________________
દ્વિતીયદ્વાર
સાગરોપમ, પંકપ્રભા નારકીનું જઘન્ય આયુ સાત સાગરોપમ, ઉત્કૃષ્ટ દસ સાગરોપમ, ધૂમપ્રભા નારકીનું જઘન્ય આયુ દસ સાગરોપમ, ઉત્કૃષ્ટ આયુ સત્તર સાગરોપમ, તમઃપ્રભા નારકીનું જઘન્ય આયુ સત્તર સાગરોપમ, ઉત્કૃષ્ટ આયુ બાવીસ સાગરોપમ અને મહાતમઃપ્રભા નારકીનું જઘન્ય આયુ બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે.
૧૬૯
સંશીપંચેન્દ્રિય તિર્યંચના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે—જળચર, ચતુષ્પદ, ઉ૨:પરિસર્પ, ભૂજપરિસર્પ, અને ખેચર. તેમાં જળચરનું ઉત્કૃષ્ટ આયુ ક્રોડ પૂર્વ વર્ષ, ચતુષ્પદ સ્થળચરનું ત્રણ પલ્યોપમ, ઉર:પરિસર્પ સ્થળચરનું પૂર્વક્રોડ વર્ષ, ભૂજપરિસર્પ સ્થળચરનું પૂર્વક્રોડ વર્ષ અને ખેચરનું ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે.
કહ્યું છે કે—‘ગર્ભજ જળચરનું ઉત્કૃષ્ટ આયુ પૂર્વકોટિ, ચતુષ્પદનું ત્રણ પલ્યોપમ, ઉર:પરિસર્પનું પૂર્વક્રોડ અને ભૂજપરિસર્પનું પૂર્વક્રોડ, અને ખેચરનું ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.’
સંશીપંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્યની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પલ્યોપમ પ્રમાણ છે. તથા દેવો ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે—ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. તેમાં ભવનપતિ દશ પ્રકારે છે. તે આ પ્રમાણે—અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, અને દિમા૨. એ દશે ભવનપતિ બબ્બે પ્રકારે છે. ૧. મેરુપર્વતના દક્ષિણ અર્ધ ભાગમાં રહેનાર, ૨. મેરુપર્વતના ઉત્તર અર્ધ ભાગમાં રહેનારા, તેમાં દક્ષિણાર્ધ ભાગમાં રહેનારા અસુરકુમારનું ઉત્કૃષ્ટ આયુ એક સાગરોપમ, અને ઉત્તરાર્ધ ભાગમાં રહેનારનું કંઈક અધિક એક સાગરોપમ ઉત્કૃષ્ટ આયુ છે. તથા દક્ષિણાર્ધમાં રહેનાર નાગકુમારાદિ નવેનું ઉત્કૃષ્ટ આયુ દોઢ પલ્યોપમ અને ઉત્તરાર્ધમાં રહેનારાં નવેનું ઉત્કૃષ્ટ આયુ દેશોન' બે પલ્યોપમ છે. તથા દક્ષિણાર્ધવર્તી અસુરકુમારના સ્વામી ચમરેન્દ્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુ સાડા ત્રણ પલ્યોપમ છે. અને ઉત્તરાર્ધવર્તી અસુરકુમારના સ્વામી બલેન્દ્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુ સાડા ચાર પલ્યોપમ છે. તથા દક્ષિણ દિગ્દર્શી નાગકુમારાદિ નવે નિકાયની દેવીનું ઉત્કૃષ્ટ આયુ દોઢ પલ્યોપમ છે. અને ઉત્તરદિગ્દર્શી નવે નિકાયની દેવીનું ઉત્કૃષ્ટ આયુ દેશોન બે પલ્યોપમ છે. ઇન્દ્ર-ઇન્દ્રાણીનું જે ઉત્કૃષ્ટ આયુ કહ્યું હોય તે સઘળા દેવ-દેવી માટે પણ ઘટે છે. તથા સઘળા ભવનપતિ દેવ-દેવીનુ જઘન્ય આયુ દશ હજાર વર્ષ પ્રમાણ છે.
વ્યંતર આઠ પ્રકારે છે. તે આ પ્રમાણે—પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ મહોરગ, અને ગંધર્વ. એ આઠે પ્રકારના વ્યંતરનું ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ અને જઘન્ય આયુ દશ હજાર વર્ષ પ્રમાણ છે. તથા વ્યંતરીનું જઘન્ય આયુ દશ હજાર વર્ષ, અને ઉત્કૃષ્ટ આયુ અદ્ભુ પલ્યોપમ પ્રમાણ છે.
જ્યોતિષ પાંચ ભેદે છે. તે આ પ્રમાણે—ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. તેમાં ચંદ્ર
૧. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અ. ૪ સૂત્ર ૩૧માં પોણા બે પલ્યોપમ કહેલ છે.
૨. બૃહત્સંગ્રહણી ગાથા ૪માં દક્ષિણ દિશ્વર્તી નાગકુમારાદિ નવ નિકાયની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ અર્ધ પલ્યોપમ અને ઉત્તર દિગ્દર્શી નવે નિકાયની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ દેશોન એક પલ્યોપમ કહેલ છે. પંચ૰૧-૨૨