________________
૧૨૨
પંચસંગ્રહ-૧
અંતરાય એ ચાર ઘાતિકર્મનો જ થાય છે, અન્ય કર્મનો થતો નથી. ક્ષયોપશમ એ જ લાયોપથમિક, સ્વાર્થમાં ઈકણું પ્રત્યય કરવાથી થાય છે. તથા ઘાતિકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ મતિજ્ઞાનાદિ લબ્ધિરૂપ આત્માનો જે પરિણામવિશેષ તે ક્ષયોપશમનિષ્પન્ન કહેવાય છે.
સિદ્ધાંતમાં કહ્યું છે કે –“ક્ષયોપશમનિષ્પન્ન એ શું છે? ક્ષયોપશમનિષ્પન્ન અનેક પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણેક્ષાયોપથમિક આભિનિબોધિકજ્ઞાનલબ્ધિ, એ પ્રમાણે શ્રુતજ્ઞાનલબ્ધિ, અવધિજ્ઞાનલબ્ધિ, મન:પર્યવજ્ઞાનલબ્ધિ, લાયોપથમિક મતિઅજ્ઞાનલબ્ધિ, લાયોપથમિક શ્રુતઅજ્ઞાનલબ્ધિ, સાયોપથમિક વિભંગજ્ઞાન લબ્ધિ, ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનલબ્ધિ, ક્ષાયોપથમિક સમ્યમૈિથ્યાદર્શન' લબ્ધિ, ક્ષાયોપથમિક સામાયિકલબ્ધિ, ક્ષાયોપથમિક છેદોપસ્થાપનીયલબ્ધિ, ક્ષાયોપથમિક પરિહારવિશુદ્ધિકલબ્ધિ, ક્ષાયોપથમિક સૂક્ષ્મસંઘરાયેલબ્ધિ, ક્ષાયોપથમિક દેશવિરતિલબ્ધિ, ક્ષાયોપથમિક દાનલબ્ધિ, ક્ષાયોપથમિક લાભલબ્ધિ, ક્ષાયોપથમિક ભોગલબ્ધિ, ક્ષાયોપથમિક ઉપભોગલબ્ધિ, ક્ષાયોપથમિક વીર્યલબ્ધિ, ક્ષાયોપથમિક પંડિતવીર્યલબ્ધિ, એ પ્રમાણે બાલ વીર્યલબ્ધિ, બાલપંડિતવીર્યલબ્ધિ, ક્ષાયોપથમિક શ્રોત્રેન્દ્રિયલબ્ધિ એ પ્રમાણે ચક્ષુઈન્દ્રિયલબ્ધિ, ધ્રાણેન્દ્રિયલબ્ધિ, જિલ્ડાઇન્દ્રિયલબ્ધિ, સ્પર્શનેન્દ્રિયલબ્ધિ ઇત્યાદિ. આ બધા ભાવો ઘાતકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા હોવાથી ક્ષયોપશમનિષ્પન્ન કહેવાય છે.
પ. પરિણમવું–અવસ્થિત વસ્તુનું પૂર્વ અવસ્થાના ત્યાગ કરવા વડે ઉત્તરાવસ્થાને કથંચિત પ્રાપ્ત થવું તે, એટલે કે પોતાના મૂળ સ્વરૂપને છોડ્યા વિના પૂર્વ અવસ્થાના ત્યાગપૂર્વક ઉત્તર અવસ્થાને પ્રાપ્ત કરવી તે પરિણામ કહેવાય છે.
કહ્યું છે કે–પોતાના મૂળ સ્વરૂપને છોડ્યા વિના અર્થાતર–અન્ય સ્વરૂપને પ્રાપ્ત થવું તે
' ઉપશમનો બીજો અર્થ—ઉદયપ્રાપ્ત અંશનો ક્ષય અને ઉદય અપ્રાપ્ત અંશને પરિણામને અનુસરી માત્ર હીન શક્તિવાળા કરવા. આ અર્થ શેષ ત્રણ ઘાતિ કર્મને લાગુ પડે છે. તેઓના ઉદય પ્રાપ્ત અંશનો ક્ષય કરે છે, અને ઉદય અપ્રાપ્ત અંશને પરિણામોનુસાર હીન શક્તિવાળા કરે છે, તેઓને સ્વરૂપતઃ ફળ ન આપી શકે તેવી સ્થિતિમાં મૂકેલા નહિ હોવાથી તેઓને રસોદય પણ હોય છે, છતાં શક્તિ ઓછી કરેલી હોવાથી ગુણના વિઘાતક થતા નથી. જેટલા પ્રમાણમાં તેઓની શક્તિ ઓછી કરી છે, તેટલા પ્રમાણમાં મતિજ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે, એટલા માટે આ ત્રણ કર્મનો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે. ક્ષયોપશમ ઘાતિકર્મનો જ થાય, અઘાતિનો નહિ. કારણ કે ઘાતિ કર્મનો ક્ષયોપશમ થાય તો ગુણો ઉઘાડા થાય છે. અઘાતિ કર્મ કોઈ ગુણને દબાવતાં નથી જેથી તેના ક્ષયોપશમની જરૂર હોય ? તેઓ તો વધારે સ્થિતિ કે વધારે રસવાળા હોય તો જ પોતાને કરવા યોગ્ય કાર્ય કરી શકે છે, માટે અઘાતિ કર્મનો ક્ષયોપશમ હોઈ શકતો નથી.
૧. મિથ્યાત્વનો ઉદય નહિ હોવાથી સમ્યમ્મિગ્લાદર્શન લબ્ધિને અહીં ગણેલ છે.
૨. મિથ્યાત્વી જીવના વીર્યવ્યાપારને બાલવીર્ય કહેવામાં આવે છે. સમ્યક્તી અને દેશવિરતિના વીર્યવ્યાપારને બાલપંડિત, અને સર્વવિરતિ મુનિના વીર્યવ્યાપારને પંડિતવીર્ય લબ્ધિ કહેવામાં આવે છે. આ સઘળી લબ્ધિનો સામાન્ય વર્ધલબ્ધિમાં સમાવેશ થાય છે, પરંતુ સ્પષ્ટતા ખાતર ભિન્ન ગણાવેલ છે.
૩. આ લબ્ધિનો મતિજ્ઞાન લબ્ધિમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે આ સઘળો લબ્ધિઓ મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થાય છે. પરંતુ વિશેષ સ્પષ્ટતા ખાતર જુદી ગણાવેલ છે.