Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૮
પંચસંગ્રહ-૧ નિગોદાણાને છોડી પ્રત્યેક શરીરમાં ઉત્પન્ન થઈ ફરી કાળાંતરે નિગોદમાં ઉત્પન્ન થતાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરનો અસંખ્યાતી ઉત્સપ્પિણી અવસપ્પિણી પ્રમાણ કાયસ્થિતિ વિરહકાળ સમજવો.
અસંજ્ઞીપણાને છોડી સંજ્ઞીમાં ઉત્પન્ન થઈ ફરી અસંજ્ઞીપણું પ્રાપ્ત કરતાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંજ્ઞીપણાનો કેટલાંક વર્ષ અધિક શત પૃથક્ત સાગરોપમ કાયસ્થિતિ પ્રમાણ અંતરકાળ છે.
નપુંસકપણાનો ત્યાગ કરી પુરુષ કે સ્ત્રીવેદીમાં ઉત્પન્ન થઈ ફરી નપુંસકદેવને પ્રાપ્ત કરતાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્ત્રીવેદ અને પુરુષવેદનો કાયસ્થિતિ પ્રમાણ અંતરકાળ છે. તેમાં સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળ પૂર્વકોટિ પૃથક્વ અધિક સો પલ્યોપમ પ્રમાણ, અને પુરુષવેદનો કાયસ્થિતિકાળ કંઈક અધિક શત પૃથક્ત સાગરોપમ પ્રમાણ સમજવો.
આ પ્રમાણે વનસ્પતિ અને અવનસ્પતિપણાનો પણ અંતરકાળ સમજવો. જેમ કે : વનસ્પતિપણું છોડી અન્ય અવનસ્પતિ-પૃથિવી આદિમાં ઉત્પન્ન થઈ ફરી વનસ્પતિપણું પ્રાપ્ત કરતાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અવનસ્પતિપણાનો અસંખ્યાતી ઉત્સપ્પિણી પ્રમાણ કાયસ્થિતિરૂપ અંતરકાળ સમજવો.
તથા અવનસ્પતિપણાનો ત્યાગ કરી વનસ્પતિમાં ઉત્પન્ન થઈ ફરી અવનસ્પતિપણું પ્રાપ્ત કરતાં જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાયનો અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તનરૂપ કાયસ્થિતિ અંતરકાળ સમજવો.
ગાથામાંનો “ચ” શબ્દ નહિ વસ્તુનો સમુચ્ચય કરતો હોવાથી જઘન્ય અંતર અંતર્મુહૂર્ત સમજવું.
આ પ્રમાણે પંચેન્દ્રિયનો અંતરકાળ અપંચેન્દ્રિયના કાયસ્થિતિકાળ પ્રમાણ અને અપંચેન્દ્રિયનો અંતરકાળ પંચેન્દ્રિયના કાયસ્થિતિકાળ પ્રમાણ સમજવો.
તથા મનુષ્યનો અમનુષ્ય કાયસ્થિતિ કાળ પ્રમાણ અને અમનુષ્યનો મનુષ્ય કાયસ્થિતિ કાળ પ્રમાણ ઉત્કૃષ્ટ અંતર કાળ સમજવો.
આ પ્રમાણે ગ્રંથના પૂર્વાપરનો વિચાર કરી પોતાની મેળે જ અંતરકાળ કહેવો. જઘન્ય સર્વત્ર અંતર્મુહૂર્ત વિરહકાળ સમજવો. ૫૮
આ રીતે મનુષ્ય સંબંધે એક જીવાશ્રિત અંતર કહીને હવે દેવગતિમાં અંતરકાળ કહે છે
आईसाणं अमरस्स अंतरं हीणयं महत्तंतो । आसहसारे अच्चुयणुत्तर दिण मास वास नव ॥५९॥ आईशानात् अमरस्यान्तरं हीनं मुहूर्तान्तः । । आसहस्रारात् आच्युतात् आनुत्तरान् दिनानि मासान् वर्षाणि नव ॥