Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૮૨
પંચસંગ્રહ-૧
સ્થાનકો પ્રત્યેક અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. યથાર્થ મુનિપણામાં વર્તતો મુનિ જ્યાં સુધી ઉપશમશ્રેણિ અથવા ક્ષપકશ્રેણિ પર ન ચડે ત્યાં સુધી જીવસ્વભાવે સંક્લેશ સ્થાનોમાં અંતર્મુહૂર્ત રહી વિશુદ્ધિસ્થાનકોમાં જાય, અને વિશુદ્ધિસ્થાનકોમાં અંતર્મુહૂર્ત રહી સંક્લેશસ્થાનકોમાં જાય છે. તથાસ્વભાવે દીર્ઘકાળ પર્યત સંક્લેશસ્થાનકોમાં રહેતો નથી, તેમ દીર્ઘકાળ પર્યત વિશુદ્ધિસ્થાનકોમાં પણ રહી શકતો નથી. તેથી પ્રમત્તપણામાં અને અપ્રમત્તપણામાં દેશાનપૂર્વકોટિ પર્યત પરાવર્તન કર્યા કરે છે. તે હેતુથી પ્રમત્ત ભાવ અથવા અપ્રમત્ત ભાવ એ પ્રત્યેક અંતર્મુહૂર્ત કાળ પર્યત જ હોય છે, વધારે કાળ હોતા નથી.
શતકની બૃહચુર્ણિમાં કહ્યું છે કે –“આ પ્રમાણે સંક્લિષ્ટ પરિણામવાળો કે વિશુદ્ધ પરિણામવાળો મુનિ અંતર્મુહૂર્તકાળ સુધી જ હોય છે, વધારે કાળ હોતો નથી. તેથી સંક્લિષ્ટ પરિણામવાળો પ્રમત્ત મુનિ સંક્લેશસ્થાનકોમાં અંતર્મુહૂર્ત પર્યત હોય છે, અને વિશુદ્ધ પરિણામવાળો અપ્રમત્ત મુનિ વિશુદ્ધિસ્થાનકોમાં અંતર્મુહૂર્ત પર્યત હોય છે.'
પ્રશ્ન–આ પ્રમાણે પ્રમત્તપણામાં અને અપ્રમત્તપણામાં કેટલો કાળ પરાવર્તન કરે ?
ઉત્તર–પ્રમત્ત તેમ જ અપ્રમત્તપણામાં દેશોને પૂર્વકોટિ પર્વત પરાવર્તન કરે છે. પ્રમત્તે અંતર્મુહૂર્ત રહી અપ્રમત્તે, અપ્રમત્તે અંતર્મુહૂર્ત રહી પ્રમત્તે એમ ક્રમશઃ દેશોના પૂર્વ કોટિ પર્વત ફર્યા કરે છે.
અહીં ગર્ભના કંઈક અધિક નવમાસ અને પ્રસવ થયા પછી આઠ વર્ષ જીવસ્વભાવે વિરતિ પરિણામ થતા નહિ હોવાથી અને તેટલો કાળ પૂર્વકોટિ આયુમાંથી ઓછો કરવાનો હોવાથી દેશોન પૂર્વકોટિ કાળ કહ્યો છે. હવે બાકીનાં ગુણસ્થાનકોને એક જીવ આશ્રયી કાળ કહે છે–
समयाओ अंतमुहू अपुव्वकरणा उ जाव उवसंतो । खीणाजोगीणंतो देसस्सव जोगिणो कालो ॥४५॥ समयादन्तर्मुहूर्त्त अपूर्वकरणात्तु यावदुपशान्तः ।
क्षीणायोगिनोरन्तर्मुहूर्त देशस्येव योगिनः कालः ॥४५॥ અર્થ—અપૂર્વકરણથી ઉપશાંતમોહ સુધીનાં ગુણસ્થાનકો સમયથી આરંભી અંતમુહૂર્તપર્યત હોય છે. ક્ષીણ કષાય અને અયોગીના પણ અંતર્મુહૂર્ત કાળ છે. અને દેશવિરતિની જેમ સયોગી કેવળી અંતર્મુહૂર્ત પર્વત હોય છે, અને ક્ષીણમોહ અને અયોગી ગુણસ્થાનકનો કાળ છે.
ટીકાનુ–અપૂર્વકરણ, અનિવૃત્તિબાદરભંપરાય, સૂક્ષ્મસંપરાય અને ઉપશાંતમોહ એ દરેક ગુણસ્થાનક સમયથી આરંભી અંતર્મુહૂર્ત પર્યત હોય છે, તેથી તે દરેક ગુણસ્થાનકનો જઘન્ય સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાળ છે.
તેમાં પ્રથમ સમય પ્રમાણ કાળ કઈ રીતે હોય તેનો વિચાર કરે છે–કોઈ એક આત્મા ઉપશમશ્રેણિમાં એક સમય માત્ર અપૂર્વકરણપણાને અનુભવી, અન્ય કોઈ અનિવૃત્તિકરણે આવી