________________
દ્વિતીયદ્વાર
૧૮૯ ત્રીજા આદેશવાદિના મતે બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિવાળી દેવીમાં ઉત્પન્ન થાય તો સૌધર્મ દેવલોકમાં સાત પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુવાળી પરિગૃહીતા દેવીમાં જ ઉત્પન્ન થાય. તેથી તેમના મતે પૂર્વ કોટિ પૃથક્વ અધિક ચૌદ પલ્યોપમ સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે.
ચોથા આદેશવાદિના મતે પચાસ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુવાળી સૌધર્મ દેવલોકની અપરિગૃહીતા દેવીમાં પૂર્વોક્ત પ્રકારે બે વાર દેવીપણે ઉત્પન્ન થાય. તેથી તેમના અભિપ્રાયે પૂર્વ કોટિ પૃથક્વ અધિક સો પલ્યોપમ સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ઘટે છે. આ ચોથો આદેશ જ ગ્રંથકાર મહારાજે ગ્રહણ કર્યો છે, કારણ કે પ્રાયઃ ઘણા આચાર્યોએ આ જ આદેશને માન્ય રાખ્યો છે.
હવે પાંચમા આદેશવાદિ આ પ્રમાણે કહે છે–અનેક ભવમાં ભ્રમણ કરવા વડે જો સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિનો વિચાર કરીએ તો પૂર્વ કોટિ પૃથક્વ અધિક પલ્યોપમ પૃથક્ત જ સંભવે છે, અધિક નહિ. તે આ પ્રમાણે–પૂર્વ કોટિ વરસના આયુવાળી નારી કે તિર્યંચગણીમાં સાત ભવપર્યત સ્ત્રીપણું અનુભવી આઠમા ભાવમાં દેવકુરુ કે ઉત્તરકુરમાં ત્રણ પલ્યોપમના આયુવાળી સ્ત્રીમાં ઉત્પન્ન થાય ત્યાંથી મરી સૌધર્મ કે ઈશાન દેવલોકમાં જઘન્ય આયુવાળી દેવામાં દેવીપણે ઉત્પન્ન થાય, ત્યારપછી અવશ્ય અન્ય વેદે ઉત્પન્ન થાય. આ રીતે પૂર્વ કોટિ પૃથક્વ અધિક પલ્યોપમ પૃથક્ત પ્રમાણ સ્ત્રીવેદની કાયસ્થિતિ સંભવે છે.
આ પ્રમાણે પાંચે આદેશોના અભિપ્રાયો કહ્યા. આ પાંચ આદેશોમાંના કોઈપણ આદેશના સત્યાસત્યનો નિર્ણય તો અતિશય જ્ઞાની અગર તો સર્વોત્કૃષ્ટ શ્રુતલબ્ધિસંપન્ન જ કરી શકે.
* આ આદેશો ભગવાન આર્યશ્યામ મહારાજના જ્ઞાનમાં ન હતા, માત્ર તે તે કાળની અપેક્ષાએ પૂર્વ પૂર્વના આચાર્ય મહારાજાઓએ તે તે કાળમાં થયેલા ગ્રંથોના પૂર્વાપરનો વિચાર કરી પોતાની બુદ્ધિને અનુસરી સ્ત્રીવેદની કાયસ્થિતિની પ્રરૂપણા કરી, તેથી તેઓના કોઈપણ મતને અસત્ય માનવો એ શક્ય નથી. તે હેતુથી તે સઘળા સૈદ્ધાંતિક આચાર્ય મહારાજાઓના મતોને ભગવાન આર્યશ્યામ મહારાજે ઉપદેશ્યા-સંગ્રહ્યા,
શંકા–સૂત્રમાં ગૌતમ મહારાજ પરમાત્મા મહાવીરને પૂછે છે કે–હે પ્રભો ! સ્ત્રીવેદનો સ્ત્રીવેદપણામાં નિરંતર કેટલો કાળ જાય? ત્યારે પ્રભુ કહે છે કે–હે ગૌતમ ! એક આદેશે પૂર્વ કોટિ પૃથક્વ અધિક એકસો દશ પલ્યોપમ કાળ જાય એમ કહી પાંચ આદેશો જણાવે છે. પરંતુ પરમાત્મા મહાવીર જયારે ઉત્તર આપતા હોય ત્યારે તેવા અનેક આદેશો ઘટી જ કેમ શકે ? કારણ કે તેઓ સર્વજ્ઞ છે. - ઉત્તર પ્રવચનને જાણનારા તે આચાર્યોએ પોતાના મત વડે સૂત્રને કહેતાં છતાં એટલે કે સૂત્રમાં પોતાનો મત કહેતા હોય છતાં પણ ગૌતમ ભગવાન પ્રશ્ન પૂછે છે, અને તેનો પરમાત્મા મહાવીર ઉત્તર આપે છે એ રૂપે કહ્યા છે. તેઓએ સૂત્રની એ શૈલી રાખી છે. આર્યશ્યામ મહારાજે પૂર્વની જે પ્રકારે સૂત્રરચના હતી તે કાયમ રાખીને તે જ પ્રકારે અહીં સૂત્રો લખ્યાં છે. જો એમ ન હોય તો સાક્ષાત્ ભગવાન જયારે ગૌતમ મહારાજને ઉત્તર આપે ત્યારે કોઈપણ પ્રકારના સંશયપૂર્વક કથન ઘટી શકે જ નહિ, કારણ કે ભગવાન સર્વજ્ઞ હોવાથી સઘળા