Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૬
પંચસંગ્રહ-૧
ચૌદ જીવસ્થાનક
જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે જે આત્માના સ્વાભાવિક ગુણ છે, તેઓને ઓછા કે વધુ પ્રમાણમાં રહેવાનું જે સ્થાન તે ગુણસ્થાન.
સૂક્ષ્મતાની દૃષ્ટિએ દરેક આત્માઓમાં જ્ઞાનાદિક ગુણોનું ભિન્ન સ્વરૂપ હોવાથી વાસ્તવિક રીતે અનંત અથવા અસંખ્યાત ગુણસ્થાનકો કહી શકાય. પરંતુ સ્થૂલ દૃષ્ટિએ શાસ્ત્રકારોએ ચૌદ ગુણસ્થાનકો બતાવેલ છે.
(૧) મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક—સર્વજ્ઞ પરમાત્માએ કહેલ જીવાદિક તત્ત્વોમાં મિથ્યા વિપરીત, દૃષ્ટિ = માન્યતા જેઓને હોય તે મિથ્યાર્દષ્ટિ, તેવા જીવોના જ્ઞાનાદિ ગુણોને રહેવાનું સ્થાન તે મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક.
=
જો કે અહીં સર્વજ્ઞ પરમાત્માએ કહેલ જીવ-અજીવાદિ પદાર્થોમાં વિપરીત માન્યતા છે છતાં આ મનુષ્ય છે, પશુ છે, એમ યાવત્ નિગોદાવસ્થામાં પણ અવ્યક્ત સ્પર્શવિષયક યથાર્થ જ્ઞાન હોય છે તેથી મિથ્યાર્દષ્ટિને પણ ગુણસ્થાનક કહેવાય છે.
શંકા—સર્વજ્ઞ પરમાત્માએ કહેલ જીવાદિક તત્ત્વોમાં વિપરીત દૃષ્ટિ હોવાથી મિથ્યાર્દષ્ટિ કહો છો તો લૌકિક દૃષ્ટિએ અવિપરીત માન્યતા હોવાથી સમ્યગ્દષ્ટિ શા માટે નહિ ?
સમાધાન—સર્વજ્ઞકથિત સંપૂર્ણ દ્વાદશાંગીને માનવા છતાં તેના એક પણ પદાર્થને ન માનનારને સર્વજ્ઞનાં વચનો પ્રત્યે વિશ્વાસનો અભાવ હોવાથી મિથ્યાર્દષ્ટિ કહેવામાં આવે છે, તો સર્વજ્ઞ પ્રભુનાં વચનો ઉપર લેશ માત્ર પણ શ્રદ્ધા ન હોય તેઓને તો સમ્યગ્દષ્ટિ ન જ કહેવાય, મિથ્યાદષ્ટિ જ કહેવાય.
તે મિથ્યાત્વ અભિગ્રહાદિક પાંચ પ્રકારે છે.
(૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક—જેમ ક્ષીરાદિકનું ભોજન કર્યા પછી તેના પ્રત્યે અરુચિ થવાથી તેનું વમન કરતા જીવને ક્ષીરાદિકનો સ્વાદ આવે છે, તેમ ઉપશમ સમ્યક્ત્વમાં વર્તતા જીવને અનંતાનુબંધિનો ઉદય થવાથી સમ્યક્ત્વ પ્રત્યે અરુચિ થવાથી સમ્યક્ત્વરૂપી ગુણથી પડતાં તે ગુણનો જે આસ્વાદ આવે તે આસ્વાદન, અને તેવા આસ્વાદયુક્ત જીવનું જે ગુણસ્થાનક જે તે સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક અથવા સમ્યક્ત્વના લાભનો સાદન-નાશ કરેલ જીવનું જે ગુણસ્થાનક તે સાસાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક એમ પણ કહેવાય છે. આ ગુણસ્થાનક ઉપશમ સમ્યક્ત્વથી જ પડતાં આવે છે.
ઉપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ
અનાદિ સંસારમાં મિથ્યાત્વાદિકના નિમિત્તથી અનંત કાળથી શારીરિક, માનસિક આદિ દુઃખોને અનુભવતો કોઈ જીવ ભવપરિપાકના વશથી ઘૂણાક્ષર ન્યાયે અથવા ગિરિ-નદી-યોલગોળ ન્યાયે યથાપ્રવૃત્તિકરણ કરે છે.
ઉપયોગ વિના જેમ તેમ પ્રવર્તેલ આત્માનો જે વિશુદ્ધ પરિણામ તે યથા-પ્રવૃત્તિકરણ, તે