________________
૧૮૮
હોય છે.
પંચસંગ્રહ-૧
એક આદેશે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ અધિક અઢાર પલ્યોપમ. એક આદેશે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથક્સ્ડ અધિક ચૌદ પલ્યોપમ. એક આદેશે જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથક્ત્વ અધિક સો પલ્યોપમ. એક આદેશે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વક્રોડપૃથક્સ્ડ અધિક પલ્યોપમ પૃથક્ક્સ
આ પ્રમાણે સ્રીવેદના વિષયમાં પૂર્વાચાર્યોના પાંચ મતો છે. તે મતોનો અભિપ્રાય આ પ્રમાણે છે.
કોઈ આત્મા પૂર્વકોટિવર્ષના આયુવાળી મનુષ્યની સ્ત્રી કે તિર્યંચની સ્ત્રીમાં પાંચછ ભવો સ્ત્રીપણે અનુભવી ઈશાનદેવલોકમાં પંચાવન પલ્યોપમપ્રમાણ ઉત્કૃષ્ટ આયુવાળી અપરિગૃહીતા દેવીમાં દેવીપણે ઉત્પન્ન થાય, ત્યાંથી આયુ: ક્ષયે મરી ફરી પૂર્વકોટિવર્ષના આયુવાળી નારી કે તિર્યંચણીમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય. ત્યાંથી બીજી વાર ઈશાન દેવલોકમાં પંચાવન પલ્યોપમનાં આયુવાળી અપરિગૃહીતા દેવીમાં દેવીપણે ઉત્પન્ન થાય, ત્યારપછી અવશ્ય અન્ય વેદને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સ્ત્રીપણું પ્રાપ્ત કરનાર જીવ આશ્રયી પૂર્વકોટિપૃથક્ક્સ અધિક એક સો દશ પલ્યોપમની કાયસ્થિતિ સંભવે છે.
શંકા—જો દેવકુરુ કે ઉત્તરકુરુમાં ત્રણ પલ્યોપમના આયુવાળી સ્ત્રીમાં ઉત્પન્ન થાય તો પૂર્વોક્ત કાળથી અધિક કાયસ્થિતિ પણ સંભવે છે, તો શા માટે આટલી જ કહી ?
ઉત્તર—તમે જે કહ્યું તે અમારો અભિપ્રાય નહિ સમજતા હોવાથી અયુક્ત છે. કારણ કે દેવીમાંથી ચ્યવીને અસંખ્યવર્ષના આયુવાળી સ્ત્રીમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય જ નહિ. કેમ કે દેવયોનિમાંથી ચ્યવેલાનો અસંખ્યવર્ષના આયુવાળામાં ઉત્પત્તિનો નિષેધ છે.
કદાચ એમ કહેવામાં આવે કે અસંખ્યવર્ષના આયુવાળી સ્ત્રી ઈશાન દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુવાળી સ્ત્રીમાં ઉત્પન્ન થાય, તો તે પણ અયુક્ત છે. ઉત્કૃષ્ટ આયુવાળી યુગલિક સ્રી ઉત્કૃષ્ટ આયુવાળી દેવીમાં ઉત્પન્ન ન થાય. કેમ કે યુગલિયા અહીં જેટલું આયુ હોય તેટલા અગર તેથી ન્યૂન આઉખે જ દેવગતિમાં ઉત્પન્ન થાય પણ અધિક આઉખે ઉત્પન્ન થાય નહિ. તેથી ઉપ૨ કહ્યા પ્રમાણે કોઈ જીવ ભ્રમણ કરે તો જ સ્ત્રીવેદનો તેટલો કાળ સંભવે છે.
પ્રજ્ઞાપના ટીકાકાર મહારાજે પણ કહ્યું છે કે—‘અસંખ્યવર્ષના આયુવાળી યુગલિક સ્ત્રી દેવગતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરે નહિ.’
વાર
દ્વિતીય આદેશવાદિ આ પ્રમાણે કહે છે—પૂર્વકોટિ વર્ષના આયુવાળી નારી કે તિર્યંચણીમાં પાંચછ ભવો સ્રીવેદપણે અનુભવી પૂર્વોક્ત પ્રકારે ઈશાન દેવલોકમાં ઉત્કૃષ્ટસ્થિતિવાળી દેવીમાં ઉત્પન્ન થાય, તો અવશ્ય પરિગૃહીતા દેવીમાં જ ઉત્પન્ન થાય, પરંતુ અપરિગૃહીતા દેવીમાં ઉત્પન્ન ન થાય. તેમના મતે સ્રીવેદનો ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળ પૂર્વકોટિ પૃથક્ક્સ અધિક અઢાર પલ્યોપમ હોય છે. પરિગૃહીતાનું ઉત્કૃષ્ટ આયુ નવ પલ્યોપમ હોવાથી બે ભવના અઢાર પલ્યોપમ થાય છે.