Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર
પર્યાપ્તાની અપેક્ષાએ અપર્યાપ્તા સંખ્યાતગુણહીન કેમ હોઈ શકે ? અપર્યાપ્તા તો વધારે હોવા જોઈએ.
ઉત્તર—પ્રજ્ઞાપનામાં અપર્યાપ્તાની અપેક્ષાએ પર્યાપ્તા સંખ્યાતગુણા કહ્યા છે. તેનો પાઠ
‘સૂક્ષ્મ અપર્યાપ્ત અલ્પ છે, પર્યાપ્તા સંખ્યાતગુણા છે.’
અન્યત્ર પણ કહ્યું છે કે—બાદર જીવોમાં અપર્યાપ્તા વધારે અને સૂક્ષ્મમાં પર્યાપ્તા વધારે જાણવા. એમ સામાન્યથી કેવળી ભગવંતોએ કહ્યું છે.
આ પ્રમાણે—
૧૫૫
સૂક્ષ્મ સિવાયના પર્યાપ્ત બાદર એકેન્દ્રિય—પૃથ્વી અપ્ તેઉ વનસ્પતિ અને બેઇન્દ્રિયાદિ સઘળા જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે.
બાદર વાયુકાય પર્યાપ્ત અપર્યાપ્ત લોકના અસંખ્યાતા ભાગોમાં રહેલા છે. લોકના જે કંઈપણ પોલાણનો ભાગ છે, તે સઘળા ભાગમાં વાયુ વાય છે. મેરુ પર્વતના મધ્યભાગાદિ કે તેના જેવા બીજા ભાગો કે જે અતિનિબિડ અને નિચિત-ઠાંસેલા અવયવોવાળા છે. ત્યાં બાદર વાયુના જીવો હોતા નથી. કેમ કે તેમાં પોલાણ હોતું નથી. એવો ઠાંસેલો ભાગ સંપૂર્ણ લોકનો અસંખ્યાતમો ભાગ જ છે, તેથી એક અસંખ્યાતમો ભાગ છોડીને શેષ સઘળા અસંખ્યાતા ભાગોમાં બાદર વાયુકાયાં જીવો કહ્યા છે. ૨૫
હવે ગુણસ્થાનક આશ્રયી ક્ષેત્રપ્રમાણ કહે છે
सासायणाइ सव्वे लोयस्स असंखयंमि भागंमि ॥ मिच्छा उ सव्वलोए होइ सजोगीवि समुग्धाए ॥२६॥
सास्वादनादयः सर्वे लोकस्यासंख्येयतमे भागे ।
मिथ्यादृष्ट्यस्तु सर्वलोके भवन्ति सयोग्यपि समुद्घाते ॥२६॥
અર્થસાસ્વાદનાદિ સઘળા ગુણસ્થાનકવાળા જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે, મિથ્યાર્દષ્ટિ સંપૂર્ણ લોકમાં છે, અને સમુદ્દાતમાં સયોગી કેવળી પણ સંપૂર્ણ લોકમાં હોય છે. ટીકાનુ—મિથ્યાદષ્ટિ અને સયોગીકેવળી વિના સમ્યગ્દષ્ટિ અને મિશ્રદૃષ્ટિ આદિ સઘળા ગુણસ્થાનકવર્તી જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે. કારણ કે સબ્મિથ્યાદૃષ્ટિ આદિ ગુણસ્થાનકો સંજ્ઞી પંચેન્દ્રિયમાં જ હોય છે.
સાસ્વાદન ગુણસ્થાનક અતિ અલ્પ કેટલાક કરણ અપર્યાપ્ત બાદર પૃથ્વી, અક્ વનસ્પતિ વિકલેન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિયમાં પણ હોય છે, પરંતુ તેઓ તેમજ ત્રીજા આદિ ગુણસ્થાનકવાળા સંજ્ઞીપંચેન્દ્રિયો અતિ અલ્પ હોવાથી લોકના અસંખ્યાતમા ભાગમાં જ હોય છે, એ હેતુથી તેઓનું ક્ષેત્ર લોકના અસંખ્યાતમો ભાગ કહ્યું છે.
મિથ્યાદૃષ્ટિ જીવો સંપૂર્ણ લોકમાં હોય છે, કેમ કે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સકળ લોકવ્યાપી છે, અને તે સઘળા મિથ્યાર્દષ્ટિ છે.