________________
દ્વિતીયદ્વાર
૧૮૫ આ જ પ્રમાણે વનસ્પતિકાયની કાયસ્થિતિનો વિચાર કરતાં ક્ષેત્રથી જે અનંતલોક કહ્યા છે, તે સંબંધમાં પણ સમજવું. એટલે કે અનંતલોકાકાશમાં રહેલા આકાશપ્રદેશોમાંથી સમયે સમયે એક એકનો અપહાર કરતાં જેટલી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ જાય, તેટલી ઉત્સપ્પિણી અવસર્પિણી પ્રમાણ કાળ વનસ્પતિકાયનો વનસ્પતિકાયરૂપે રહેવાનો સમજવો.
તથા વારંવાર ત્રસકાય-બેઈન્દ્રિયાદિરૂપે ઉત્પન્ન થતા ત્રસોની કાયસ્થિતિ બે હજાર સાગરોપમ પ્રમાણ છે. માત્ર કેટલાંક વર્ષ વધારે સમજવાં.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો ! ત્રસકાય જીવો ત્રસકાયપણે કેટલો કાળ હોય ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમ હોય.”
તથા પંચેન્દ્રિયજીવોની કાયસ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી કેટલાંક વર્ષ અધિક એક હજાર સાગરોપમ પ્રમાણ છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં તેટલી જ કહી છે. તે ગ્રંથના પાઠનો અર્થ આ–હે પ્રભો ! પંચેન્દ્રિય જીવો પંચેન્દ્રિયપણામાં કેટલો કાળ હોય = રહે? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી કેટલાંક વર્ષ અધિક એક હજાર સાગરોપમ હોય છે.
તથા પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત અથવા આઠ ભવની છે. તેમાં ઉપરાઉપરી મનુષ્યના અથવા તિર્યંચના ભવ થાય તો સાત ભવ સંખ્યાત વર્ષના આયુવાળા થાય, અને આઠમો ભવ અસંખ્ય વર્ષના આયુવાળા યુગલિયાનો જ થાય.
તે આ પ્રમાણે–પર્યાપ્તા મનુષ્યો અથવા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો નિરંતર અનુક્રમે પર્યાપ્ત મનુષ્યના અથવા પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચના સાત ભવ અનુભવી, આઠમા ભવમાં જો તે પર્યાપ્ત મનુષ્ય કે પર્યાપ્ત સંશી તિર્યંચ થાય તો અનુક્રમે અવશ્ય અસંખ્ય વર્ષના આયુવાળા યુગલિક મનુષ્ય અથવા યુગલિક તિર્યંચ થાય. પરંતુ સંખ્યાતાવર્ષના આયુવાળા ન થાય. અસંખ્યાતા વર્ષના આયુવાળા યુગલિકો મરણ પામી દેવલોકમાં જ ઉત્પન્ન થતા હોવાથી નવમો ભવ પર્યાપ્ત મનુષ્યનો કે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનો ન જ થાય. આ હેતુથી પાછળના સાત ભવો નિરંતર થાય તો સંખ્યાતા વર્ષના આયુવાળા જ થાય. વચમાં અસંખ્ય વર્ષના યુવાનો એક પણ ભવ ન થાય. કારણ કે અસંખ્ય વર્ષના આયુવાળા ભવની પછી તરત જ મનુષ્ય ભવનો કે તિર્યંચ ભવનો અસંભવ છે. આ પ્રમાણે જેઓ ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિ પૂર્ણ કરે તેઓ આશ્રયી સમજવું. ૪૬
હવે ઉપર જે મનુષ્ય અને તિર્યંચના સાત આઠ ભવો કહ્યા, તેનું ઉત્કૃષ્ટથી કાળનું પ્રમાણ કહે છે–
૧. ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ વર્ષના આયુવાળા સંખ્યાત વર્ષના આયુવાળા ગણાય છે અને તેનાથી સમય ' પણ અધિક આયુવાળા અસંખ્ય વર્ષના આયુવાળા ગણાય છે. આ આયુ માટે પરિભાષા છે. , પંચ૦૧-૨૪