Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૬૦
પંચસંગ્રહ-૧ થાય, એમ અનેક જીવોની અપેક્ષાએ મારણ સમુદ્દાત વડે તેઓમાં ચૌદ રાજલોકની સ્પર્શના ઘટી શકે છે.
તથા કેટલાએક સૂક્ષ્મ એકેન્દ્રિયરૂપ જીવો ઋજુશ્રેણિ' વડે પણ સર્વ જગતને સ્પર્શે છે. અહીં ‘વ’ એ શબ્દ પક્ષાંતરનો સૂચક છે. એટલે કેવળી સમુદ્દાત વડે જ સ્પર્શ કરે છે એમ નથી, પરંતુ ઋજુએણિ વડે પણ સ્પર્શ કરે છે, એમ સૂચવે છે.
ઋજુશ્રેણિ વડે કઈ રીતે સ્પર્શ કરે છે તે કહે છે.
અધોલોકમાંથી ઊદ્ગલોકને અંતે ઉત્પન્ન થતા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો ચૌદે રાજનો સ્પર્શ કરે છે. એ પ્રમાણે સઘળી દિશામાં જાણી લેવું. તેથી એક અનેક જીવોની અપેક્ષાએ ઋજુશ્રેણિ વડે પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સંપૂર્ણ લોકનો સ્પર્શ કરે છે.
હવે ગુણસ્થાન આશ્રયી સ્પર્શનાનો વિચાર કરે છે–મિથ્યાદષ્ટિ જીવો સર્વ જગતનો સ્પર્શ કરે છે. અહીં સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવો મિથ્યાદૃષ્ટિ હોય છે, અને સૂક્ષ્મ એકેન્દ્રિયો સંપૂર્ણ લોકનો સ્પર્શ કરે છે.
સયોગી કેવળી કેવળીસમુઘાતમાં ચોથે સમયે સંપૂર્ણ લોકનો સ્પર્શ કરે છે. એ એ પહેલાં જ કહ્યું છે. ૨૯ હવે શેષ ગુણસ્થાનકોમાં સ્પર્શના કહે છે –
मीसा अजया अड अड बारस सासायणा छ देसजई । सग सेसा उ फुसंति रज्जू खीणा असंखंसं ॥३०॥ मिश्रा अयता अष्टावष्टौ द्वादश सास्वादनाः षड् देशयतयः ।
सात शेषास्तु स्पृशन्ति रज्जूः क्षीणा असंख्येयांशम् ॥३०॥
અર્થ–મિશ્રષ્ટિ અને અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવો આઠ આઠ રાજને સ્પર્શે છે. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ બાર રાજને, દેશવિરતિ છ રાજને, ક્ષીણમોહને છોડીને શેષ ગુણસ્થાનકવાળા સાત, સાત રાજને, અને ક્ષીણમોહ ગુણસ્થાનકવાળા રાજના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે. ૩૦
ઉપરની ગાથામાં કહેલ સ્પર્શનાનો આચાર્ય મહારાજ સ્વયમેવ હવે પછીની ગાથાઓમાં વિચાર કરે છે. તેમાં આ ગાથામાં ત્રીજા અને ચોથા ગુણસ્થાનકની સ્પર્શના કહે છે –
सहसारंतिय देवा नारयनेहेण जंति तइयभुवं । निजंति अच्चुयं जा अच्चुयदेवेण इयरसुरा ॥३१॥
૧. ઋજુગતિ વડે પણ સર્વ જગતનો સ્પર્શ કરે છે એમ અહીં કહેવાનું કારણ એ છે કે સઘળા જીવો મારણ સમુઘાત કરે જ છે એમ નથી. કેટલાક કરે છે, કેટલાક નથી પણ કરતા. જે નથી કરતા તે ઋજુગતિ વડે પણ ચૌદરાજની સર્જના કરી શકે છે.