Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર
चउदसविहावि जीवा समुग्धाएणं फुसंति सव्वजगं । रिउसेढी व केई एवं मिच्छा सजोगी य ॥२९॥
चतुर्दशविधा अपि जीवाः समुद्घातेन स्पृशन्ति सर्व्वं जगत् । ऋजुश्रेण्यां वा केsपि एवं मिथ्यादृष्टयः सयोगिनःश्च ॥ २९ ॥
૧૫૯
અર્થ—ચૌદે પ્રકારના જીવો સમુદ્દાત વડે સર્વ જગતનો સ્પર્શ કરે છે. અથવા કેટલાક જીવો ઋજુશ્રેણિ વડે સર્વ જગતનો સ્પર્શ કરે છે. એ પ્રમાણે મિથ્યાર્દષ્ટિ અને સયોગીકેવળી સમુદ્દાત વડે સર્વ જગતને સ્પર્શે છે.
ટીકાનુ—અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ ભેદે ચૌદે પ્રકારના જીવો મારણ સમુદ્દાત વડે સંપૂર્ણ જગતનો સ્પર્શ કરે છે. એનો ભાવાર્થ આ પ્રમાણે છે—
પર્યાપ્તા અને અપર્યાપ્તા એ બંને પ્રકારના સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સંપૂર્ણ લોકમાં રહેલા છે, તેથી તેઓ સ્વસ્થાન આશ્રયીને પણ સંપૂર્ણ લોકને સ્પર્શ કરતા ઉત્પન્ન થાય છે. સ્વસ્થાન આશ્રયીને એટલે સૂક્ષ્મ એકેન્દ્રિય સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો તેઓ સંપૂર્ણ લોકવર્તી હોવાથી સમુદ્દાત વિના પણ સંપૂર્ણ જગતને સ્પર્શ કરતા ઉત્પન્ન થાય છે. હવે જો સ્વસ્થાન આશ્રયી સર્વ જગતનો સ્પર્શ કરતાં ઉત્પન્ન થાય તો પછી મારણાન્તિક સમુદ્દાત વડે સર્વ જગતને સ્પર્શ કરતાં કેમ ઉત્પન્ન ન થાય ? અર્થાત્ ઉત્પન્ન થાય જ. કેમ કે કેટલાએક જીવો અધોલોકમાંથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થાય. તેઓને ચૌદ રાજની સ્પર્શના સંભવે છે.
સૂક્ષ્મ એકેન્દ્રિય વિના બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયાદિ સઘળા જીવો સ્વસ્થાન આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહેલા છે, તેથી તેઓ સ્વસ્થાન આશ્રયી સર્વ જગતનો સ્પર્શ કરતા નથી, પરંતુ સમુદ્દાત વડે સર્વ જગતનો સ્પર્શ કરે છે. તે આ પ્રમાણે—અહીં જે સમુદ્દાત લેવા સૂચવ્યું છે, તે મારણ સમુદ્દાત લેવાનો છે. મારણાન્તિક સમુદ્દાત કરતો આત્મા જાડાઈ અને પહોળાઈ વડે પોતાના શ૨ી૨પ્રમાણ અને લંબાઈ વડે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજન પ્રમાણ પોતાના પ્રદેશનો દંડ કરે છે, અને કરીને જે સ્થાને આગળના ભવમાં ઉત્પન્ન થશે, તે સ્થાનમાં પોતાના પ્રદેશના દંડનો પ્રક્ષેપ કરે છે. તે ઉત્પત્તિસ્થાનને જો તે સમશ્રેણિમાં હોય તો મારણાંતિક સમુદ્દાત વડે એક સમયમાં જ પ્રાપ્ત કરે છે, અને વિષમ શ્રેણિમાં હોય તો ઉત્કૃષ્ટથી ચોથે સમયે પ્રાપ્ત કરે છે. આ રીતે અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયાદિ બારે પ્રકારના જીવો મારણાંતિક સમુદ્દાત વડે સર્વ જગતનો સ્પર્શ કરી શકે છે. તે પણ અનેક જીવોની અપક્ષાએ ઘટે છે. એ જ સ્પષ્ટ કરે છે—
સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો ચૌદે રાજલોકમાં વ્યાપ્ત હોવાથી તેની અંદરનો એક જીવ પણ મારણ સમુદ્દાત વડે અથવા ઋજુશ્રેણિ વડે ચૌદે રાજનો સ્પર્શ કરી શકે છે. પરંતુ બાદર એકેન્દ્રિયાદિ બારે પ્રકારના જીવો સંપૂર્ણ લોકવ્યાપી નહિ હોવાથી તેમાંનો કોઈ એક જીવ ઉપરના કોઈ સ્વયોગ્ય સ્થાનમાં ઉત્પન્ન થાય, અન્ય જીવ નીચે સ્વયોગ્ય સ્થાનમાં ઉત્પન્ન
૧. અહીં ઉપર અનુત્તર વિમાનના પૃથ્વીપિંડમાં કે સિદ્ધશિલામાં એકેન્દ્રિયપણે ઉત્પત્તિનો સંભવ છે, અને નીચે સાતમી નારકીના પાથડાના પૃથ્વીપિંડાદિમાં ઉત્પત્તિનો સંભવ છે.