________________
૨૧૪
પંચસંગ્રહ-૧ અહીં સઘળો મળી અંતર્મુહૂર્ત અધિક એકસો બત્રીસ સાગરોપમ વિરહકાળ થાય છે. તો ગાથામાં પરિપૂર્ણ એકસો બત્રીસ સાગરોપમ કેમ લીધા ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે અંતર્મુહૂર્ત એ અલ્પ કાળ હોવાથી વિવફા કરી નથી, માટે, કંઈ દોષ નથી.
તથા ઇતર સાસ્વાદન ગુણસ્થાનકથી આરંભી ઉપશાંતમોહ સુધીના દરેક ગુણસ્થાનકને ફરી પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ કાળ કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તન છે. કારણ કે સાસ્વાદનાદિ કોઈપણ ગુણસ્થાનકેથી પડી પહેલે ગુણસ્થાનકે આવનાર આત્મા ત્યાં વધારેમાં વધારે કંઈક ન્યૂન અર્ધ પુલ પરાવર્તન પર્યંત રહે છે. ત્યારપછી અવશ્ય ઉપરના ગુણસ્થાનકે જાય છે, તેથી તેટલું જ ઉત્કૃષ્ટ અંતર છે. ૬૧
આ પ્રમાણે એક જીવાશ્રિત ગુણસ્થાનકોમાં અંતરકાળ કહ્યો. હવે અનેક જીવાશ્રિત કહે છે–
वासपुहुत्तं उवसामगाण विरहो छमास खवगाणं । . .. नाणाजीएसु सासाणमीसाणं पल्लसंखंसो ॥६२॥ वर्षपृथक्त्वं उपशमकानां विरहः षड् मासाः क्षपकाणाम् ।
नानाजीवेषु सासादनमिश्रयोः पल्यासंख्यांशः ॥६२॥
અર્થ—ઉપશમેક-અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોનું અનેક જીવને આશ્રયી ઉત્કૃષ્ટ અંતર વર્ષ પથર્વ, ભપક અપૂર્વકરણાદિનું છ માસ, અને સાસ્વાદન તથા મિશ્રનું પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે..
ટીકાનુ—ઉપરની ગાથામાં એક જીવાશ્રિત ગુણસ્થાનકનો અંતરકાળ કહ્યો છે. આ ગાથામાં અનેક જીવાશ્રિત કહે છે. એટલે કે અયોગી આદિ ગુણસ્થાનકને કોઈપણ જીવ પ્રાપ્ત ન કરે તો કેટલો કાળ પ્રાપ્ત ન કરે તે કહે છે–
ઉપશમશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણથી આરંભી ઉપશાંતમોહ સુધીનાં કોઈપણ ગુણસ્થાનકનું અનેક જીવો આશ્રયી ઉત્કૃષ્ટ અંતર વર્ષ પૃથક્ત છે. તાત્પર્ય એ છે કે આ જગતમાં ઉપરોક્ત ચાર ગુણસ્થાનકમાં કોઈપણ જીવો સર્વથા ન હોય તો વર્ષ પૃથક્વ પર્યત હોતા નથી. ત્યારપછી કોઈ ને કોઈ જીવ તે ગુણસ્થાનકને અવશ્ય પ્રાપ્ત કરે છે.
૧. અહીં ત્રીજા ગુણસ્થાનકના અંતર્મુહૂર્ત માટે શંકા કરી પરંતુ પહેલી વારનો છાસઠ સાગરોપમકાળ પૂરવા બાવીસ બાવીસ સાગરોપમના આઉખે ત્રણ વાર અય્યત દેવલોકમાં જાય. અને બીજી વારનો છાસઠ સાગરોપમ કાળ પૂર્ણ કરવા તેત્રીસ તેત્રીસ સાગરોપમને આઉખે બે વાર વિજયાદિમાં જાય, તેમાં અશ્રુત અને વિજયાદિમાં જતા આવતા વચલા મનુષ્ય ભવના આયુષ્યના કાળ માટે કેમ શંકા ન કરી એવો પ્રશ્ન થાય તેના જવાબમાં પણ એમ જ લાગે છે કે તે તે ભવના આયુના કાળની પણ વિવક્ષા કરી નથી, એકસો બત્રીસ સાગરોપમ ઉપરનો એ બધો કાળ લેવાનો જ છે, કારણ કે ક્ષાયોપથમિક સમ્યક્તનો એકસો બત્રીસ સાગરોપમ કાળ બતાવતાં વચમાં થતા મનુષ્યભવનો કાળ લીધો જ છે, તેથી અહીં અંતરકાળમાં પણ તે કાળ લેવો જોઈએ, એમ લાગે છે.