Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયકાર
૨૧૭
પરિણામિક ભાવે, ઉપશમ સમ્યક્ત ઉપશમભાવે, અને જ્ઞાન દર્શન અને દાનાદિ લબ્ધિ આદિ ક્ષાયોપથમિક ભાવે હોય છે.
માત્ર દસમા અને અગિયારમા ગુણસ્થાનકે ઔદયિકભાવે વેદ અને કષાયો ન કહેવા, કારણ કે નવમા ગુણસ્થાનકે ઉપશમી ગયેલા હોવાથી ઉદયમાં હોતા નથી. ક્ષાયોપથમિક ભાવે વેદક સમ્યક્ત ન કહેવું, કારણ કે તે ચોથાથી સાતમા સુધી જ હોય છે. અને ઉપશમભાવે ઉપશમ ચારિત્ર વધારે કહેવું. - જ્યારે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણિ પર આરૂઢ થાય ત્યારે ક્ષાયિક ભાવે સાયિકસમ્યક્ત અને ઉપશમભાવે ઉપશમ ભાવનું ચારિત્ર હોય છે, અને શેષ ત્રણ ભાવે ઉપર કહ્યા પ્રમાણે હોય છે.
તથા ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરભંપરાય, સૂક્ષ્મપરાય અને ક્ષીણમોહ એ ગુણસ્થાનકે ચાર જ ભાવો હોય છે, કારણ કે ક્ષપકશ્રેણિમાં ઔપશમિકભાવનો અભાવ છે.
શેષ મિથ્યાદષ્ટિ, સાસ્વાદન સમ્યગ્દષ્ટિ, સમ્યમ્મિગ્લાદષ્ટિ, સયોગી કેવળી અને અયોગી કેવળી, એ ગુણસ્થાનકોમાં ત્રણ ભાવો જ હોય છે.
મિથ્યાષ્ટિ, સાસ્વાદન અને મિશ્રદષ્ટિને આ પ્રમાણે ત્રણ ભાવો હોય છે–ઔદયિક પારિણામિક અને ક્ષાયોપથમિક. તેમાં ગતિ, જાતિ, વેશ્યા, વેદ, કષાય વગેરે ઔદયિક ભાવે હોય છે. જીવત્વ અને ભવ્યત્વ એ પારિણામિક ભાવે હોય છે, અને કેટલાક મિથ્યાદૃષ્ટિ જીવોને જીવત્વ અને અભવ્યત્વ પારિણામિક ભાવે હોય છે અને મતિ અજ્ઞાન આદિ ત્રણ અજ્ઞાન ચક્ષુર્દર્શનાદિ ત્રણ દર્શન અને દાનાદિ પાંચ લબ્ધિ લાયોપથમિક ભાવે હોય છે.
સયોગી કેવળી અને અયોગીકેવળીમાં આ પ્રમાણે ત્રણ ભાવો હોય છે–ઔદયિક પારિણામિક અને ક્ષાયિક. તેમાં મનુષ્યગતિ આદિ ઔદાયિક ભાવે, ભવ્યત્વ અને જીવત્વ પારિણામિક ભાવે, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યક્ત ચારિત્ર અને પૂર્ણ દાનાદિ પાંચ લબ્ધિ એ સર્વ ક્ષાયિકભાવે હોય છે.
સિદ્ધ ભગવાનને ક્ષાયિક અને પરિણામિક એ બે જ જીવના સ્વરૂપ રૂપ ભાવો હોય છે. તેમાં કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવે અને જીવત્વ પારિણામિક ભાવે હોય છે, એ પણ સમજી લેવું.
- આ પ્રમાણે ગુણસ્થાનકોમાં ભાવો વિચાર્યા. તેને અનુસરી જીવસ્થાનકોમાં પણ પોતાની મેળે વિચારી લેવા.
૧. અગિયારમે ગુણસ્થાનકે ચારિત્ર મોહનીયની દરેક પ્રકૃતિઓ પૂર્ણપણે ઉપશમી ગયેલ હોવાથી ઉપશમ ભાવનું ચારિત્ર હોય છે, પરંતુ દસમા ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભનો ઉદય હોવાથી ઉપશમ ભાવનું ચારિત્ર હોતું નથી. પરંતુ ક્ષયોપશમભાવનું હોય છે, છતાં અહીં ઉપશમભાવનું લીધું છે તે અપૂર્ણને પૂર્ણ માની લીધું છે. કારણ કે ચારિત્ર મોહનીયની વીસ પ્રકૃતિઓ ઉપશમી ગયેલી છે. લોભનો પણ ઘણો ભાગ ઉપશમી ગયેલો છે, માત્ર અલ્પ અંશ જ બાકી છે. એટલે તેને પૂર્ણ માની લેવામાં કંઈ હરકત નથી. પંચ૦૧-૨૮