________________
પંચસંગ્રહ-૧
વ્યંતર દેવોના વિષયમાં પ્રશ્નના ઉત્તરમાં કે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.
૨૦૪
જ્યોતિ દેવો સંબંધે પ્રશ્નના ઉત્તરમાં કે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.
હે પ્રભોં ! સૌધર્મ કલ્પના દેવોમાં ઉત્પાદ આશ્રયી કેટલો વિરહકાળ કહ્યો છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.
ઈશાન દેવલોકના દેવોના વિષયમાં પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.
સનત્કુમાર દેવોના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ નવ રાત્રિદિવસ અને વીસ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.
માહેન્દ્ર દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર રાત્રિદિવસ અને દશ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.
બ્રહ્મ દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં કે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાડી બાવીસ દિવસ, લાંતક દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ પિસ્તાળીસ રાત્રિદિવસ, મહાશુક્ર દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં કે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એંસી રાત્રિદિવસ, સહસ્રાર દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સો રાત્રિદિવસ, આનત દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા માસ, પ્રાણત દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા માસ, આરણ દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ, અચ્યુત દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ, નીચલી ત્રણ ત્રૈવેયક દેવના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સો વર્ષ, મધ્યમ ત્રણ ત્રૈવેયક દેવના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ, ઉપરની ત્રણ ત્રૈવેયકના દેવના પ્રશ્નના ઉત્તરમાં કે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સો હજાર વર્ષ, વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત અનુત્તર દેવના પ્રશ્નના ઉત્તરમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો ઉત્પાદ આશ્રયી વિરહકાળ કહ્યો છે.
હે પ્રભો ! સર્વાર્થસિદ્ધ દેવો આશ્રયી કેટલો ઉત્પાદ વિરહ કહ્યો છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ વિરહકાળ કહ્યો છે.'
તથા સામાન્યતઃ નરકગતિમાં નિરંતર ઉત્પન્ન થતા નારકી જીવોનો ઉત્પાદ આશ્રયી કેટલો વિરહકાળ કહ્યો છે ! હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત કહ્યો છે. કહ્યું છે કે—‘હે પ્રભો ! નરકગતિમાં ઉત્પાદ આશ્રયી કેટલો વિરહકાળ કહ્યો છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.