________________
દ્વિતીયદ્વાર
૧૫૧
આ પંક્તિમાં શું કહ્યું ? તો કહે છે—તે શ્રેણિના અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં જે પ્રદેશરાશિ છે, તેના પહેલા વર્ગમૂળમાં જે પ્રદેશરાશિ આવે, તેને ત્રીજા વર્ગમૂળમાં આવેલા પ્રદેશરાશિ વડે ગુણાકાર કરવો. ગુણાકાર કર્યો છતે જે પ્રદેશરાશિ થાય, એવડા એવડા એક એક ખંડને અપહાર કરે, બીજી બાજુ એક એક મનુષ્યનો અપહાર કરે એટલે કે એવડા એવડા સૂચિશ્રેણિના એક એક ખંડને એક એક મનુષ્ય ગ્રહણ કરે, જો એક મનુષ્ય વધારે હોય તો સંપૂર્ણ શ્રેણિને ગ્રહણ કરી શકે. એક બાજુ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના જેટલા સમય થાય તેટલા ઉત્કૃષ્ટપદે મનુષ્યો કહ્યા. બીજી બાજુ અંગુલપ્રમાણ ક્ષેત્રના પેલા મૂળના ત્રીજા મૂળ સાથે ગુણતાં આવેલા આકાશપ્રદેશપ્રમાણ સૂચિશ્રેણિના જેટલા ખંડો થાય, તેમાંથી એક ન્યૂન કરીએ તેટલા કહ્યા.
તેથી અહીં શંકા કરે છે કે—આવડા આવડા ખંડો વડે એક શ્રેણિનો અપહાર કરીએ તો તેનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાલ કેમ જાય ? આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે—ક્ષેત્ર અત્યંત સૂક્ષ્મ હોવાથી. સૂત્રમાં પણ કહ્યું છે—‘કાલ અત્યંત સૂક્ષ્મ છે, તેનાથી પણ અત્યંત સૂક્ષ્મ આકાશપ્રદેશરૂપ ક્ષેત્ર છે. એક અંગુલપ્રમાણ ક્ષેત્રમાં એટલા બધા આકાશપ્રદેશો રહ્યા છે કે, તેમાંથી પ્રતિસમય એક એક આકાશપ્રદેશ લેવામાં આવે, તો અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ જાય.' માટે કાલથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમયપ્રમાણ મનુષ્યો છે.
ક્ષેત્રથી સૂચિશ્રેણિના એક અંશુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ વડે ગુણતાં જેટલા પ્રદેશો થાય તેટલા પ્રમાણવાળા સૂચિશ્રેણિના જેટલા ખંડો થાય તેમાંથી એક ઓછો કરીએ તેટલા ઉત્કૃષ્ટપદે મનુષ્યો છે. ૨૧
આ પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ ભેદે ચૌદે જીવભેદોનું પ્રમાણ કહ્યું. હવે ગુણસ્થાનકના ભેદે ચૌદ ભેદનું પ્રમાણ કહે છે—
सासायणाइ चउरो असंखा अणतया मिच्छा । कोडसहस्सपुहुत्तं पमत्त इयरे उ थोवयरा ॥ २२ ॥
सास्वादनादिश्चत्वारोऽसंख्या अनन्ता मिथ्यादृष्टयः । कोटिसहस्त्रपृथक्त्वं प्रमत्ता इतरे तु स्तोकतराः ॥२२॥ અર્થ—સાસ્વાદનાદિ ચાર અસંખ્યાતા છે, મિથ્યાર્દષ્ટિ અનંત છે, હજારક્રોડ પૃથક્ક્સ · પ્રમત્ત સંયત છે, અને અપ્રમત્ત સંયત તેનાથી અલ્પ છે.
ટીકાનુ—સાસ્વાદન સમ્યગ્દષ્ટિ, મિશ્રષ્ટિ, અવિરતિસમ્યગ્દષ્ટિ અને દેશિવરતિ એ ચારે ગુણસ્થાનકે વર્તતા જીવો અસંખ્યાતા અસંખ્યાતા છે. કારણ કે એ પ્રત્યેક ગુણસ્થાનવર્તી જીવો વધારેમાં વધારે ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિપ્રમાણ છે.
મિથ્યાર્દષ્ટિ જીવો અનંત છે, કેમ કે તેઓ અનંત લોકાકાશ પ્રદેશપ્રમાણ છે.
તથા પ્રમત્ત સંયત જઘન્યથી પણ ક્રોડ સહસ્ર પૃથક્ત્વ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી પણ ક્રોડ સહસ્ર પૃથક્ક્સ પ્રમાણ છે.