા છે. તેઓથી સિદ્ધના જીવો અનંતગુણા છે. અને તેઓથી પર્યાપ્ત બાદર વનસ્પતિકાયના જીવો અનંતગુણા છે. ૭૫. - હવે સામાન્ય પર્યાપ્ત બાદરાદિના સંબંધમાં કહે છે –
किंचिहिया सामन्ना एए उ असंख वण अपज्जत्ता । एए सामनेणं विसेसअहिया अपज्जत्ता ॥७६॥ किञ्चिदधिकाः सामान्या एते तु असंख्येयगुणा वना अपर्याप्ताः ।
તે સામાન્ચન વિશેષાધિકા આપતા: IIછદ્દા . અર્થ તેઓથી સામાન્યપણે પર્યાપ્ત બાદર એકેન્દ્રિયો વિશેષાધિક, તેઓથી અપર્યાપ્ત બાદર વનસ્પતિકાય અસંખ્યાતગુણા, અને તેઓથી સામાન્ય અપર્યાપ્ત બાદર વિશેષાધિક છે.
ટીકાનુ–પર્યાપ્ત બાદર વનસ્પતિ જીવોથી સામાન્યપણે પર્યાપ્ત બાદર એકેન્દ્રિયજીવો