Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયાર
૧૭૫
लोगस्स पएसेसु अणंतरपरंपराविभत्तीहिं । खेत्तंमि बायरो सो सुहुमो उ अणंतरमयस्स ॥३९॥ लोकस्य प्रदेशेषु अनन्तरपरम्परा विभक्तिभ्याम् ।
क्षेत्रे बादरः स सूक्ष्मस्तु अनन्तरमृतस्य ॥३९॥ અર્થ—અનંતર પ્રકારે કે પરંપરા પ્રકારે લોકાકાશના પ્રદેશોમાં મરણ પામતા આત્માને જેટલો કાળ થાય તે બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્તન કહેવાય, અને અનંતર પ્રકારે મરતા આત્માને જેટલો કાળ થાય તે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્તન કહેવાય.
ટીકાનુ ચૌદરાજ પ્રમાણ લોકાકાશના પ્રદેશોમાં અનંતર પ્રકારે એટલે કે ક્રમપૂર્વક એક પછી એક આકાશપ્રદેશમાં મરણ પામતા અથવા પરંપરપ્રકારે ક્રમ સિવાય આકાશપ્રદેશને સ્પર્શી મરણ પામતા એક આત્માને જેટલો કાળ થાય તેટલા કાળને ક્ષેત્રથી બાદર પુદ્ગલપરાવર્તન કહેવામાં આવે છે.
તાત્પર્ય એ કે જેટલા કાળે એક આત્મા લોકાકાશના સઘળા આકાશપ્રદેશોને ક્રમ વડે કે ક્રમ સિવાય મરણ વડે સ્પર્શ કરે તેટલા કાળને ક્ષેત્રથી બાદર પુદ્ગલપરાવર્તન કહેવામાં આવે છે. •
હવે ક્ષેત્રથી સૂક્ષ્મ પુદ્ગલપરાવર્તન કહે છે–ચૌદરાજ પ્રમાણ લોકના સઘળા પ્રદેશોમાં ક્રમપૂર્વક–એક પછી એક આકાશપ્રદેશને સ્પર્શી મરણ પામતાં જેટલો કાળ થાય તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્તન કહે છે.
અહીં ભાવના આ પ્રમાણે છે–જો કે જીવની જઘન્ય અવગાહના પણ અસંખ્ય આકાશપ્રદેશપ્રમાણ હોય છે, તેથી એક આકાશપ્રદેશને સ્પર્શીને મરણ પામે તે સમયે તે ક્ષેત્રના કોઈપણ એક આકાશપ્રદેશની સ્પર્શનાની વિવક્ષા કરી તેને અવધિરૂપે ગણવો. ત્યારપછી તે * આકાશપ્રદેશથી અન્ય ભાગમાં રહેલા આકાશપ્રદેશોને મરણ વડે સ્પર્શ કરે તો તે ગણાય નહિ. પરંતુ અનંતકાળે તે મર્યાદા રૂપ એક આકાશપ્રદેશની નજીકના બીજા આકાશપ્રદેશને મરણ વડે કરીને જ્યારે સ્પર્શે ત્યારે તે સ્પર્શના ગણાય. વળી તેની નજીકના ત્રીજા આકાશપ્રદેશને સ્પર્શીને જેટલે કાળે મરણ પામે તે ગણાય એમ ક્રમપૂર્વક લોકાકાશના સઘળા આકાશપ્રદેશોને મરણ વડે સ્પર્શ કરતાં જેટલો કાળ થાય, તેને ક્ષેત્રથી સૂક્ષ્મપુગલપરાવર્તન કહે છે. ૩૯
બાદર અને સૂક્ષ્મ એમ બે ભેદે ક્ષેત્રપુદ્ગલપરાવર્તન કહ્યો. હવે બાદર અને સૂક્ષ્મ કાળ પુલ પરાવર્તન કહે છે.
૩ખ સમણું મviતરપરંપરાવિત્તિર્દિા कालम्मि बायरो सो सुहुमो उ अणंतरमयस्स ॥४०॥ उत्सप्पिणिसमयेषु अनन्तरपरम्पराविभक्तिभ्याम् । काले बादरः स सूक्ष्मस्तु अनन्तरमृतस्य ॥४०॥