Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયાર
૧૯૯
• વિત્ત સમયે તત્તઓ સમારિત્ત ..
आवलियासंखंसं अडसमय चरित्त सिद्धी य ॥५४॥ एकेन्द्रियत्वं सततं त्रसत्वं सम्यग्देशचारित्वम् ।
आवलिकासंख्येयांशं अष्टौ समयाः चारित्रं सिद्धत्वं च ॥५४॥ અર્થ–એકેન્દ્રિયપણે નિરંતર હોય છે. ત્રસપણું, સમ્યક્ત, દેશવિરતિ ચારિત્ર આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ પર્યત હોય છે. તથા સર્વવિરતિ ચારિત્ર અને સિદ્ધપણું નિરંતર આઠ સમયપર્યત હોય છે.
ટીકાનુ–અનેક જીવો આશ્રયી એકેન્દ્રિયપણે ઉત્પત્તિ નિરંતર હોય છે. એટલે કે એકેન્દ્રિયપણે ઉત્પન્ન થતા આત્માઓ હંમેશાં હોય છે, તેનો વિરહ નથી.
આ હકીકતને જ વધારે સ્કુટ કરે છે, તે આ પ્રમાણે–એકેન્દ્રિયો પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય. આ પૃથ્વીકાય આદિ એક એક ભેદમાં જીવો સર્વદા ઉત્પન્ન થતા હોય છે, તો પછી સામાન્યતઃ એકેન્દ્રિય જીવોમાં નિરંતર ઉત્પન્ન થાય એ હકીકત ઘટી જ શકે છે.
પૃથ્વીકાયાદિ દરેક હંમેશાં ઉત્પન્ન થતા હોય છે એ શી રીતે જાણવું? એના ઉત્તરમાં જણાવે છે કે સૂત્રના વચનથી જાણવું. તે સૂત્ર આ પ્રમાણે–
“હે પ્રભો ! પૃથ્વીકાયના જીવો વિરહ વિના કેટલો કાળ ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! વિરહ વિના દરેક સમયે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અપ્લાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય પણ દરેક સમયે વિરહ વિના ઉત્પન્ન થાય છે.
વળી શંકા કરે છે કે–પૃથ્વીકાયાદિ પ્રત્યેક સમયે ઉત્પન્ન થાય તો પ્રતિસમય કેટલા ઉત્પન્ન થાય ? તેના ઉત્તરમાં જણાવે છે કે–પૃથ્વી, અપુ, તેલ, અને વાયુ એ દરેક સમયે સમયે - અસંખ્યાતા લોકાકાશ પ્રદેશરાશિ પ્રમાણ ઉત્પન્ન થાય છે, અને વનસ્પતિકાય અનંત લોકાકાશ પ્રદેશરાશિ પ્રમાણ ઉત્પન્ન થાય છે. તેમાં પ્રત્યેક વનસ્પતિકાય અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ રાશિ પ્રમાણ અને સાધારણ વનસ્પતિકાય અનંત લોકાકાશ પ્રદેશ રાશિ પ્રમાણ ઉત્પન્ન થાય છે, એમ સમજવું.
કહ્યું છે કે –“એકેન્દ્રિયોમાં વિરહ વિના જ પ્રતિસમય મરણ અને જન્મ થાય છે. તેમાં વનસ્પતિકાય અનંત લોકપ્રમાણ અને શેષ ચાર કાયો અસંખ્ય લોકપ્રમાણ જન્મે છે અને મરે છે.”
પન્નવણા સૂત્રમાં પણ કહ્યું છે કે – હે પ્રભો ! પૃથ્વીકાયના જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! વિરહ સિવાય સમયે-સમયે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વાયુકાય પર્યત સમજવું. ' હે પ્રભો ! વનસ્પતિકાયના જીવો વિરહ સિવાય સમયે સમયે કેટલા ઉત્પન્ન થાય છે ?
ગૌતમ ! સ્વસ્થાન ઉપરાત આશ્રયી અનંતા અને પરસ્થાન ઉપપાત આશ્રયી અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.'