________________
૧૩૬
પંચસંગ્રહ-૧ અપ્લાય અસંખ્યાત ગુણા છે, અને તેઓથી પર્યાપ્ત બાદર વાયુકાય અસંખ્યાતગુણા છે. તથા શેષ ત્રિક અસંખ્યાતા લોકાકાશપ્રદેશપ્રમાણ છે.
અહીં શેષ ત્રિકમાં અપર્યાપ્ત બાદર અને અપર્યાપ્ત પર્યાપ્ત સૂક્ષ્મ એ ત્રણ લેવાના છે. એટલે કે અપર્યાપ્ત બાદર પૃથ્વી, અપુ, તેલ, અને વાયુ તથા પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી, અપુ, તેલ અને વાયુ તે દરેક પ્રકારના જીવો અસંખ્યાતા લોકાકાશમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા છે. આ પ્રમાણે પૂર્વોક્ત ત્રણે રાશિનું સામાન્ય સ્વરૂપે અલ્પબદુત્વ કહ્યું.
વિશેષતઃ વિચાર કરતાં ત્રણે રાશિનું સ્વસ્થાને અલ્પબદુત્વ આ પ્રમાણે છે–અપર્યાપ્ત બાદર સૌથી અલ્પ છે, તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ અસંખ્યાતગુણા છે. તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ સંખ્યાતગુણા છે. શેષ ત્રિકનું ગ્રહણ એ ઉપલક્ષણ-સૂચક છે, તે વડે અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય પણ અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે એમ સમજવું.
સાધારણ વનસ્પતિકાય સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત એ ચારે ભેદના જીવો સામાન્યતઃ. અનંતલોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. એ પહેલાં કહ્યું છે. વિશેષતઃ વિચાર કરતાં તેઓનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે–બાદર પર્યાપ્ત સાધારણ જીવો થોડા, તેઓથી બાદર અપર્યાપ્ત સાધારણ અસંખ્યાત ગુણા, અને તેઓથી પર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ સંખ્યાત ગુણા છે. ૧૧ હવે વિકસેન્દ્રિય અને અસંશીની સંખ્યા કહે છે–
पज्जत्तापज्जत्ता बितिचउअसन्निणो अवहरंति । अंगुलसंखासंखप्पएसभईयं पुढो पयरं ॥१२॥ पर्याप्ताऽपर्याप्ता द्वित्रिचतुरिन्द्रियासज्जिनोऽपहरन्ति ।
अङ्गलसंख्येयासंख्येयप्रदेशभक्तं पृथक् प्रतरम् ॥१२॥ અર્થ–પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિય એ પ્રત્યેક જીવો અનુક્રમે અંગુલના સંખ્યામાં અને અસંખ્યાતમા ભાગ વડે ભંગાયેલ પ્રતરનો અપહાર કરે છે.
ટીકાનુ—બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંક્ષીપંચેન્દ્રિય એ દરેક પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવો અનુક્રમે અંગુલના સંખ્યાતમા અને અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ વડે ભાગતાં સંપૂર્ણ પ્રતરનો અપકાર કરે છે. તેની ભાવના-વિશેષ વિચાર આ પ્રમાણે છે.
સઘળા પર્યાપ્તા બેઈન્દ્રિય જીવો એક સાથે જો અંગુલમાત્ર ક્ષેત્રના સંખ્યામાં ભાગ પ્રમાણ પ્રતરના ખંડનો અપહાર કરે તો તે સઘળા બેઇન્દ્રિય જીવો એક જ સમયે સંપૂર્ણ પ્રતરનો અપહાર કરે છે.
તાત્પર્ય એ કે, સાત રાજ પ્રમાણ ઘનીકૃત લોકના એક પ્રતરના અંગુલના સંખ્યાતમાં ભાગ પ્રમાણ જેટલા ખંડો થાય તેટલા પર્યાપ્ત બેઇન્દ્રિય જીવો છે.