Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૪૬
પંચસંગ્રહ-૧ પહેલા અને બીજા મૂળનો ગુણાકાર કરતાં જેટલા આકાશપ્રદેશ આવે તેટલી આખી સૂચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ ભવનપતિના દેવો છે.
બીજા અને ત્રીજા મૂળનો ગુણાકાર કરતાં જેટલા આકાશપ્રદેશ આવે તેટલી આખી સૂચિશ્રેણિપ્રમાણ સૌધર્મદેવલોકના દેવતાઓ છે.
અંગુલપ્રમાણ સૂચિશ્રેણિમાં જો કે અસંખ્યાતા આકાશપ્રદેશ છે, છતાં અસત્કલ્પનાયે બસો છપ્પન કલ્પવા. તેને વર્ગમૂળ કાઢવાની રીતિએ ત્રણ વાર મૂળ કાઢવું. બસો છપ્પનનું પહેલું મૂળ સોળ, બીજું મૂળ ચાર અને ત્રીજું મૂળ છે.
હવે આ ત્રણે મૂળ અને બસો છપ્પન એ ચારે રાશિઓને મોટી નાની સંખ્યાના ક્રમ પ્રમાણે ઉપર નીચે સ્થાપવી. જેમ કે ૨૫૬-૧૬-૪-૨. ત્યારપછી ઉપર ઉપરની રાશિને નીચે નીચેની રાશિ સાથે ગુણાકાર કરવો. જેમ કે બસો છપ્પનને પહેલું મૂળ સોળ સાથે ગુણાકાર કરવો. ગુણતાં ચાર હજાર છનું થાય.
રત્નપ્રભા પૃથ્વીના નારકોના પ્રમાણરૂપે આટલી શ્રેણિઓ સમજવી. એટલે કે ચાર હજાર છ— સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ છે.
બીજા વર્ગમૂળ ચાર સાથે પહેલા મૂળ સોળનો ગુણાકાર કરવો. ગુણતાં ચોસઠ આવે, તેટલી સૂચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ ભવનપતિ દેવતાઓ છે.
તથા ત્રીજા મૂળ બે સાથે બીજા મૂળ ચારનો ગુણાકાર કરવો, ગુણતાં આઠ આવે, તેટલી સંપૂર્ણ સૂચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ સૌધર્મ દેવલોકના દેવતાઓ છે.
આ ઉપરથી કોણ કોનાથી વધારે છે તે સહજમાં જણાઈ આવશે. ૧૮ રત્નપ્રભા નારકાદિના જ વિષયમાં પ્રકારાંતરે શ્રેણિનું પ્રમાણ કહે છે–
अहवंगुलप्पएसा समूलगुणिया उ नेड्यसूई । पढमदुइयापयाइं समूलगुणियाई इयराणं ॥१९॥
अथवाङ्गलप्रदेशाः स्वमूलगुणितास्तु नैरयिकसूचिः ॥
प्रथमद्वितीयपदौ स्वमूलगुणिताविरतयोः ॥१९॥ અર્થ અથવા અંગુલક્ષેત્રમાં રહેલા પ્રદેશોને પોતાના મૂળ સાથે ગુણતાં જે આવે તેટલી શ્રેણિઓ રત્નપ્રભા નારકીના પ્રમાણરૂપે સમજવી. એ જ પ્રમાણે પહેલા અને બીજા મૂળને પોતપોતાના મૂળ સાથે ગુણતાં જે આવે તેટલી શ્રેણિઓ અનુક્રમે ભવનપતિ અને સૌધર્મના પ્રમાણરૂપે સમજવી.
વિવેચન–“અથવા એ પદ અન્ય પ્રકાર સૂચવવા માટે મૂકેલું છે. તે અન્ય પ્રકાર તે આ.
પૂર્વની ગાથામાં અંગુલમાત્ર ક્ષેત્રમાં રહેલા પ્રદેશ રાશિની બસો છપ્પનની કલ્પના કરી હતી, અહીં તે પ્રમાણે કરવાની નથી. પરંતુ વાસ્તવિક જેટલી સંખ્યા છે તેની જ વિવેક્ષા છે.