Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર
૧૯૧
હવે બાદર પર્યાપ્ત એકેન્દ્રિયાદિની કાયસ્થિતિ કહે છે
बायरपज्जेगिदिय विगलाण य वाससहस्स संखेज्जा । अपज्जंतसुहुमसाहारणाण पत्तेगमंतमुहु ।४९॥ बादरपर्याप्तकेन्द्रियविकलानां च वर्षसहस्राणि संख्येयानि ।
अपर्याप्तसूक्ष्मसाधारणानां प्रत्येकमन्तर्मुहूर्त्तम् ॥४९॥ અર્થ–બાદર પર્યાપ્ત એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની છે. અપર્યાપ્ત, સૂક્ષ્મ, અને સાધારણ એ દરેકની કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે.
ટીકાનુ–વારંવાર પર્યાપ્ત બાદર એકેન્દ્રિયપણે ઉત્પન્ન થતા પર્યાપ્ત બાદર એકેન્દ્રિયની કાયસ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષની છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે – હે પ્રભો ! વારંવાર બાદર પર્યાપ્ત એકેન્દ્રિયપણે ઉત્પન્ન થતા બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો કાયસ્થિતિકાળ કેટલો હોય? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષનો હોય.
આ બાદર પર્યાપ્ત એકેન્દ્રિયની કાયસ્થિતિનો વિચાર સામાન્ય બાદર પર્યાપ્ત એકેન્દ્રિય જીવો આશ્રયી કર્યો છે. જો બાદર પર્યાપ્ત પૃથ્વીકાય એકેન્દ્રિય, બાદર પર્યાપ્ત અકાય એકેન્દ્રિય એમ એક એક આશ્રયી વિચાર કરીએ તો તેઓની કાયસ્થિતિ આ પ્રમાણે જાણવી.
કોઈ જીવ વારંવાર પર્યાપ્ત બાદર પૃથ્વીકાય થાય તો તે રૂપે ઉત્પન્ન થતાં પર્યાપ્ત બાદર પૃથ્વીકાયની કાયસ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષની છે.
આ પ્રમાણે બાદર પર્યાપ્ત અષ્કાય, બાદર પર્યાપ્ત વાયુકાય, અને પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયની પણ સ્વકીય સ્થિતિ જાણવી.
તથા બાદર પર્યાપ્ત તેઉકાયની જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા રાત્રિ દિવસની જાણવી.
- પન્નવણા સૂત્રમાં કહ્યું છે કે–હે પ્રભો ! બાદર પર્યાપ્ત પૃથ્વીકાયનો કાયસ્થિતિ કાળ કેટલો હોય ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષનો હોય છે.
એ પ્રમાણે અપ્લાયના વિષયમાં પણ સમજવું.
હે પ્રભો ! બાદર પર્યાપ્ત તેઉકાયનો કાળ કેટલો હોય ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાતા રાત્રિ-દિવસનો હોય છે.
બાદર પર્યાપ્ત વાયુકાય, અને પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયનો કાયસ્થિતિ કાળ કેટલો ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ હોય છે.
તથા વિકસેન્દ્રિય-બેઇન્દ્રિય તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિય એ દરેકનો કાયસ્થિતિકાળ જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષનો છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે–હે પ્રભો ! વારંવાર બેઇન્દ્રિયપણે ઉત્પન્ન થતા