________________
દ્વિતીયદ્વાર
૧૪૭
એક અંગુલ પ્રમાણ સૂચિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશને પોતાના મૂળ સાથે ગુણાકાર કરવો, ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેટલી સૂચિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણ રત્નપ્રભા પૃથ્વીના નારકો છે.
અંગુલપ્રમાણ ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશના પહેલા મૂળને પોતાના મૂળ સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી સૂચિશ્રેણિઓ ભવનપતિદેવોના પ્રમાણના નિર્ણય માટે સમજવી. એટલે એટલી સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા ભવનપતિ દેવો જાણવા.
અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશના બીજા મૂળને પોતાના મૂળ સાથે ગુણતાં જે પ્રદેશરાશિ આવે તેટલી સૂચિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ સૌધર્મદેવલોકના દેવતાઓ છે. ૧૯ હવે ઉત્તરવૈક્રિયશરીરવાળા તિર્યચપંચેન્દ્રિય જીવોના પ્રમાણના નિર્ણય માટે કહે છે –
अंगुलमूलासंखियभागप्पमिया उ होंति सेढीओ । उत्तरवेउव्वियाणं तिरियाण य सन्निपज्जाणं ॥२०॥
अङ्गलमूलासंख्येयभागप्रमितास्तु भवन्ति श्रेण्यः । ___उत्तरवैक्रियाणां तिरथां च संज़िपर्याप्तानाम् ॥२०॥
અર્થ–ઉત્તરવૈક્રિયશરીરી સંજ્ઞીપર્યાપ્ત તિર્યંચના પ્રમાણરૂપે એક અંગુલ પ્રમાણક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશના મૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિ પ્રમાણ સૂચિશ્રેણિઓ છે.
વિવેચન-એક અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશનું જે પહેલું વર્ગમૂળ તેના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ સૂચિશ્રેણિઓ ઉત્તરવૈક્રિયશરીરી સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચોના પ્રમાણના નિશ્ચય માટે જાણવી.
તાત્પર્ય એ કે સૂચિશ્રેણિના એક અંગુલપ્રમાણ ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશો હોય, તેનું જે પહેલું વર્ગમૂળ તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો આવે, તેટલી ઉત્તર વૈક્રિયલબ્ધિસંપન્ન પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચોની સંખ્યા જાણવી.
શાસ્ત્રમાં કહ્યું છે કે “પંચેન્દ્રિય તિર્યંચોમાં કેટલા વૈક્રિયશરીરી કહ્યા છે? હે ગૌતમ ! અસંખ્યાતા કહ્યા છે. કાલઆશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અવપ્પિણીના સમય પ્રમાણ કહ્યા છે. ક્ષેત્ર આશ્રયી વિચારતાં પ્રતરના અસંખ્યાતમા ભાગમાં અસંખ્યાતી સૂચિશ્રેણિઓ છે તેવી અંગુલ પ્રમાણ સૂચિશ્રેણિના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ સૂચિશ્રેણિ પ્રમાણ કહ્યા છે.”
ઉત્તરવૈક્રિયશરીર લબ્ધિસંપન્ન પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય તિર્યંચો અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં રહેલા હાથી, મત્સ્ય અને હંસાદિ જીવો જાણવા. ૨૦
હવે મનુષ્યના પ્રમાણ માટે કહે છે–