Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર
અધિક શતપૃથક્ક્સ સાગરોપમ સમજવા.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે—હે પ્રભો ! પુરુષવેદનો પુરુષવેદપણામાં કેટલો કાળ જાય ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી કંઈક અધિક શતપૃથક્ક્સ સાગરોપમ કાળ જાય.' તથા સંજ્ઞીપણાનો—સમનસ્કપણાનો નિરંતર કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી શતપૃથક્ક્સ સાગરોપમ છે. અસંશીમાં ન જાય અને ઉપરાઉપરી સંજ્ઞી જ થાય તો ઉત્કૃષ્ટ તેટલો કાળ થાય છે. તેટલો કાળ ગયા પછી અવશ્ય અસંશીપણું પ્રાપ્ત થાય છે.
૧૮૭
અહીં પણ શતપૃથક્ક્સ સાગરોપમ સાતિરેક સમજવું. પ્રજ્ઞાપનામાં તે પ્રમાણે જ કહ્યું છે. તે આ પ્રમાણે—
હે પ્રભો ! સંશી પંચેન્દ્રિયપણામાં કાળથી કેટલો કાળ જાય ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સાતિરેક શતપૃથક્ક્સ સાગરોપમ પ્રમાણ કાળ જાય.’
તથા સ્રીવેદ નિરંતર પ્રાપ્ત થાય જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથક્ત્વ અધિક સો પલ્યોપમ પર્યંત પ્રાપ્ત થાય છે. આત્મા ઉપરા ઉપરી સ્ત્રીવેદી જ થાય તો જઘન્ય ઉત્કૃષ્ટથી ઉપરોક્ત કાળ સંભવે છે, ત્યારપછી અવશ્ય વેદાંતર થાય છે.
તેમાં જઘન્યથી સમય કાળ શી રીતે સંભવે તેનો વિચાર કરે છે. કોઈ એક સ્ત્રી ઉપશમશ્રેણિમાં ત્રણે વેદના ઉપશમ વડે અવેદીપણું અનુભવી શ્રેણિથી પડતાં એક સમયમાત્ર સ્ત્રીવેદનો અનુભવ કરી બીજે સમયે કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થાય. શ્રેણીમાં કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતા હોવાથી અને ત્યાં પુરુષપણું જ પ્રાપ્ત થતું હોવાથી તે આશ્રયી સ્ત્રીવેદનો જઘન્ય એક સમય કાળ ઘટે છે.
સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ વિષયમાં ભગવાન્ આર્યશ્યામ મહારાજે પૂર્વ પૂર્વ આચાર્યોના મતભેદને બતાવતાં પાંચ આદેશો જણાવ્યા છે. તે આ પ્રમાણે—
‘હે પ્રભો ! સ્ત્રીવેદનો સ્ત્રીવેદપણામાં નિરંતર કેટલો કાળ હોય ? એક આદેશે—મતે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથક્ક્સ અધિક એકસો દશ પલ્યોપમ.
૧. સ્રીવેદનો જઘન્ય સમય કહ્યો તેમ પુરુષવેદનો કાળ ઘટે નહિ. કારણ કે અહીં પુરુષ છે અને શ્રેણિમાં મરણ પામી અનુત્તર વિમાનમાં જાય ત્યાં પણ પુરુષ જ થવાનો છે. અંતર્મુહૂર્ત એવી રીતે ઘટે કે કોઈ અન્યવેદિ પુરુષવેદમાં આવી અંતર્મુહૂર્ત રહી મરી અન્ય વેદે જાય. અંતર્મુહૂર્તથી આયુ અલ્પ ન હોય તેથી તેનો જધન્ય અંતર્મુહૂર્ત જ કાળ હોય છે. જો કે વેદની સ્વકાયસ્થિતિમાં દ્રવ્યની વિવક્ષા છે, ભાવની નથી. કારણ કે ભાવવેદ અંતર્મુહૂર્તે પરાવર્તન પામે છે. છતાં સ્ત્રીવેદનો જઘન્ય સ્વકાય સ્થિતિકાળ બતાવતા ભાવવેદ લીધો હોય તેમ લાગે છે, કારણ કે તે સિવાય સમયકાળ ઘટતો નથી.
૨. અહીં પુરુષપણું, સ્ત્રીપણું અને નપુંસકપણું દ્રવ્ય આશ્રયી લેવાનું છે એટલે કે પુરુષાદિનો આકાર નિરંતર એટલો કાળ પ્રાપ્ત થાય છે. પછી આકાર અવશ્ય ફરી જાય છે. કદાચ એમ કહેવામાં આવે કે એક ભવથી બીજા ભવમાં જતાં તો કોઈ આકાર હોતો નથી તો પછી ઉપરોક્ત કાળ કેમ ઘટે ? તેના ઉત્તરમાં સમજવું કે શરીર થયા પછી અવશ્ય થવાનો છે માટે માિિન ભૂતવવુપચાર: એ ન્યાયે ત્યાં પણ લેવાનો છે. જુઓ મૂળ ટીકા ગા૰ ૮૨