Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર
૧૮૩
તેને સમય માત્ર અનુભવી, અન્ય કોઈ સૂક્ષ્મ સંપાયે આવી તેને સમયમાત્ર સ્પર્શી અન્ય કોઈ ઉપશાંતમોહ ગુણસ્થાનકને પ્રાપ્ત કરી તેને સમયમાત્ર અનુભવી કાળધર્મ પામી બીજે સમયે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેઓને મનુષ્યાયુના ચરમ સમય પર્યત અપૂર્વકરણાદિ ગુણસ્થાનકો પ્રાપ્ત થાય છે. અને દેવપણામાં ઉત્પન્ન થયેલા તેઓને પહેલે સમયે જ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ઉપરોક્ત ચાર ગુણસ્થાનકોમાંથી કોઈપણ ગુણસ્થાનકમાં સમયમાત્ર રહી કાળધર્મ પામે તો તે અપેક્ષાએ તે તે ગુણસ્થાનકનો સમયમાત્ર કાળ સંભવે છે.
અંતર્મુહૂર્ણકાળ કઈ રીતે હોય તેનો વિચાર તો સુગમ છે. કારણ કે અપૂર્વકરણાદિ સઘળાં ગુણસ્થાનકોનો અંતર્મુહૂર્તનો કાળ હોવાથી અંતર્મુહૂર્ત પછી અન્ય ગુણસ્થાનકે જાય તેથી અથવા મરણ પ્રાપ્ત કરે તેથી તેઓનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત ઘટે છે.
ક્ષપકશ્રેણિમાં અપૂર્વકરણાદિ દરેક ગુણસ્થાનકોનો એક સરખો અંતર્મુહૂર્તનો જ કાળ છે. કારણ કે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયેલા આત્માઓ સઘળાં કર્મોનો ક્ષય કર્યા વિના મરણ પામતા નથી.
ક્ષીણમોહ ગુણસ્થાનકનો અને ભવસ્થ અયોગી કેવળીનો અજઘન્યોત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાળ છે. તેમાં ક્ષીણમોહીનું મરણ થતું નથી તેથી તે ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત રહી જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતિ કર્મોનો ક્ષય કરી સયોગી કેવળી ગુણસ્થાનકે જાય છે. તેથી તેનો કાળ એક સરખો અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. અને ભવસ્થ અયોગી કેવળી પાંચ હૃસ્વાક્ષર ઉચ્ચારતાં જેટલો કાળ થાય તેટલો કાળ ત્યાં રહી સઘળા અઘાતિ કર્મોનો ક્ષય કરી મોક્ષમાં જાય છે. તેથી તેનો કાળ પાંચ હસ્તાક્ષર ઉચ્ચારતાં જેટલો કાળ થાય તેટલો છે.
- સયોગી કેવળીનો દેશવિરતિ ગુણસ્થાનકના જેટલો કાળ છે. જઘન્યથી અંતર્મુહૂર્ત, - ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ, તેમાં અંતગડ કેવળી આશ્રયી અંતર્મુહૂર્તનો કાળ છે.
મદેવા માતાની જેમ છેલ્લા અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણિ માંડી ઘાતિ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં જનાર અંતગડ કેવળી કહેવાય છે. ' હવે દેશોન પૂર્વકોટિ શી રીતે હોય ? તે કહે છે–પૂર્વકોટિ વરસના આયુવાળો કોઈ આત્મા સાત માસ ગર્ભમાં રહી પ્રસવ થયા બાદ આઠ વર્ષ પછી ચારિત્ર પ્રાપ્ત કરી શીધ્ર કેવળજ્ઞાન ઉત્પન્ન કરે, એવા પૂર્વકોટિ વર્ષના આયુવાળાની અપેક્ષાએ તેરમા ગુણસ્થાનકનો દેશોન પૂર્વકોટિ કાળ સંભવે છે. ૪૫
૧. જે સમયે પૂર્વજન્મનું આયુ પૂર્ણ થાય તે પછીના સમયથી જ પછીના જન્મનું આયુ શરૂ થાય છે. વિગ્રહગતિમાં કે ગર્ભમાં જ કાળ ગુમાવે છે, તે પછીના જન્મનો જ ગુમાવે છે. એટલે અહીં સાત માસ કે નવ માસ ગર્ભના અને પ્રસવ થયા પછીના જે આઠ વર્ષ કહ્યાં તે પૂર્વકોટી અંતર્ગત જ સમજવાં. ગાથા ૪૩ની ટીકામાં ગર્ભના નવ માસ લખ્યા અને આ ગાથાની ટીકામાં સાત માસ લખ્યા. પણ સાત માસ લેવાથી ગુણસ્થાનકનો કાળ બે માસ વધારે આવે છતાં ગર્ભના નવ માસ લખ્યા તે બહુલતાની દૃષ્ટિએ લાગે છે.