Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૧૬
પંચસંગ્રહ-૧ કે—કોઈ કાળે એવું બને કે સંપૂર્ણ જીવલોકમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકને કોઈ પણ જીવો પ્રાપ્ત ન કરે તો ઉત્કૃષ્ટથી સાત દિવસ પર્યત પ્રાપ્ત કરતા નથી. ત્યારપછી અવશ્ય કોઈ ને કોઈ જીવ પ્રાપ્ત કરે છે.
એ રીતે દેશવિરતિ ગુણસ્થાનકને ચૌદ દિવસ પર્વત, અને સર્વવિરતિ ગુણસ્થાનકને પંદર દિવસ પર્યત પ્રાપ્ત કરતા નથી. અયોગીકેવળી ગુણસ્થાનકને છમાસ પર્યત કોઈપણ જીવ પ્રાપ્ત કરતા નથી ત્યારપછી અવશ્ય પ્રાપ્ત કરે છે. ૬૩
આ રીતે અંતરદ્વાર કહ્યું. હવે ભાગદ્વાર કહેવાનો અવસર છે. તે દ્વાર અલ્પબદુત્વકારની અંદર સમાઈ જાય છે. કારણ કે અમુક જીવો અમુક કરતાં સંખ્યાત, અસંખ્યાત કે અનંતગુણા કહે ત્યારે પૂર્વના જીવો સંખ્યાતમા, અસંખ્યાતમા કે અનંતમા ભાગે ઘટે છે, એટલે જુદું કહ્યું નથી. હવે ભાવદ્રાર કહે છે–
सम्माइ चउसु तिय चउ उवसममुवसंतयाण चउ पंच । चउ खीणाअपुव्वाणं तिन्नि उ भावावसेसाणं ॥१४॥ सम्यक्त्वादिषु चतुर्पु त्रयश्चत्वारः उपशमकोपशान्तानां चत्वारः पञ्च ।
चत्वारः क्षीणापूर्वयोः त्रयस्तु भावा अवशेषाणाम् ॥६४॥ અર્થ-અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ચાર ગુણસ્થાનકોમાં ત્રણ અથવા ચાર ભાવો હોય છે, ઉપશમક અને ઉપશાંતમોહમાં ચાર અથવા પાંચ ભાવો, ક્ષીણમોહ અને અપૂર્વકરણે ચાર, અને શેષ ગુણસ્થાનકોમાં ત્રણ ભાવો હોય છે.
ટીકાનુ-અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અપ્રમત્ત સુધીના ચાર ગુણસ્થાનકોમાં ત્રણ અથવા ચાર ભાવો હોય છે. તેમાં ત્રણ હોય તો ઔદયિક, લાયોપથમિક અને પરિણામિક એ ત્રણ હોય છે. અને ચાર હોય તો પૂર્વોક્ત ત્રણ સાથે ક્ષાયિક અથવા ઔપથમિક જોડતાં ચાર ભાવો થાય છે.
તેમાં મનુષ્યગતિ આદિ ગતિ, વેદ કષાય, આહારકત્વ, અવિરતિત્વ, વેશ્યા ઇત્યાદિ ઔદયિક ભાવે હોય છે, ભવ્યત્વ અને જીવત્વ પારિણામિક ભાવે હોય છે, મતિજ્ઞાનાદિ જ્ઞાન, ચક્ષુર્દર્શનાદિ દર્શન, ક્ષાયોપથમિક સમ્યક્ત અને દાનાદિ લબ્ધિ પંચક ઇત્યાદિ ક્ષાયોપથમિકભાવે હોય છે. ક્ષાયિક સમ્યક્ત ક્ષાયિકભાવે, અને ઔપથમિક સમ્યક્ત ઉપશમભાવે હોય છે.
અહીં એટલું સમજવું કે જ્યારે ત્રણ ભાવો વિવલીએ ત્યારે સમ્યક્ત ક્ષાયોપથમિક લેવું, અને ક્ષાયિક અથવા ઔપશમિક સહિત ચાર ભાવ વિવલીએ ત્યારે સમ્યક્ત ક્ષાયિક અથવા ઔપથમિક લેવું.
ઉપશમશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણ અનિવૃત્તિ બાદરભંપરાય અને સૂક્ષ્મસંપરાય તથા ઉપશાંતમોહ એ ચાર ગુણસ્થાનકે ચાર અથવા પાંચ ભાવો હોય છે. તેમાં ચાર હોય ત્યારે ઔદયિક, ઔપથમિક, પારિણામિક અને ક્ષાયોપથમિક એ ચાર હોય છે. •
તેમાં મનુષ્યગતિ, વેદ, કષાય, વેશ્યા આદિ ઔદયિકભાવે, જીવત્વ ભવ્યત્વ