Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
આ પ્રમાણે તિર્યંચોમાં સર્વત્ર પોતપોતાની જાતિમાં પુરુષની અપેક્ષાએ સ્રીઓ સંખ્યાતગુણી એટલે ત્રણ ગુણી અને ત્રણ વધારે કહેવી, દરેક સ્થળે એમ જ કહેવાશે.
૨૨૪
ખેચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીઓથી સ્થલચર પુરુષો સંખ્યાત ગુણા છે, કારણ કે પ્રતરના મોટા અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાતી સૂચિશ્રેણિના પ્રદેશરાશિ પ્રમાણ તેઓ છે. તેઓથી પણ તેની સ્ત્રીઓ ત્રણ ગુણી અને ત્રણ વધારે છે.
તેઓથી પણ મત્સ્ય મગર આદિ જળચર પુરુષો સંખ્યાતગુણા છે, કારણ કે તેઓ પ્રતરના અતિમોટા અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાતી સૂચિશ્રેણિના આકાશપ્રદેશપ્રમાણ છે.
તેઓથી તેની સ્ત્રીઓ ત્રણગુણી અને ત્રણ વધારે છે,
તેઓથી પણ વ્યન્તર પુરુષો સંખ્યાતગુણા છે, કારણ કે તેઓ સંખ્યાતા કોડાકોડી યોજન પ્રમાણ સૂચિશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખંડો થાય તેટલા સામાન્યતઃ—પુરુષ અને સ્ત્રી બંને મળીને વ્યંતરો છે. અહીં તો કેવળ પુરુષની જ વિવક્ષા હોવાથી તેઓ સંપૂર્ણ સમૂહની અપેક્ષાએ બત્રીસમા ભાગથી એકરૂપ હીન છે. તેથી જળચર સ્ત્રીઓથી વ્યંતર પુરુષો સંખ્યાત ગુણા ઘટે છે. તેઓથી પણ વ્યન્તરીઓ બત્રીસ ગુણી અને બત્રીસ વધારે છે.
તેઓથી પણ જ્યોતિષ્ક પુરુષદેવો સંખ્યાતગુણા છે. સામાન્યતઃ જ્યોતિષ્ક દેવો બસો છપ્પન અંગુલપ્રમાણ સૂચિશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખંડો થાય તેટલા છે. માત્ર અહીં પુરુષ દેવની વિવક્ષા હોવાથી તેઓ પોતાના સંપૂર્ણ સમૂહની સંખ્યાની અપેક્ષાએ બત્રીસમા ભાગથી એકરૂપ ન્યૂન છે. તેથી વ્યંતરીઓથી જ્યોતિષ્ક પુરુષ દેવો સંખ્યાતગુણા ઘટે છે.
જ્યોતિષ્ક પુરુષદેવોથી તેની દેવીઓ બત્રીસગુણી અને બત્રીસ વધારે છે. કહ્યું છે કે— દેવોમાં સર્વત્ર બત્રીસગુણી અને બત્રીસ દેવીઓ હોય છે.' ૬૯
હવે નપુંસક ખેચર આદિના સંબંધમાં કહે છે
तत्तो नपुंसखहयर संखेज्जा थलयर जलयर नपुंसा । चउरिंदि तओ पणबिति इंदिय पज्जत्त किंचिहिया ॥७०॥
ततो नपुंसकखेचराः संख्येयगुणाः स्थलचरा जलचरा नपुंसकाः । चतुरिन्द्रियाः ततः पञ्चद्वित्रीन्द्रियाः पर्याप्ताः किञ्चिदधिकाः ॥७०॥
અર્થ—તેઓથી નપુંસક ખેચર સંખ્યાતગુણા છે. તેઓથી અનુક્રમે નપુંસક સ્થળચર અને જળચર ઉત્તરોત્તર સંખ્યાતગુણા છે, તેઓથી પર્યાપ્ત ચઉરિન્દ્રિય સંખ્યાતગુણા છે, તેઓથી પર્યાપ્ત પંચેન્દ્રિય, બેઇન્દ્રિય અને તેઇન્દ્રિય ઉત્તરર્વોત્તર અધિક અધિક છે.
ટીકાનુ—જ્યોતિષ્ઠ દેવીઓથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગુણા છે. કોઈ સ્થળે ‘તત્તો ય સંવ' એવો પાઠ છે તેમાં ‘‘ચ” શબ્દ સમુચ્ચયાર્થ સમજવો.
૧. મૂળ ટીકામાં આ પાઠ છે. તેમાં ‘તત્તો અસંવુ બ્રહ' એમ પાઠ છે.