Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર
૧૫૩
પ્રશ્ન–અંતર્મુહૂર્ત પ્રમાણ શ્રેણિના કાળના કેટલાક સમયમાં જ જીવો પ્રવેશ કરે છે, પરંતુ સઘળા સમયોમાં પ્રવેશ કરતા નથી એ શી રીતે જણાય ?
ઉત્તર–ઉપશમશ્રેણિમાં પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો જ પ્રવેશ કરી શકે છે, અન્ય જીવો નહિ. તે પણ ચારિત્રસંપન્ન આત્માઓ જ, જેવા તેવા નહિ. ચારિત્રસંપન્ન મહાત્માઓ વધારેમાં વધારે બે હજાર ક્રોડથી નવ હજાર ક્રોડ જ હોય છે. તે પણ કંઈ સઘળા શ્રેણિ સ્વીકારી શકતા નથી પણ કેટલાક જ સ્વીકારી શકે છે.
તેથી જાણી શકાય છે કે–ઉપશમશ્રેણિના સઘળા સમયોમાં જીવોનો પ્રવેશ થતો નથી, પરંતુ કેટલાએક સમયોમાં જ થાય છે. તેમાં પણ કોઈ કાળે પંદરે કર્મભૂમિ આશ્રયી વધારેમાં વધારે ચોપન જીવો જ એક સાથે પ્રવેશ કરતા હોય છે, વધારે નહિ. અને સઘળા શ્રેણિના કાળમાં સંખ્યાતા જ જીવો હોય છે, અસંખ્યાતા નહિ. તે સંખ્યાતા પણ સેંકડો પ્રમાણ જાણવા, હજારોની સંખ્યામાં નહિ. પૂર્વાચાર્ય મહારાજોએ એમ જ જણાવેલું છે.
खवगा खीणा जोगी एगाइ जाव होंति अट्ठसयं । अद्धाए सयपुहुत्तं कोडिपुहुत्तं सजोगीओ ॥२४॥ .क्षपकाः क्षीणा अयोगिनः एकात् यावत् भवन्त्यष्टशतम् ॥
अद्धायां शतपृथक्त्वं कोटिपृथक्त्वं सयोगिनः ॥२४॥ અર્થક્ષપક, ક્ષીણમોહી અને અયોગી એકથી આરંભી યાવતુ એકસો આઠ પર્વત હોય છે, અને સંપૂર્ણ શ્રેણિના કાળમાં શતપૃથક્ત હોય છે. તથા સયોગી કેવળી ક્રોડ પૃથક્વ - હોય છે. - ટીકાનુ–ક્ષપક એટલે ચારિત્રમોહનીયની ક્ષપણા કરનારા આઠમા, નવમા અને દસમા
ગુણસ્થાનકવર્તી આત્માઓ, ક્ષીણમોહ ગુણસ્થાનકવર્તી જીવો અને અયોગી કેવળી આત્માઓ આ . . સઘળા કોઈ વખતે હોય છે, અને કોઈ વખત હોતા નથી. કેમ કે ક્ષપકશ્રેણિ અને અયોગીકેવળી - ગુણસ્થાનકનું અંતર પડે છે.
જ્યારે પક-અપૂર્વકરણ અનિવૃત્તિ બાદર સંપરાય અને સૂક્ષ્મ સંપરાય તથા ક્ષીણમોહ અને અયોગીકેવળી ગુણસ્થાનકે જીવો હોય ત્યારે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી એકસો આઠ હોય છે. આ પ્રમાણ પણ પ્રવેશ કરનાર આશ્રયી કહ્યું છે. આટલા જીવો વધારેમાં વધારે એક સમયે એક સાથે ક્ષપકશ્રેણિમાં, ક્ષીણમોહ ગુણસ્થાનકે, અને અયોગીકેવળી ગુણસ્થાનકે પ્રવેશ કરે છે.
ક્ષપકશ્રેણિ તથા ક્ષીણમોહ ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે, અને અયોગીકેવળીનો કાળ પાંચ હૃસ્વાક્ષર જેટલો છે. આ ક્ષપકશ્રેણિના સંપૂર્ણ કાળમાં અને અયોગી ગુણસ્થાનકના કાળમાં અન્ય અન્ય જીવો પ્રવેશ કરે તોપણ તે સઘળા મળી શતપૃથક્ત જ હોય છે.
૧. અહીં સેંકડો પ્રમાણ સંખ્યા નવસો સુધીની હોય તેમ લાગે છે. પછી જ્ઞાની જાણે. પંચ૦૧-૨૦ -