Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર
૧૬૩
દેવલોકમાં લઈ જાય ત્યારે સહસ્રારથી અચ્યુત સુધીના એક રાજને વધારે સ્પર્શે છે. આ પ્રમાણે એક જ દેવ આશ્રયી પણ આઠ રાજની સ્પર્શના ઘટે છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિને પણ મિશ્રદષ્ટિની જેમ આઠ રાજની સ્પર્શના સમજવી. પ્રશ્ન—અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓ તે જ ભાવમાં-સમ્યક્ત્વમાં વર્તતા છતાં કાળ પણ કરે છે, અને સમ્યક્ત્વ લઈ અન્ય ગતિમાં પણ જાય છે, તેથી તેઓની બીજી રીતે પણ વિચારણા કેમ કરતા નથી ? મિશ્રર્દષ્ટિની જેમ ભવસ્થ સમ્યક્ત્વી આશ્રયી જ કેમ વિચાર કરો છો ?
ઉત્તર—બીજી રીતે તેઓને આઠ રાજની સ્પર્શનાનો અસંભવ છે તે અસંભવ જ બતાવે છે—સમ્યક્ત્વ સહિત તિર્યંચ અથવા મનુષ્ય કાળધર્મ પામી બીજી આદિ નરકપૃથ્વીમાં જતો નથી, તેમજ બીજી આદિ ના૨કીમાંથી સમ્યક્ત્વ સહિત તિર્યંચ કે મનુષ્યમાં આવતો નથી, એટલે કાળધર્મ આશ્રયી અધોલોકની સ્પર્શના વધતી નથી. તેથી જ કાળધર્મ પામી સમ્યક્ત્વ સહિત અનુત્તર વિમાનવાસી દેવમાં જતાં અથવા ત્યાંથી ચ્યવીને મનુષ્યભવમાં આવતાં સર્વોત્કૃષ્ટ સાતરાજની સ્પર્શના સંભવે છે, કોઈ રીતે વધારે સંભવતી નથી. આ પ્રમાણે કાળધર્મ પામી સમ્યક્ત્વ સહિત અન્ય ગતિમાં જતાં તેમજ આવતાં સાતરાજની સ્પર્શના સામાન્ય રીતે અવિરતિ સમ્યગ્યદૃષ્ટિને પણ મિશ્રર્દષ્ટિની જેમ સમજવી, અન્ય પ્રકારે નહિ.
અન્ય કેટલાએક આચાર્યો આ પ્રમાણે કહે છે—અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓને ઉત્કૃષ્ટથી નવ રાજની સ્પર્શના ઘટે છે.
કઈ રીતે નવ રાજની સ્પર્શના ઘટે છે એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે—આ આચાર્ય મહારાજાઓના મતે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ આત્માઓ ક્ષાયિક સમ્યક્ત્વ લઈને ત્રીજી નરકપૃથ્વીમાં પણ જાય છે. તેથી અનુત્તર વિમાનવાસી દેવભવમાં જતાં અથવા ત્યાંથી ચ્યવી મનુષ્યભવમાં આવતાં સાત રાજની સ્પર્શના થાય છે, અને ત્રીજી નરકપૃથ્વીમાં ઉત્પન્ન થતાં અથવા ત્યાંથી અવી મનુષ્યભવમાં આવતાં બે રાજની સ્પર્શના થાય છે. આ પ્રમાણે સામાન્ય રીતે અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓને નવ રાજની સ્પર્શના સંભવે છે.
ભગવતીજી આદિ સૂત્રોના અભિપ્રાયે તો ચતુર્થ ગુણસ્થાનકવાળાઓને બાર રાજની સ્પર્શના પણ સંભવે છે. તે આ પ્રમાણે—અનુત્તર દેવભવમાં જતાં અથવા ત્યાંથી ચ્યવીને મનુષ્યભવમાં આવતાં સાતરાજની સ્પર્શના થાય છે. તથા ભગવતીજી આદિના અભિપ્રાયે પૂર્વબદ્ધાયુ અવિરતિ સમ્યગ્દષ્ટિ તિર્યંચ અથવા મનુષ્ય ક્ષાયોપશમિક સમ્યક્ત્વ લઈ છઠ્ઠી નરકપૃથ્વીમાં પણ નરકપણે ઉત્પન્ન થાય છે અથવા ક્ષાયોપશમિક સમ્યક્ત્વયુક્ત નારકી ત્યાંથી આવીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. તે હેતુથી અવિરતિ સમ્યગ્દષ્ટિ છઠ્ઠી નરકપૃથ્વીમાં જતાં અથવા ત્યાંથી આવતાં પાંચ રાજને સ્પર્શે છે. માટે સર્વ મળી અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓને સામાન્યતઃ બાર રાજની સ્પર્શના થાય છે.
સમ્યક્ત્વ સહિત સાતમી નરકપૃથ્વીમાં ગમનાગમન ભગવતીજીમાં પણ નિષેધેલું છે, માટે અહીં છઠ્ઠી નરકપૃથ્વીનું ગ્રહણ કર્યું છે. ૩૧