________________
દ્વિતીયદ્વાર
૧૯૭
सास्वादनमिश्रा भवन्ति सन्तताः पल्यसंख्यैककालाः ।
उपशमका उपशान्ताः समयादन्तर्मुहूर्तम् ॥५२॥ અર્થ-સાસ્વાદન સમ્યગ્દષ્ટિ અને મિશ્રદષ્ટિ નિરંતર ઉત્કૃષ્ટ અને જઘન્યથી અનુક્રમે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ, અને એક જીવના કાળ પ્રમાણ કાળપર્યત હોય છે. ઉપશમક અને ઉપશાંતમોહ સમયથી અંતર્મુહૂર્ત કાળ પર્યત હોય છે.
ટીકાનુ–સાસ્વાદન સમ્યગ્દષ્ટિ અને મિશ્રદૃષ્ટિ એ દરેક ગુણસ્થાનક નિરંતર ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ કાળપર્વત હોય છે. અને જઘન્યથી એક જીવ આશ્રયી સાસ્વાદનનો એક સમય અને મિશ્રગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત જે જઘન્ય કાળ કહ્યો છે તેટલો કાળ અનેક જીવ આશ્રયી પણ હોય છે.
તાત્પર્યાર્થ આ પ્રમાણે અનેક જીવો સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તો તેનો જઘન્ય કાળ એક સમય છે. ઉપશમ સમ્યક્તનો જઘન્ય એક સમય કાળ શેષ રહે ત્યારે અનંતાનુબંધિ કષાયના ઉદયથી ત્યાંથી પડી તે એક સમય સાસ્વાદન ગુણસ્થાનકે રહી મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય અને બીજા સમયે કોઈપણ જીવો સાસ્વાદન ગુણસ્થાનકે ન આવે તો તે આશ્રયી જઘન્ય એક સમયકાળ ઘટે છે. અને નિરંતર અન્ય અન્ય જીવો સાસ્વાદન ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તો ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જે આકાશપ્રદેશો છે, તેનો સમયે સમયે અપહાર કરતાં જેટલો કાળ થાય, તેટલો કાળ એટલે કે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસપ્પિણી પ્રમાણ કાળ ઘટે છે. ત્યારપછી અવશ્ય અંતર પડે છે.
એ પ્રમાણે સમ્યમ્મિગ્લાદેષ્ટિ ગુણસ્થાનકનો અનેક જીવો આશ્રયી નિરંતર કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે. એટલે કે અનેક જીવો નિરંતર તૃતીય ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તો તેનો જઘન્ય કાળ અંતર્મુહૂર્તનો છે. કારણ કે તે ગુણસ્થાનકનો જઘન્યથી પણ તેટલો જ કાળ છે. અને ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશોને સમયે સમયે અપહાર કરતાં જેટલો કાળ થાય તેટલો કાળ ઘટે છે. અન્ય અન્ય જીવો તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તો તેટલો કાળ કરે છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે.
| ઉપશમક-ઉપશમ શ્રેણિની અંતર્ગત અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપરાય, અને સૂક્ષ્મ સંપરાય એ ત્રણ ગુણસ્થાનકો તથા ઉપશાંત-ઉપશાંતમોહ એ દરેકનો નિરંતર કાળ જઘન્ય એક સમય હોય છે. એક કે અનેક જીવો અપૂર્વકરણાદિ ગુણસ્થાનકે આવી તે તે ગુણસ્થાનકને સમયમાત્ર સ્પર્શી, મરણ પામે અને અન્ય જીવો તેમાં પ્રવેશ ન કરે તો જઘન્ય એક સમય કાળ ઘટે છે. તથા નિરંતર અન્ય અન્ય જીવો તે તે ગુણસ્થાનકોને પ્રાપ્ત કરે તોપણ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાળ પર્યત જ પ્રાપ્ત કરે છે. ત્યારપછી અવશ્ય અંતર પડે છે. પર હવે ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિનો નિરંતર કાળ કહે છે–
खवगा खीणाजोगी होंति अणिच्चावि अंतरमुहुत्तं । नाणाजीवे तं चिय सत्तहिं समयेहिं अब्भहियं ॥५३॥