Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
તાત્પર્ય એ કે—અંતર્મુહૂર્ત પ્રમાણ ક્ષપકશ્રેણિના સઘળા કાળમાં પંદરે કર્મભૂમિની અંદર અન્ય અન્ય જીવો પ્રવેશ કરે તો શતપૃથક્ક્સ જીવો જ પ્રવેશ કરે છે, અધિક પ્રવેશ કરતા નથી. અયોગી કેવળી આશ્રયી પણ આ જ પ્રમાણે સમજવું. ક્ષીણમોહને ક્ષપક સાથે જ લેવા. શતપૃથક્ક્સ સંખ્યા જ કેમ, વધારે કેમ નહિ ? એ શંકાનું સમાધાન ઉપશમશ્રેણિ પ્રમાણે
૧૫૪
જાણવું.
તથા સયોગી કેવળી ગુણસ્થાનકવર્તી જીવો ક્રોડપૃથક્ક્સ હોય છે. સયોગી કેવળી હંમેશા હોય છે, કારણ કે તે નિત્ય ગુણસ્થાનક છે. આ ગુણસ્થાનકે જધન્યથી પણ કોટિપૃથક્ત્વ અને ઉત્કૃષ્ટથી પણ કોટિપૃથક્ક્સ જીવો હોય છે. જઘન્યથી ઉત્કૃષ્ટ વધારે હોય છે. ૨૪ આ પ્રમાણે દ્રવ્યપ્રમાણ દ્વાર કહ્યું. હવે ક્ષેત્રપ્રમાણ દ્વાર કહે છે—
अप्पज्जत्ता दोन्निवि सुहुमा एगिंदिया जए सव्वे । सेसा य असंखेज्जा बायर पवणा असंखेसु ॥२५॥
अपर्याप्तौ द्वावपि सूक्ष्मा एकेन्द्रिया जगति सर्व्वस्मिन् । शेषाश्च असंख्येयतमे बादरपवनाः असंख्येयेषु ॥ २५ ॥
અર્થ—બંને પ્રકારના અપર્યાપ્તા અને પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સઘળા લોકમાં છે. શેષ જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં છે, અને બાદર વાયુકાયના લોકના અસંખ્યાતા ભાગમાં રહેલા છે.
ટીકાનુ—બંને પ્રકારના અપર્યાપ્તા-લબ્ધિ અપર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા તથા ગાથામાં કહેલ અપિ શબ્દ અનુક્તનો સમુચ્ચાયક હોવાથી પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય પૃથ્વી, અપ્, તેઉ, વાયુ અને વનસ્પતિ એ દરેક પ્રકારના જીવો સંપૂર્ણ લોકમાં રહેલા છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે—‘સૂક્ષ્મ જીવો લોકના સઘળા ભાગમાં રહ્યા છે.’
પ્રશ્ન—પર્યાપ્તાદિ સઘળા ભેદવાળા પૃથ્વીકાયાદિ સર્વે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સંપૂર્ણ લોકમાં વ્યાપી રહ્યા છે, એટલું કહેવાથી સઘળા ભેદવાળા સૂક્ષ્મ જીવો સંપૂર્ણ લોકમાં છે એ ઇષ્ટ અર્થ સિદ્ધ થાય છે, તો શા માટે મુખ્યપણે અપર્યાપ્તાનું ગ્રહણ કર્યું, અને અપિ શબ્દથી પર્યાપ્તાનું ગ્રહણ કર્યું ?
ઉત્તર—સૂક્ષ્મ જીવોમાં પર્યાપ્તાની અપેક્ષાએ અપર્યાપ્તા અલ્પ છે, છતાં અપર્યાપ્ત જીવો ઘણા છે એ જણાવવા માટે મુખ્યવૃન્ત્યા અપર્યાપ્તાનું ગ્રહણ કર્યું છે. તે આ પ્રમાણે.
જો કે પર્યાપ્તાથી અપર્યાપ્તા સંધ્યેયગુણહીન છે તોપણ તે જગતના સંપૂર્ણ ભાગમાં કહ્યા છે, એમ કહી અવશ્ય તેઓ ઘણા છે એમ સ્પષ્ટપણે જણાવ્યું છે.
૧. અહીં શતપૃથક્ક્સ પણ વધારેમાં વધારે નવસો જ સંભવે છે.
૨. જગચિંતામણિના ચૈત્યવંદનમાં કેવળજ્ઞાનીની જઘન્ય સંખ્યા બે ક્રોડ અને ઉત્કૃષ્ટ સંખ્યા નવ ક્રોડ કહી છે. એટલે જઘન્ય સંખ્યામાં બે ક્રોડ અને ઉત્કૃષ્ટ સંખ્યામાં નવ ક્રોડ સમજવા.