Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર
सहस्त्रारान्तिकदेवा नारकस्नेहेन यान्ति तृतीयभुवम् । नीयन्तेऽच्युतं यावदच्युतदेवेनेतरसुराः ॥३१॥
અર્થસહસ્રાર સુધીના દેવો નારકી ઉપરના સ્નેહ વડે ત્રીજી નરકપૃથ્વી સુધી જાય છે, તથા ઇતર દેવોને અચ્યુત દેવલોકનો દેવતા અચ્યુત દેવલોક પર્યંત લઈ જાય છે, તેથી તેઓને આઠ, આઠ રાજની સ્પર્શના ઘટે છે.
૧૬૧
ટીકાનુ—મિશ્રર્દષ્ટિ ગુણસ્થાનકવાળા મરણ પામતા નહિ હોવાથી અહીં ભવસ્થ મિશ્રર્દષ્ટિનું જ ગ્રહણ કરે છે.
સહસ્રાર દેવલોક સુધીના દેવો પૂર્વજન્મના મિત્ર નારકી ઉપરના સ્નેહ વડે તેની વેદના શાંત કરવા માટે અથવા ઉપલક્ષણથી પૂર્વજન્મના વૈરિ નારકીની વેદના વધારવા માટે ત્રીજી નરકપૃથ્વી પર્યંત જાય છે. સહસ્રાર દેવલોક સુધીના દેવો પોતાના જ્ઞાન વડે જોઈને મિત્ર નારકીની વેદના શાંત કરવા અને શત્રુ નારકીની વેદના ઉદીરવા ત્રીજી* નરકપૃથ્વી પર્યંત જઈ શકે છે. આનતાદિ દેવોની જવાની શક્તિ છે, છતાં અલ્પ સ્નેહાદિવાળા હોવાથી સ્નેહાદિ પ્રયોજન વડે પણ નરકમાં જતા નથી. તેથી સહસ્રાર સુધીના દેવોનું ગ્રહણ કર્યું છે.
તથા અચ્યુતદેવલોકનો દેવતા જન્માંતરના સ્નેહથી અથવા એ જ ભવના સ્નેહથી અન્ય દેવોને અચ્યુતદેવલોક પર્યંત લઈ જાય છે.
મિશ્રર્દષ્ટિ અને અવિરતિ સમ્યગ્દષ્ટિ એ દરેકને આઠ, આઠ રાજની સ્પર્શના ઘટે છે. તેની ભાવના આ પ્રમાણે—
જ્યારે મિશ્રદૃષ્ટિ ભવનપતિ આદિ દેવને પૂર્વજન્મનો અથવા આ જન્મનો મિત્ર અચ્યુત દેવલોકનો દેવતા સ્નેહથી અચ્યુતદેવલોકમાં લઈ જાય ત્યારે તેને છ રાજની સ્પર્શના ઘટે છે. કારણ કે તિર્હાલોકથી અચ્યુતદેવલોક પર્યંત છ રાજ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે—અચ્યુત દેવલોક પર્યંત છ રાજ॰ થાય છે.’
* જોકે સીતાનો જીવ અચ્યુતેન્દ્ર નરકમાં રહેલ લક્ષ્મણજીને પૂર્વના સ્નેહથી મળવા માટે ચોથી નરકે ગયેલ અને ત્યાં રાવણને પણ બોધ કરેલ એ હકીકત જૈન રામાયણ(સાતમા પર્વ)ના દશમા સર્ગમાં છે પરંતુ તે ક્વચિત્ હોવાથી તેની વિવક્ષા કરવામાં આવી નથી. માટે જ અહીં અચ્યુતદેવલોક સુધીના દેવોને ગ્રહણ ન કરતાં સહસ્રાર સુધીના દેવો તથા ચોથી નરક પર્યંત નહિ પણ ત્રીજી નરક સુધી જાય એમ ગ્રહણ કરેલ છે.
પંચ૧-૨૧
૧. સાતે નારકીઓ પ્રત્યેક એક એક રાજ ઊંચી હોવાથી અધોલોકના સાત રાજમાં મતભેદ નથી. ઊર્ધ્વલોકના સાતરાજમાં મતભેદ છે, બૃહત્સંગ્રહણિ આદિના અભિપ્રાયે—પહેલી નારકીના ઉપરના તળથી સૌધર્મ દેવલોક પર્યંત એક રાજ, ત્યાંથી માહેન્દ્રપર્યંત બીજો રાજ, ત્યાંથી લાંતક પર્યંત ત્રીજો રાજ, ત્યાંથી સહસ્રાર સુધી ચોથો રાજ, ત્યાંથી અચ્યુત સુધી પાંચમો રાજ, ત્યાંથી ત્રૈવેયક પર્યંત છઠ્ઠો અને ત્યાંથી લોકાંત પર્યંત સાતમો રાજ થાય છે. અહીં તિફ્ળલોકના મધ્ય ભાગમાંથી અચ્યુત પર્યંત પાંચ રાજ થાય એમ કહ્યું. જીવસમાસાદિના મતે તો છ રાજ થાય છે. તે આ પ્રમાણે—
ईसामि दिवड्डा अड्डाइज्जा य रज्जुमार्हिदे । . पंचेव सहसारे छ अच्चुए सत्त लोगंते ॥ १९९॥