Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૪૮
પંચસંગ્રહ-૧
उक्कोसपए मणुया सेढि रूवाहिया अवहरति । तइयमूलाहएहिं अंगुलमूलप्पएसेहिं ॥२१॥
उत्कृष्टपदे मनुजाः श्रेणी रूपाधिका अपहरन्ति । • તૃતીયમૂનાદૌનમૂનાવેઃ રશા
અર્થ–ઉત્કૃષ્ટપદે મનુષ્યો ત્રીજા વર્ગમૂળ વડે ગુણાયેલા અંગુલપ્રમાણ ક્ષેત્રમાં રહેલ પ્રદેશના પહેલા મૂળના પ્રદેશોથી એક રૂપ વધારે હોય તો સંપૂર્ણ સૂચિશ્રેણિનો અપહાર થઈ શકે.
ટીકાનુ–આ જગતમાં બે પ્રકારના મનુષ્યો છે : ૧. ગર્ભજ, ૨. સંમૂચ્છિમ. તેમાં ગર્ભજો પર્યાપ્તા અને અપર્યાપ્તા એ બે ભેદે છે. અને અંતર્મુહૂર્ત આયુવાળા સંમૂચ્છિમો તો અપર્યાપ્તાવસ્થામાં જ મરણ પામે છે. આ હકીકત પહેલા દ્વારમાં કહી છે, તેથી તે પર્યાપ્તા હોતા નથી.
તેમાં જે ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો છે, તે ધ્રુવ હોવાથી હંમેશાં હોય છે, અને તે સંખ્યાતા જ છે. તેઓની જઘન્ય સંખ્યા પણ પાંચમા અને છઠ્ઠા વર્ગનો ગુણાકાર કરતાં જે આવે તે છે.
શંકા–વર્ગ એટલે શું? પાંચમા વર્ગનું સ્વરૂપ શું? છઠ્ઠા વર્ગનું સ્વરૂપ શું? પાંચમા અને છઠ્ઠા વર્ગનો ગુણાકાર કેટલો થાય?
સમાધાન–કોઈ એક વિવલિત રાશિને વિવક્ષિત રાશિ સાથે ગુણતાં જે આવે તે વર્ગ કહેવાય છે. એકનો વર્ગ એક જ થાય માટે વૃદ્ધિ રહિત હોવાથી તે વર્ગમાં જ ગણાતો નથી. બેને બેએ ગુણતાં બેનો વર્ગ ચાર (૪) થાય, આ પહેલો વર્ગ, ચારનો વર્ગ સોળ (૧૬) થાય, એ બીજો વર્ગ, સોળનો વર્ગ બસો છપ્પન (૨પ૬) થાય. એ ત્રીજો વર્ગ. બસો છપ્પનનો વર્ગ પાંસઠ હજાર પાંચસો છત્રીસ (૬૫૫૩૬) થાય, એ ચોથો વર્ગ. પાંસઠ હજાર પાંચસો છત્રીસનો વર્ગ ચારસો ઓગણત્રીસ ક્રોડ ઓગણપચાસ લાખ સડસઠ હજાર બસો છ— (૪૨૯૪૯૬૭૨૯૬) થાય, એ પાંચમો વર્ગ.
હવે તેના વર્ગને ત્રણ ગાથા વડે પ્રતિપાદન કરે છે–એક લાખ ચોરાશી હજાર ચારસો સડસઠ કોડાકોડ ચુંમાળીસ લાખ સાત હજાર ત્રણસો સિત્તેર ક્રોડ પંચાણું લાખ એકાવન હજાર છસો અને સોળ (૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૬) થાય, એ છઠ્ઠો વર્ગ.
આ પ્રમાણે છ વર્ગ થાય છે. તેમાંના છઠ્ઠા વર્ગનો પાંચમા વર્ગ સાથે ગુણાકાર કરવો, ગુણાકાર કરતાં જેટલો પ્રદેશરાશિ થાય, તેટલા જઘન્યથી પણ ગર્ભજ પર્યાપ્ત મનુષ્યો હોય છે.
છઠ્ઠા અને પાંચમા વર્ગના ગુણાકારના ઓગણત્રીસ આંકડા થાય છે. તે આંકડા કોડાકોડી આદિ શબ્દ દ્વારા બોલી શકાય તેમ નહિ હોવાથી, તે સંખ્યાના આંક આપ્યા છે. અને તે આ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬.
આ સંખ્યાને પૂર્વાચાર્યો ત્રીજા યમલપદ ઉપરની અને ચોથા યમલપદ નીચેની કહે છે. યમલ એટલે બબ્બે વર્ગનો સમૂહ. એક એક યમલમાં બબ્બે વર્ગ આવે છે.