________________
દ્વિતીયદ્વાર
૨૦૯
અર્થ–ઈશાન દેવલોક સુધીના દેવોનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે. સહસ્રારસુધીના, અશ્રુત સુધીના અને અનુત્તર સુધીના દેવોનું અનુક્રમે નવ દિવસ, નવ માસ અને નવા વર્ષનું અંતર છે.
ટીકાનુ આ ગાથામાં ભવનપતિ આદિ દેવોમાંથી અવી જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલા કાળે ફરી ભવનપતિ આદિ દેવમાં ઉત્પન્ન થાય, તે કહે છે.
ભવનપતિથી આરંભી ઈશાન દેવલોક સુધીનો કોઈપણ દેવ પોતાની દેવનિકાયમાંથી વી ફરી તે ભવનપતિ આદિમાં ઉત્પન્ન થાય તો તેનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે.
આટલું જઘન્ય અંતર શી રીતે ઘટે ? તે સંબંધમાં કહે છે–ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક સૌધર્મ અથવા ઈશાન કલ્પમાંથી કોઈપણ દેવતા મરણ પામી ગર્ભજ મસ્યાદિમાં ઉત્પન્ન થઈને સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી ત્યાં તીવ્ર ક્ષયોપશમના વશથી ઉત્પન્ન થયેલા જાતિસ્મરણાદિ વડે પૂર્વભવને અનુભવતો અથવા એવા જ પ્રકારના અન્ય કોઈ કારણ વડે–કારણ કે જીવની શક્તિ અચિંત્ય છે—ધર્મના સંબંધવાળી શુભ ભાવના ભાવતો ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત કાળે મરણ પામી ફરી તે જ પોતાની દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે. આવા કોઈ જીવ આશ્રયી જઘન્ય અંતર્મુહૂર્ત અંતરકાળ ઘટે છે.
કોઈ આત્મા અપર્યાપ્તાવસ્થામાં દેવગતિ યોગ્ય કર્મબંધ કરતો નથી. માટે પર્યાપ્તો ગ્રહણ કર્યો છે. પર્યાપ્તો થયા પછી એવા જ પ્રકારનાં ઉત્તમ નિમિત્તો મળે શુભ ભાવના વશથી અંતર્મુહૂર્તમાં જ દેવગતિ યોગ્ય કર્મ બાંધી મરણ પામી ઈશાન દેવલોક પર્યત ઉત્પન્ન થઈ શકે છે.
ઉત્કૃષ્ટ અંતર ભવનપતિ આદિમાંથી ચ્યવી વનસ્પતિ આદિમાં ભ્રમણ કરતાં આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયપ્રમાણ અસંખ્ય પુદ્ગલપરાવર્તનકાળ છે. રૈવેયક સુધીના ઉત્કૃષ્ટ અંતરનો વિચાર હવે પછીની ગાથામાં આચાર્ય મહારાજ સ્વયમેવ કહેશે, અહીં તો પ્રસંગથી જ કહ્યો છે.
હવે સનસ્કુમારાદિનું જઘન્ય અંતર કહે છે–સનકુમાર દેવલોકથી આરંભી સહમ્રાર દેવલોક સુધીના કોઈપણ દેવલોકમાંથી એવી ફરી પોતાના તે જ દેવલોકમાં ઉત્પન્ન થતા દેવોનું જઘન્ય અંતર નવ દિવસનું છે.
ઈશાન દેવલોક સુધીમાં જવા યોગ્ય પરિણામ અંતર્મુહૂર્વ આયુવાળાને પણ થઈ શકે છે. પરંતુ સનકુમારથી સહસ્ત્રાર સુધીમાં જવા યોગ્ય પરિણામ ઓછામાં ઓછા નવ દિવસના આયુવાળાને જ થઈ શકે છે. કેમ કે ઉપરના દેવલોકમાં જવાનો આધાર અનુક્રમે વિશુદ્ધ વિશુદ્ધ પરિણામ ઉપર છે. ચડતા ચડતા પરિણામનો આધાર વધારે વધારે મનની મજબૂતાઈ ઉપર છે, અને મનની મજબૂતાઈનો આધાર અનુક્રમે ઉંમરના વધવા ઉપર છે. એટલે અમુક ઉંમરવાળાને જ અમુક હદ સુધીના વિશુદ્ધ પરિણામ થઈ શકે છે, અને તે દ્વારા તે તે યોગ્ય કર્મ બાંધી અમુક દેવલોકપર્યત જઈ શકે છે. સનકુમારથી સહસ્ત્રાર દેવલોક સુધીમાં ઉત્પન્ન થવા યોગ્ય વિશુદ્ધ પરિણામ નવ દિવસના આયુવાળાને થઈ શકે છે, કેમ કે એટલા દિવસે તેનું મન એટલું મજબૂત પંચ૦૧-૨૭