Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
તથા કોઈક સહસ્રાર કલ્પવાસી મિશ્રર્દષ્ટિ દેવતા પૂર્વજન્મના મિત્ર નારકીની વેદના શાંત કરવા તેમજ પૂર્વના વૈર નારકીની વેદના ઉદીરવા વાલુકાપ્રભા નામની ત્રીજી નરકપૃથ્વી પર્યંત જાય ત્યારે ભવનપતિના નિવાસની નીચેના બે રાજ વધે છે તેથી પૂર્વોક્ત છ રાજ, બે રાજ સહિત આઠ રાજ થાય. આ પ્રમાણે અનેક જીવોની અપેક્ષાએ મિશ્રદૃષ્ટિ આત્માઓને તિર્થ્ય લોકથી અચ્યુત સુધીના છ રાજ અને પહેલી અને બીજી નારકીનો એક એક રાજ કુલ આઠ રાજની સ્પર્શના થાય છે.
૧૬૨
અથવા કોઈક મિશ્રદૃષ્ટિ સહસ્રાર કલ્પવાસી દેવ પૂર્વોક્ત કારણે ત્રીજી નરકપૃથ્વીમાં જતો સાત રાજ સ્પર્શે છે, અને તે જ સહસ્રાર દેવને કોઈક અચ્યુતનો દેવતા સ્નેહ વડે અચ્યુત
અર્થતિતિલોકના મધ્યમ ભાગથી ઈશાન પર્યંત દોઢરાજ, માહેન્દ્ર પર્યંત અઢીરાજ, સહસ્રાર પર્યંત પાંચ રાજ, અચ્યુત પર્યંત છ રાજ, અને લોકાંત પર્યંત સાત રાજ થાય છે. પંચસંગ્રહમાં ‘છ અન્તુ’ એ જે પાઠ મૂક્યો છે, તે આ ગાથાનું ચોથું પદ છે. તિર્આલોકના મધ્યમ ભાગથી અચ્યુત પર્યંત છ રાજ થાય છે, એમ જે કહ્યું છે તે આ પાઠને અનુસરીને કહ્યું છે. અને તેને અનુસરીને જ અચ્યુત પર્યંત છ રાજની સ્પર્શના ઘટે છે. આ પંચસંગ્રહમાં જીવસમાસના અભિપ્રાયે સ્પર્શના કહી છે.
૧. અહીં અવિરતિ સમ્યગ્દષ્ટિની સ્પર્શના મિશ્ર દૃષ્ટિની જેમ આઠ રાજની કહી છે. મિશ્રદષ્ટિ મરણ પામતો નહિ હોવાથી જેમ ભવસ્થ ગ્રહણ કર્યો છે, તેમ અવિરતિ સમ્યગ્દષ્ટિ મરણ પામે છે, છતાં ભવસ્થ વિવક્ષ્યો હોય એમ લાગે છે, તેથી જ મિશ્રદૃષ્ટિ જેમ અવિરતિની આઠ રાજની સ્પર્શના કહી છે.
જો એમ વિવક્ષા ન હોય તો અવિરતિ સમ્યગ્દષ્ટિને નવ રાજની સ્પર્શના થાય છે. તે આ પ્રમાણે—
અનુત્તર વિમાનમાંથી ચ્યવી મનુષ્ય ગતિમાં આવતા સાત રાજની સ્પર્શના થાય છે, તથા સહસ્રારાદિ કોઈ સમ્યગ્દષ્ટિ દેવ નારકીની વેદના વધારવા કે શાંત કરવા ત્રીજી નરક પર્યંત જાય તેથી પહેલી અને બીજી નારકીનો એક એક રાજ સ્પર્શે એ બે રાજ થાય, તે ઉપરોક્ત સાત રાજમાં મેળવતા નવરાજની સ્પર્શના થાય. પરંતુ તે કહી નથી. અહીં તો આઠ રાજની જ સ્પર્શના કહી છે. તેથી જ મિશ્રદૅષ્ટિની જેમ અવિરતિ પણ ભવસ્થ જ વિવક્ષ્યો હોય તેમ લાગે છે. જીવ સમાસની ટીકા પૃષ્ઠ.૧૯૨માં પણ કહ્યું છે કે— 'अविरतिसम्यग्दृष्टयोऽप्यष्ट रज्जूः स्पृशन्ति भावना त्विह सम्यग्मिथ्यादृष्टिवदेवेति प्रस्तुतगाथाभिप्रायो लक्ष्यते, चिरन्तनटीकाकृतापीत्थमतिदेश एव दत्तः भावनिका तु तथाविधा न काचित् कृता. '
અર્થ—અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવો પણ આઠ રાજ સ્પર્શે છે. તેની ભાવના મિશ્રદૃષ્ટિની જેમ જ કરવાની છે, એમ પ્રસ્તુત ગાથાનો અભિપ્રાય જણાય છે. પ્રાચીન ટીકાકારોએ પણ અવિરતિને મિશ્રર્દષ્ટિની જેમ આઠ રાજની સ્પર્શના કહી છે. તથા પ્રકારનો બીજો કોઈ વિચાર કર્યો નથી.
આ ઉપ૨થી પણ અવિરતિ ભવસ્થ વિવક્ષ્યો હોય એમ જણાય છે. અહીં ત્રીજી નારકીમાં જાય છે, છતાં પહેલી બે નારકીની સ્પર્શના લીધી છે, ત્રીજીની લીધી નથી, કારણ પહેલી બે નારકી પછી તરત જ ત્રીજી નારકીનો એક લાખ અઠ્ઠાવીસ હજારનો પિંડ આવે છે તેમાં નવ પાથડા છે, તે પાથડામાં નારકીના જીવો છે. તે પિંડપર્યંત જ ઉપરોક્ત દેવો નારકીની વેદના ઉદીરવા કે શાંત કરવા જાય છે. પિંડ પૂર્ણ થયા પછી અસંખ્યાત યોજન પ્રમાણ ત્રીજી નારકીનો ભાગ રહી જાય છે. તે અસંખ્યાતાની આગળ પૂર્વોક્ત પિંડ અત્યંત અલ્પ હોવાથી તેની સ્પર્શના થાય છે છતાં વિવક્ષી નથી.
જો કે મતાંતરે અવિરતિ સમ્યગ્દષ્ટિની નવ તેમજ બાર રાજની સ્પર્શના પણ કહી છે. તેમાં નવ રાજની સ્પર્શના કર્મગ્રંથના મતે દરેક રીતે ઠીક સંગત થાય છે. મિશ્રદૃષ્ટિની જેમ વિચાર કરવામાં આવે કે મરણનો સંભવ હોવાથી તેમ વિચાર કરવામાં આવે બંને રીતે સંગત થાય છે. પછી જ્ઞાની કહે તે પ્રમાણ.