Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૧૮
પંચસંગ્રહ-૧
તેમાં શરૂઆતના બાર જીવસ્થાનકોમાં ઔદયિક, લાયોપથમિક અને પરિણામિક એ ત્રણ ભાવો હોય છે. આ સઘળા જીવસ્થાનકોમાં પહેલું જ ગુણસ્થાનક હોય છે. માત્ર કરણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયમાંથી કેટલાકને સાસ્વાદન હોય છે, તેથી, તેમાં પહેલા અને બીજા ગુણસ્થાનકોમાં જે રીતે ભાવો કહ્યા હોય તે રીતે સમજવા
- લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞીમાં પણ પૂર્વોક્ત જ ત્રણ ભાવો સમજવા. કરણ અપર્યાપ્ત સંજ્ઞીમાં ચોથા ગુણસ્થાનકનો પણ સંભવ હોવાથી જેઓએ દર્શન સપ્તકનો ક્ષય કર્યો હોય તેઓને ક્ષાયિક સમ્યક્ત, અને જેઓ ઉપશમશ્રેણિમાંથી કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં ગયેલા હોય તે દેવોને ઉપશમ સમ્યક્ત પણ હોઈ શકે છે. માટે ઔદયિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પરિણામિક અથવા ઔપથમિક, ઔદયિક, લાયોપથમિક અને પરિણામિક એમ ચાર ચાર ભાવો પણ હોય છે. ઉપરોક્ત બે સમ્યક્તમાંથી કોઈ પણ સમ્યક્ત ન હોય તો પૂર્વોક્ત ત્રણ ભાવો હોય છે. માત્ર સમ્યક્ત ક્ષાયોપથમિક હોય છે.
પર્યાપ્ત સંજ્ઞી જીવોમાં તો ગુણસ્થાનકના ક્રમે જે પ્રમાણે ભાવો કહ્યા છે તે પ્રમાણે તે સઘળા હોય છે, કારણ કે સંજ્ઞીમાં ચૌદ ગુણસ્થાનકનો સંભવ છે. ૬૪ " આ પ્રમાણે ભારદ્વાર કહ્યું. હવે અલ્પબહુવૈદ્વાર કહે છે–
थोवा गब्भयमणुया तत्तो इत्थीओ तिघणगुणियाओ । बायर तेउकाया तासिमसंखेज्ज पज्जत्ता ॥६५॥ स्तोका गर्भजमनुजाः ततः स्त्रियः त्रिघनगणिताः ।
बादरतेजस्कायाः ताभ्योऽसंख्येयगुणाः पर्याप्ताः ॥६५॥ અર્થ–ગર્ભજ મનુષ્યો થોડા છે, તેનાથી સ્ત્રીઓ ત્રણનો જેટલો ઘન થાય તેટલા ગુણી છે, અને તેનાથી બાદર પર્યાપ્ત તેઉકાયના જીવો અસંખ્યાત ગુણા છે.
ટીકાનુ–પુરુષરૂપ ગર્ભજ મનુષ્યો થોડા છે, કારણ કે તેઓ માત્ર સંખ્યાતા ક્રોડાક્રોડ પ્રમાણ છે.
અહીં સ્ત્રી સંબંધે નીચે કહેવાનું હોવાથી પુરુષો જ ગ્રહણ કર્યા છે.
પુરુષરૂપ ગર્ભજ મનુષ્યોથી તેની સ્ત્રીઓ ત્રણનો ઘન જેટલો થાય તેટલા ગુણી એટલે કે સત્તાવીસ ગુણી છે. માત્ર સત્તાવીસ વધારે છે એમ સમજવું.
વૃદ્ધ આચાર્યોએ કહ્યું છે કે–તિર્યંચ પુરુષોથી તિર્યંચ સ્ત્રીઓ ત્રણ ગુણી અને ત્રણ વધારે છે, મનુષ્ય પુરુષોથી મનુષ્ય સ્ત્રીઓ સત્તાવીસ ગુણી અને સત્તાવીસ વધારે હોય છે. અને દેવ પુરુષોથી દેવીઓ બત્રીસગુણી અને બત્રીસ વધારે હોય છે. એમ જેઓએ રાગદ્વેષનો જય કર્યો છે એવા વીતરાગીઓ કહ્યું છે.'
મનુષ્યરૂપ સ્ત્રીઓથી પર્યાપ્ત બાદર તેઉકાયના જીવો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ