________________
પંચસંગ્રહ-૧
મનુષ્યભવમાં આવી જ્યાં સુધી સર્વવિરતિ આદિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી અવિરતિપણામાં જ રહે, તેથી આવા સ્વરૂપવાળા કોઈક વેદક અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માને મનુષ્યભવના કેટલાક વર્ષ અધિક તેત્રીસ સાગરોપમનો કાળ ઘટે છે.
૧૮૦
દેશવિરતિ આત્મા જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ પર્યંત હોય છે. તેથી પાંચમા ગુણસ્થાનકનો તેટલો કાળ છે.
તેમાં અંતર્મુહૂર્તની ભાવના આ પ્રમાણે—કોઈ એક અવિરતાદિ આત્મા અંતર્મુહૂર્ત પર્યંત દેશવિરતિ ગુણસ્થાનકે રહી અવિરતિ આદિને પ્રાપ્ત કરે અગર પ્રમત્તાદિ ગુણસ્થાનકે જાય તેને આશ્રયી અંતર્મુહૂર્વકાળ ઘટે છે. જઘન્યથી પણ તેટલો કાળ રહી અવિરતિપણાને કે સર્વવિરતિ ભાવને પ્રાપ્ત કરે છે, તે પહેલાં નહિ.
દેશોન પૂર્વકોટિની ભાવના આ પ્રમાણે છે—કોઈક પૂર્વકોટિ વરસના આયુવાળો આત્મા ગર્ભમાં કંઈક અધિક નવ માસ રહે. ત્યારબાદ પ્રસવ થયા પછી પણ આઠ વરસ પર્યંત દેવરિત અથવા સર્વવિરતિને પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે જીવસ્વભાવે આઠ વરસથી નીચેની વયવાળાને દેશિવરતિ અગર સર્વવિરતિને યોગ્ય પરિણામ થતા નથી. તેથી તેટલા કાળપર્યંત કોઈપણ જાતનું ચારિત્ર પ્રાપ્ત થતું નથી એટલે તેટલું આયુ વીત્યા બાદ જેઓ દેશવિરતિ પ્રાપ્ત કરે તેઓ આશ્રયી દેશવિરતિ ગુણસ્થાનકનો દેશોન પૂર્વકોટિ કાળ ઘટે છે, અધિક ઘટતો નથી. કારણ કે પૂર્વકોટિથી અધિક આયુવાળા યુગલિયા હોય છે, તેઓને તો વિરતિના પરિણામ જ થતા નથી, તેઓને માત્ર ચાર જ ગુણસ્થાનક હોય છે.
ઉપર કહ્યું કે પ્રસવ થયા પછી આઠ વર્ષ પર્યંત જીવસ્વભાવે દેશથી અથવા સર્વથી વિરતિ પરિણામ થતા નથી. ત્યારપછી જ થાય છે, તેથી ભગવાન વજસ્વામીના વિષયમાં દોષનો પ્રસંગ આવશે. કારણ કે ભગવાન વજ્રસ્વામીએ છ માસની ઉંમરમાં જ ભાવથી સર્વસાવદ્યવિરતિ પ્રાપ્ત કરી છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે. સૂત્રમાં કહ્યું છે કે—
‘છ માસની ઉંમરવાળા ષડ્ જીવનિકાયમાં પ્રયત્નવાળા, માતાસહિત ભગવાન વજ્રસ્વામીને હું વાંદું છું.’
આ પ્રમાણે હોવાથી પૂર્વોક્ત નિયમમાં આવેલા વિરોધના જવાબમાં કહે છે કે—તમે જે કહ્યું તે સત્ય છે. પરંતુ ભગવાન વજ્રસ્વામીને બાલ્યાવસ્થામાં પણ ભાવથી ચારિત્રની પ્રાપ્તિ આશ્ચર્યરૂપ છે, અને આવી રીતે ચારિત્રની પ્રાપ્તિ કાદાચિત્કી—કોઈ વખતે જ થનારી હોય છે માટે અહીં કોઈ દોષ નથી.
વળી શંકા કરે છે કે—ભગવાન્ વજસ્વામીને બાલ્યાવસ્થામાં પણ ભાવથી ચારિત્રની પ્રાપ્તિ થઈ તેવી ચારિત્રની પ્રાપ્તિ કોઈક વખત જ થનારી હોય છે એમ તમે શી રીતે જાણો છો ? તેના ઉત્તરમાં કહે છે—પૂર્વાચાર્ય મહારાજના વ્યાખ્યાન અમે જાણીએ છીએ કે ભગવાન્ વજ્રસ્વામીને ચારિત્રની પ્રાપ્તિ આશ્ચર્યભૂત છે.
પંચવસ્તુ ગ્રંથમાં જ્યાં પ્રવ્રજ્યાની પ્રાપ્તિ કાળના નિયમનો વિચાર કર્યો છે ત્યાં કહ્યું છે — "तयहो परिहवखेत्तं, न चरणभावोवि पायमेएसि । आहच्च भावकहगं सुत्तं पुण होइ नायव्वं