Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૬૪
પંચસંગ્રહ-૧
હવે સાસ્વાદન ગુણસ્થાનકવાળાઓને બાર રાજની સ્પર્શનાનો વિચાર કરે છે–
छट्टीए नेइओ सासणभावेण एइ तिरिमणुए । નોસંતનિકેસુ ગંતિન્ને સાસસ્થા રૂા. षष्ट्यां नारकः सासादनभावेनैति तिर्यग्मनुजयोः ।
लोकान्तनिष्कुटेषु यान्त्यन्ये सासादनगुणस्थाः ॥३२॥ અર્થ–છઠ્ઠી નરકમૃથ્વીમાં વર્તમાન નારકી સાસ્વાદન ભાવ સાથે તિર્યંચ અથવા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, એટલે પાંચરાજની સ્પર્શના થાય છે. તથા સાસ્વાદન ગુણસ્થાનકે રહેલા અન્ય કેટલાક જીવો લોકાંત નિષ્ફટોમાં ઉત્પન્ન થાય છે, તેથી સાત રાજની સ્પર્શના ઘટે છે. આ રીતે કુલ બાર રાજની સ્પર્શના થાય છે.
ટીકાન–છઠ્ઠી નરકમૃથ્વીમાં વર્તમાન કોઈ એક નારકી પોતાના ભવના અંતે ઔપથમિક સમ્યક્ત પ્રાપ્ત કરી ત્યાંથી પડી સાસ્વાદન ભાવને પ્રાપ્ત થયો છતો કાલ કરે, અને કાલ કરીને તિર્યંચ અથવા મનુષ્યભવમાં ઉત્પન્ન થાય, એટલે તેને પાંચરાજની સ્પર્શના થાય.
સાતમી નરકપૃથ્વીનો નારકી સાસ્વાદન ગુણસ્થાનકને છોડીને જ તિર્યંચમાં ઉત્પન્ન થાય છે, માટે છકી નરકપૃથ્વીનું ગ્રહણ કર્યું છે.
તથા સાસ્વાદનગુણસ્થાનકે વર્તતા કેટલાએક તિર્યંચો અથવા મનુષ્યો તિસ્કૃલોકમાંથી ઉપર લોકાંત નિષ્ફટોમાં–ત્રસનાડીના છેડે રહેલા લોકાંત પ્રદેશોમાં ઉત્પન્ન થાય છે, એટલે તેઓને સાત રાજની સ્પર્શના થાય છે. આ પ્રમાણે સરવાળે સાસ્વાદન ગુણસ્થાનકવર્તી આત્માઓને સામાન્યથી બાર રાજની સ્પર્શના સંભવે છે.
અહીં એક જીવ આશ્રયી સ્પર્શનાનો વિચાર કરતા નથી, પરંતુ એક ગુણસ્થાનક આશ્રયી વિચારે છે. તેથી અનેક જીવ આશ્રયી બાર રાજની સ્પર્શના થાય છે, માટે અહીં કોઈ દોષ નથી.
અહીં પ્રાયઃ સાસ્વાદનભાવને પ્રાપ્ત થયેલા આત્માઓની અધોગતિ થતી નથી, એટલે કે સાસ્વાદન ગુણસ્થાનક લઈને પ્રાયઃ કોઈ જીવો અધોગતિમાં જતા નથી, માટે બાર રાજની સ્પર્શનાનું પ્રતિપાદન કર્યું છે.
કદાચ જો સાસ્વાદન ગુણસ્થાનકવાળાઓની અધોગતિ પણ થાય તો અપોલોકના નિષ્ફટાદિમાં પણ તેઓની ઉત્પત્તિનો સંભવ હોવાથી ચૌદરાજની સ્પર્શના સંભવે પણ તેમ થતું નહિ હોવાથી બારરાજની જ સ્પર્શના કહી છે. ૩૨ હવે અપૂર્વકરણાદિની સ્પર્શનાને કહેવા ઇચ્છતાં કહે છે–
उवसामय उवसंता सव्वटे अप्पमत्तविरया य । गच्छन्ति रिउगईए पुंदेसजया उ बारसमे ॥३३॥ उपशमका उपशान्ताः सर्वार्थे अप्रमत्तविरताश्च । गच्छन्ति ऋजुगत्या पुंदेशयतास्तु द्वादशमे ॥३३॥