Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૨૬
હવે અપર્યાપ્ત પંચેન્દ્રિયાદિના સંબંધમાં અલ્પબહુત્વ કહે છે— असंखा पण किंचिहिय सेस कमसो अपज्ज ओभओ । पंचेंदिय विसेसहिया चउतियबेइंदिया तत्तो ॥ ७१ ॥
• असंख्येया पञ्चेन्द्रियाः किञ्चिदधिकाः शेषाः क्रमशोऽपर्याप्ता उभये । पंचेन्द्रिया विशेषाधिकाश्चतुस्त्रिद्वीन्द्रियास्ततः ॥७१॥
પંચસંગ્રહ-૧
અર્થતેઓથી અપર્યાપ્ત પંચેન્દ્રિય અસંખ્યાતગુણા છે, તેઓથી અનુક્રમે અપર્યાપ્ત ચરિન્દ્રિયાદિ વિશેષાધિક છે. તેઓથી પર્યાપ્ત અપર્યાપ્ત પંચેન્દ્રિય વિશેષાધિક છે. તેઓથી પર્યાપ્ત અપર્યાપ્ત ચઉરિન્દ્રિય, તેઇન્દ્રિય અને બેઇન્દ્રિય ઉત્તરોત્તર વિશેષાધિક છે.
ટીકાનુ—પર્યાપ્ત તેઇન્દ્રિયથી અપર્યાપ્ત પંચેન્દ્રિય અસંખ્યાતગુણા છે. તેઓથી અપર્યાપ્ત ચરિન્દ્રિય વિશેષાધિક છે. તેઓથી અપર્યાપ્ત તેઇન્દ્રિય વિશેષાધિક છે. તેઓથી અપર્યાપ્ત. બેઇન્દ્રિય વિશેષાધિક છે.
જો કે અપર્યાપ્ત પંચેન્દ્રિયથી આરંભી અપર્યાપ્ત બેઇન્દ્રિય સુધીના દરેક ભેદો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખંડો થાય તેટલા સામાન્યથી કહ્યા છે, તોપણ અંગુલનો અસંખ્યાતમો ભાગ નાનો મોટો લેવાનો હોવાથી આ પ્રમાણે જે અલ્પબહુત્વ કહ્યું છે, તે કોઈ પણ રીતે વિરોધને પ્રાપ્ત થતું નથી.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે—હે પ્રભો ! સામાન્યતઃ ઇન્દ્રિયવાળા તેમજ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને પંચેન્દ્રિય પર્યાપ્તા અપર્યાપ્તામાંથી કોણ કોની તુલ્ય અલ્પ બહુ કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી અલ્પ પર્યાપ્ત ચઉરિન્દ્રિય છે, પર્યાપ્ત પંચેન્દ્રિય વિશેષાધિક છે, પર્યાપ્ત બેઇન્દ્રિય વિશેષાધિક છે, પર્યાપ્ત તેઇન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી અપર્યાપ્ત પંચેન્દ્રિય અસંખ્યાતગુણા છે, અપર્યાપ્ત ચઉરિન્દ્રિય વિશેષાધિક છે, અપર્યાપ્ત તેઇન્દ્રિય વિશેષાધિક છે, અને તેઓથી અપર્યાપ્ત બેઇન્દ્રિય વિશેષાધિક છે.' ઇત્યાદિ.
અપર્યાપ્ત બેઇન્દ્રિયથી પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ પંચેન્દ્રિયો વિશેષાધિક છે. તેઓથી પર્યાપ્ત અપર્યાપ્ત ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. તેઓથી પર્યાપ્ત અપર્યાપ્ત તેઇન્દ્રિય વિશેષાધિક છે. તેઓથી પણ પર્યાપ્ત અપર્યાપ્ત બેઇન્દ્રિય વિશેષાધિક છે.
પર્યાપ્ત અપર્યાપ્ત પંચેન્દ્રિયાદિના અલ્પબહુત્વ કહેવાના પ્રસંગે કહ્યું છે કે—‘પંચેન્દ્રિયો થોડા છે અને વિપરીતપણે ચરિન્દ્રિયથી બેઇન્દ્રિય પર્યંત વિકલેન્દ્રિયો વિશેષાધિક છે.' ૭૧
હવે પર્યાપ્ત બાદર વનસ્પતિકાયાદિના સંબંધમાં અલ્પબહુત્વ કહે છે— पज्जत्त बायर पत्तेयतरू असंखेज्ज इति निगोयाओ । पुढवी आउ वाउ बायरअपज्जत्तते तओ ॥ ७२ ॥
पर्याप्तबादरप्रत्येकतरवोऽसंख्येयगुणा इति निगोदाः । पृथिव्य आपो वायवो बादरापर्याप्ततेजांसि ततः ॥७२॥