Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
તૈજસ અને આહારક સમુદ્દાત વૈક્રિય સમુદ્દાતની જેમ સમજવા. એટલું વિશેષ કે તૈજસ સમુદ્દાત કરતો આત્મા તૈજસનામકર્મનાં પુદ્ગલોનો ક્ષય કરે છે, અને આહારક સમુદ્ધાતમાં આહારક શરીર નામકર્મનાં પુદ્ગલોનો ક્ષય કરે છે.
૧૫૮
વૈક્રિય અને આહારક એ બંને સમુદ્દાત તે તે શરીર વિકુર્વે ત્યારે હોય છે, અને તેજોલેશ્યા સમુદ્દાત કોઈ જીવ પર તેજોલેશ્યા મૂકે ત્યારે હોય છે.
કેવળીસમુદ્દાત કરતા કેવળી ભગવાન્ શાતા, અશાતાવેદનીય, શુભ, અશુભ નામકર્મ અને ઉચ્ચ નીચ ગોત્રકર્મનાં પુદ્ગલોનો ક્ષય કરે છે. કેવળી સમુદ્દાત સિવાય શેષ સઘળા સમુદ્દાતોનો અંતર્મુહૂત્તકાળ છે. માત્ર કેવળીસમુદ્દાતનો આઠ સમય કાળ છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે—‘હે પ્રભો ! વેદના સમુદ્દાત કેટલા સમય પ્રમાણ કહ્યો છે ? હે ગૌતમ ! અસંખ્યાતા સમયપ્રમાણ અંતર્મુહૂર્તનો કહ્યો છે. એ પ્રમાણે આહારક સમુદ્ઘાત . પર્યંત સમજવું. હે પ્રભો ! કેવળીસમુદ્દાત કેટલા સમયપ્રમાણ કહ્યો છે ? હે ગૌતમ ! આઠ સમય પ્રમાણ કહ્યો છે.’
હવે આ સમુદ્દાતોનો ચારે ગતિમાં વિચાર કરે છે.
મનુષ્યગતિમાં સાતે સમુદ્ધાતો હોય છે, કેમ કે મનુષ્યમાં સઘળા ભાવોનો સંભવ છે. દેવગતિમાં શરૂઆતના પાંચ સમુાતો હોય છે. આહારક અને કેવળી સમુદ્દાત હોતા નથી, કેમ કે દેવગતિમાં ચૌદ પૂર્વનું અધ્યયન અને ક્ષાયિકભાવનું જ્ઞાન, દર્શન અને ચારિત્ર હોતાં નથી. નરકગતિમાં આદિના ચાર હોય છે. તેજોલેશ્યા લબ્ધિ ન હોવાને કારણે તૈજસ સમુદ્દાત પણ તે ગતિમાં હોતો નથી. તિર્યંચગતિમાં વૈક્રિયલબ્ધિવાળા સંજ્ઞીપંચેન્દ્રિય અને વાયુકાયને છોડીને શેષ જીવોને આદિના ત્રણ સમુદ્ધાતો હોય છે, તેઓને વૈક્રિય લબ્ધિ પણ હોતી નથી તેથી. ૨૭
વૈક્રિયલબ્ધિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય અને વાયુકાયના સંબંધમાં વિશેષ કહે છે— पंचिदियतिरियाणं देवाण व होंति पंच सन्नीणं । वेडव्वियवाऊणं पढमा चउरो समुग्धाया ॥२८॥
पञ्चेन्द्रियतिरश्चां देवानामिव भवन्ति पञ्च सञ्ज्ञिनाम् । वैक्रियवायूनां प्रथमाश्चत्वारः समुद्घाताः ॥२८॥
અર્થ—સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાં દેવોની જેમ પાંચ સમુાતો હોય છે. કારણ કે કેટલાએક સંશી તિર્યંચોમાં વૈક્રિયલબ્ધિ અને તેજોલેશ્યાલબ્ધિ પણ હોય છે. વૈક્રિયલબ્ધિવાળા વાયુકાય જીવોને પહેલા વેદના કષાય મારણ અને વૈક્રિય એ ચાર સમુદ્દાતો હોય છે. ૨૮ આ પ્રમાણે ક્ષેત્રદ્વાર કહ્યું. હવે સ્પર્શનાદ્વાર કહે છે—
૧. સમુદ્ધાતનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાપના સૂત્રના સમુદ્દાત પદમાંથી અને લોકપ્રકાશના ત્રીજા સર્ગમાંથી જોઈ લેવું.