Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૩૦
પંચસંગ્રહ-૧
- એ પ્રમાણે ત્રણ પદના ભાંગાનો વિચાર કરીએ ત્યારે ત્રણના સંયોગના તો આઠ ભાંગા. લેવા જોઈએ, પરંતુ તેની અંતર્ગત એક એક પદના અને બન્ને પદના પણ લેવા જોઈએ, તેથી ત્રણ પદના છવ્વીસ ભાંગા થાય છે.
આ પ્રમાણે આગળ ઉપર પણ ભાંગાનો વિચાર કરી લેવો. અહીં પદના ભાંગા લીધા
૧. એક અનેકના વિકલ્પો સમજવા માટે જેટલાં ગુણસ્થાનકો વિકલ્પ હોય છે તેના ભાંગાઓ . સમજવા જોઈએ.
જ્યારે આઠમાંનું કોઈપણ એક ગુણસ્થાનક હોય ત્યારે તેના આઠ વિકલ્પ થાય.
જ્યારે આઠમાંના કોઈપણ બે હોય, જેમ કે, કોઈ વખત બીજું ત્રીજું હોય, કોઈ વખત બીજું આઠમું હોય, એમ જુદા જુદા બે ગુણસ્થાનકના સંયોગે અઠ્ઠાવીસ ભંગ થાય.
એમ ત્રિકસંયોગે છપ્પન, ચતુઃસંયોગે સિત્તેર, પંચસંયોગે છપ્પન, ષટ્યયોગે અઠ્ઠાવીસ, સપ્ત સંયોગે આઠ, અને જ્યારે આઠ ગુણસ્થાનકે જીવો હોય ત્યારે અષ્ટ સંયોગે એક ભંગ થાય. આ પ્રમાણે ગુણસ્થાનકના ભાંગા થાય.
હવે તે તે ભાંગાઓમાં કોઈ વખત એક જીવ હોય, કોઈ વખત અનેક જીવો હોય, તે એક અનેકના પણ ઘણા વિકલ્પો થાય, જેમ કે આઠમાંનું કોઈપણ એક ગુણસ્થાનક હોય ત્યારે તેમાં કોઈ વખત એક જીવ હોય, કોઈ વખત અનેક જીવ હોય, એટલે એક એક ગુણસ્થાનક હોય ત્યારે અનેકના ભેદે બબ્બે વિકલ્પ થાય, એટલે આઠ ગુણસ્થાનકના સોળ વિકલ્પ થાય.
જ્યારે કોઈપણ બે ગુણસ્થાનક હોય, જેમ કે બીજું અને ત્રીજું ગુણસ્થાનક હોય, ત્યારે કોઈ વખત એ બંને ગુણસ્થાનક પર એક એક જીવ હોય, કોઈ વખત બીજા ઉપર એક ત્રીજા ઉપર અનેક જીવો હોય, કોઈ વખત ત્રીજા ઉપર એક બીજા ઉપર અનેક જીવો હોય, કોઈ વખત બીજા ત્રીજા એમ બન્ને ઉપર અનેક હોય. આ પ્રમાણે જ્યારે કોઈપણ બે ગુણસ્થાનક હોય, ત્યારે તેના એક અનેક જીવો આશ્રયી ચાર વિકલ્પ થાય. દ્વિક સંયોગી અઠ્ઠાવીસ ભાંગા છે તેને ચારે ગુણતાં કુલ એકસો બાર ભંગ એક અનેકના થાય.
એ રીતે ત્રિકસંયોગે ગુણસ્થાનકના છપ્પન ભંગ થાય તેના એક એક ત્રિકસંયોગે એક અનેકના આઠ આઠ ભંગ થાય એટલે કુલ ચારસો અડતાળીસ ભંગ થાય.
ચતુઃસંયોગે ગુણસ્થાનકના સિત્તેર ભંગ થાય તેમાંના એક એક ચતુઃસંયોગે એક અનેક જીવો આશ્રયી સોળ સોળ વિકલ્પ થાય, તેથી સિત્તેરને સોળે ગુણતાં એક અનેકના કુલ અગિયારસો વીસ વિકલ્પ થાય.
પંચ સંયોગે ગુણસ્થાનકના છપ્પન ભાંગા થાય અને એક એક ભંગમાં એક અનેક જીવો આશ્રયી બત્રીસ બત્રીસ વિકલ્પ થાય. તેથી બત્રીસે ગુણતાં એક અનેકના કુલ સત્તરસો બાણું ભંગ થાય.
પસંયોગે ગુણસ્થાનકના અઠ્ઠાવીસ ભંગ થાય. એક અનેકના ચોસઠ વિકલ્પ થાય. તેથી ચોસઠે ગુણતાં ષટ્યયોગે એક અનેક જીવો આશ્રયી કુલ સત્તરસો બાણું ભંગ થાય.
સપ્તસંયોગે ગુણસ્થાનકના આઠ ભંગ થાય, તેમાંના દરેક ભંગમાં એક અનેક જીવો આશ્રયી વિકલ્પ કરીએ તો એકસો અઠ્ઠાવીસ ભંગ થાય. તેના આઠ સાથે ગુણાકાર કરતાં કુલ એક હજાર ચોવીસો ભંગ થાય.
અષ્ટ સંયોગે ગુણસ્થાનકનો એક જ ભંગ છે, તેમાં એક અનેકના વિકલ્પ બસો છપ્પન થાય. તેને એક ગુણતાં કુલ ભંગ પણ તેટલા જ થાય. કુલ પાંસઠસો અને સાઠ ભાંગા થાય છે.
ચતુર્થ કર્મગ્રંથમાં દ્રિકાદિ સંયોગના એક અનેકના આ પ્રમાણે ભાંગા કહ્યા છે. આ ગ્રંથમાં એક, બે, ત્રણ આદિ પદના ભાંગા લીધા છે. જ્યાં પદના ભાંગા લેવાના હોય ત્યાં જે પદના લેવાના હોય તેની