Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર
૧૨૯
અર્થ એક દ્વિક આદિ સંયોગી ભાંગાની નીચે એક અનેકનું યુગલ સ્થાપવું. પછી એક સંયોગથી આરંભી બમણા કરી બે મેળવવા. ત્યારપછી તેમાં જેની સાથે ગુણાકાર કર્યો છે, તે સંખ્યા મેળવવી એટલે કુલ ભાંગા થાય.
ટીકાનુ–એક, બે, ત્રણ આદિ દરેક સંયોગની નીચે એક અને અનેકરૂપ યુગલ મૂકવું. ત્યારપછી જે પદના સંયોગની ભંગ સંખ્યા કાઢવી હોય તે પદના સંયોગની નીચે રહેલ યુગલ બગડાનો તેની પૂર્વના પદના સંયોગની ભંગ સંખ્યા સાથે ગુણાકાર કરવો, તેમાં બે મેળવવા, અને જેની સાથે ગુણાકાર કર્યો છે, તે ભંગ સંખ્યા મેળવવી, એટલે જે પદના સંયોગની ભંગ સંખ્યા કાઢવા ઇચ્છા કરી હોય તે ભંગ સંખ્યા આવે.
તેનો વિશેષ વિચાર આ પ્રમાણે છે—જેટલાં ગુણસ્થાનકો વિકલ્પ હોય છે, કે જેના એક અનેકના ભેદની સંખ્યા જાણવા ઇચ્છીએ છીએ, તેટલા અસત કલ્પનાએ બિંદુઓ મૂકવાં. અહીં બીજું, ત્રીજું, આઠમાંથી બાર સુધીનાં પાંચ, અને ચૌદમું કુલ આઠ ગુણસ્થાનકો વિકલ્પ હોય છે, માટે આઠ બિંદુઓ સ્થાપવાં, અને તે દરેક બિંદુની નીચે બેનો આંક મૂકવો. તે આ પ્રમાણે૨ ૮ ૨૬ ૮૦ ૨૪૨ ૭૨૮ ૨૧૮૬ ૬૫૬૦ તેમાં એક એક પદના બે ભાંગા થાય છે. તે આ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ પ્રમાણે-એક, અને અનેક, તે બે ભાંગા પેલાં ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ બિંદુ ઉપર મૂકવા. - બે પદના આઠ ભાંગા થાય છે. તે આ પ્રમાણે–ઉપર કહ્યું છે કે જે પદની ભંગ સંખ્યા કાઢવા ઇચ્છયું હોય, તેના પહેલાંના પદની જે ભંગ સંખ્યા હોય તેની સાથે ગુણવા, તેમાં બે મેળવવા, અને જેની સાથે ગુણાકાર કર્યો છે, તે સંખ્યા મેળવવી, એટલે કુલ ભાંગા થાય. અહીં બે પદની ભંગ સંખ્યા કાઢવી છે, માટે તેની પૂર્વના એક પદના બબ્બે ભંગ થતા હોવાથી તે બે સાથે બેનો ગુણાકાર કરવો એટલે ચાર થાય, તેમાં બે મેળવવા, અને એની સાથે ગુણાકાર કર્યો છે માટે તે સંખ્યા મેળવવી એટલે બે પદના આઠ ભાંગા થાય. એ આઠ ભંગ બીજા બિંદુ ઉપર મૂકવા.
પ્રશ્ન-બે પદના તો ચાર જ ભાંગા થાય, તે આ પ્રમાણે જ્યારે બીજે અને ત્રીજે ગુણસ્થાનકે જીવો હોય ત્યારે કોઈ વખતે એક એક જીવ હોય, કોઈ વખત બીજા ઉપર એક અને ત્રીજા ઉપર અનેક હોય, કોઈ વખત બીજા ઉપર અનેક અને ત્રીજા ઉપર એક હોય, કોઈ વખતે બીજા અને ત્રીજા બંને ઉપર અનેક હોય. આ પ્રમાણે વિચારતાં બે પદના ચાર જ વિકલ્પ થાય છે, અધિક એક પણ થતો નથી, તો પછી કેમ કહો છો કે બે પદના આઠ ભાંગા થાય છે ?
ઉત્તર–તમારી શંકા અમારો અભિપ્રાય નહિ સમજતા હોવાથી અયુક્ત છે. અમારો અભિપ્રાય આ પ્રમાણે છે. સાસ્વાદન અને મિશ્ર એ બંને હંમેશાં અવસ્થિત હોય, અને ભજના માત્ર અનેકપણાને આશ્રયીને જ હોય તો તમારા કહેવા પ્રમાણે છે. પદના ચાર ભાંગા થાય. પરંતુ
જ્યારે સાસ્વાદન અને મિશ્ર એ સ્વરૂપે જ વિકલ્પ હોય, જેમ કે, કોઈ વખતે સાસ્વાદન હોય, કોઈ વખતે મિશ્ર હોય, કોઈ વખતે બંને હોય. તેમાં કેવળ સાસ્વાદન હોય તેના એક અનેક આશ્રયી બે, એમ મિશ્રના પણ બે, અને બંને યુગપતું હોય ત્યારે તમારા કહેવા પ્રમાણે ચાર. આ પ્રમાણે બે પદના આઠ ભાંગા થાય છે. પંચ૦૧-૧૭