Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૫૬
પંચસંગ્રહ-૧
તથા સમુદ્ધાતમાં સયોગી કેવળી પણ સકળ લોકવ્યાપી હોય છે. સમુદ્યાત કરતો આત્મા પહેલા દંડ સમયે અને બીજા કપાટ સમયે લોકના અસંખ્યાતમા ભાગમાં વર્તે છે, ત્રીજા મંથાન સમયે લોકના અસંખ્યાતા ભાગોમાં વર્તે છે, અને ચોથા સમયે સંપૂર્ણ લોકવ્યાપી થાય છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે–ચોથે સમયે પોતાના આત્મપ્રદેશ વડે સંપૂર્ણ લોક પૂરે છે, આઠમે સમયે શરીરસ્થ થાય છે.” ૨૬
સમુદ્યાતમાં સયોગીકેવળી પણ સંપૂર્ણ લોકવ્યાપી હોય છે એમ કહ્યું, તેથી સમુદ્યાતના પ્રસંગે સમુદ્યાતોની પ્રરૂપણા કરે છે–
वेयणकसायमारणवेउव्वियतेहारकेवलिया । सग पण चउ तिन्नि कमा मणुसुरनेड्यतिरियाणं ॥२७॥ वेदनाकषायमारणवैक्रियतेजआहारकैवलिकाः ।।
सप्त पञ्च चत्वारस्त्रयः क्रमेण मनुजसुरनरयिकतिरश्चाम् ॥२७॥
અર્થ–વેદના, કષાય, મારણ, વૈક્રિય, તૈજસ, આહારક, અને કેવળી એ સાત સમુદ્યાતો છે. તે મનુષ્ય દેવ નારકી અને તિર્યંચોમાં અનુક્રમે સાત, પાંચ, ચાર અને ત્રણ હોય છે.
ટીકાનુ–પૂર્વની ગાથામાં અથવા હવે પછીની ગાથામાં મૂકેલ સમુદ્યાત શબ્દને વેદના આદિ શબ્દ સાથે જોડી તેનો આ પ્રમાણે ઉચ્ચાર કરવો. જેમ કે–વેદના સમુદ્દઘાત, કષાયસમુદ્યાત વગેરે.
તેમાં વેદના વડે જે સમુદ્યાત થાય તે વેદના સમુદ્યાત, અને તે અશાતાવેદનીયકર્મથી ઉત્પન્ન થયેલો છે.
કષાયના ઉદય વડે થયેલો સમુદ્યાત તે કષાયસમુદ્યાત, અને તે ચારિત્રમોહનીયકર્મજન્ય છે.
મરણકાળે થનારો જે સમુદ્યાત તે મારણ કે મારણાંતિક સમુદ્ધાત, અને તે આયુકર્મ વિષયક છે. આ સમુદ્યાત અંતર્મુહૂર્ત શેષ આયુ હોય ત્યારે જ થાય છે.
વૈક્રિયશરીરનો આરંભ કરતાં થનારો સમુદ્યાત તે વૈક્રિય સમુદ્યાત, તે વૈક્રિયશરીર નામકર્મ વિષયક છે.
તૈજસ શરીર જેનો વિષય છે એવો જે સમુદ્યાત તે તૈજસ સમુદ્ધાત, તે તેજોવેશ્યા જયારે મૂકવી હોય ત્યારે થાય છે, અને તે તૈજસશરીરનામકર્મજન્ય છે.
આહારક શરીરનો આરંભ કરતાં થનારો જે સમુદ્ધાત તે આહારક સમુઘાત, તે આહારકશરીરનામકર્મવિષયક છે.
અંતર્મુહૂર્તમાં જ જેઓ મોક્ષમાં જવાના છે એવા કેવળી મહારાજને થનારો જે સમુદ્યાત તે કૈવલિક સમુદ્યત કહેવાય છે.
હવે સમુદ્યાત શબ્દનો શું અર્થ છે? તે કહે છે–સતન્મય થવું, અધિકતાયે ઘણા,